SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ પ્રશ્ન ૪૫૮ સમાધાન પ્રશ્ન ૪૫૯ સમાધાન પ્રશ્ન ૪૬૦ સમાધાન શ્રી સિદ્ધચક્ર છે કોઇએ પણ કોઇપણ વાતને ખંડિત કરેલી જ નથી. શ્રી કુર્માપુત્રને કેવળજ્ઞાન થયું હતું તે છતાં તેઓ સંસારમાં રહ્યા હતા તેનું કારણ શું? શ્રી કુર્માપુત્રને કેવળજ્ઞાન થયા છતાં તેઓ સંસારમાં રહ્યા હતા તેનું કારણ એક હતું કે તેઓ માતાપિતાની દીક્ષા થવાના હિતની ખાતર-માતાપિતાને પ્રતિબોધવા માટે સંસારમાં રહ્યા હતા, અર્થાત્ એ તેમનું વ્યક્તિગત અને વિશેષ સંજોગો વચ્ચેનું કાર્ય હતું. આ રીતે એક વ્યક્તિનું વ્યક્તિગત અને વિશેષ સંજોગો વચ્ચેનું કાર્ય તે કાંઇ આખા જગતને માટે અનુસરવાનું ઉદાહરણ છે એમ ન જ કહી શકાય. મેલેરીયા તાવથી પીડાતા દરદીને કચિત્ દાક્તર ઈન્જેક્શન કે કોઇ રીતે સોમલ આપે તો શું એમ સિદ્ધાંત બાંધી શકાય ખરો કે તાવ આવે તો સોમલ ખાવો ? તે જ પ્રમાણે આ ઉદાહરણ પણ સમજવાનું છે. કેવળજ્ઞાન એટલે જગતના સર્વભાવો જાણવાનું જ્ઞાન. કેવળી તો પોતે જે પ્રમાણે ફળ દેખે તે પ્રમાણે જ કરે. તા.૨૨-૭-૩૩ શ્રી સીમંધર સ્વામીને પૂછવામાં આવે છે કે કોઇ ભરતક્ષેત્રમાં તીર્થંકર કેવળી છે કે નહિ? જવાબ મળે છે કે, “ના ! પણ ગૃહસ્થાશ્રમમાં કુર્માપુત્ર છે.” આ “ના !” કહેવાનું કારણ વિચારો. આ ઉત્તર ઉપરથી શ્રી સીમંધર સ્વામી પણ ગૃહસ્થાશ્રમમાં હોવાને લીધે વ્યવહારિક રીતે કુર્માપુત્રની કેવલિતાની ના પાડે છે. માબાપને ખાતર કેવળીએ ફાયદો દેખી સંસારમાં રહેવાનું રાખ્યું છે તે કાંઇ આદર્શ ગણી શકાય નહિ. એવો જ બીજો દાખલો લ્યો. તિર્યંચને પ્રતિબોધવા માટે શ્રી મુનિસુવ્રતસ્વામી સાઠ યોજન વિહાર કરીને આવે છે. તે દૃષ્ટાંતને આદર્શ માની અમે રોજ ૬૦ જોજન વિહાર કરી શકીએ ? કહેવું પડશે નહિ જ, ને રાતે વિહાર કરીએ નહિ જ. અમોને ૬ માસ લાગે ને દિવસે જ વિહાર કરાય, કુર્માપુત્ર માતાપિતાને દીક્ષા આપવાને માટે જ ઘરમાં રોકાય છે તો પછી કીંમત કોની ઘરમાં રહ્યા તેની કે દીક્ષાની ? ઘરમાં રહ્યા તો ખરા જ ને; એટલે રહ્યા તે સારુંને ? અલબત્ત ! તેઓ કેવળી હોવાથી નિશ્ચિતપણે એમ જાણતા હતા કે તેમના માતાપિતાને તેમણે પ્રતિબોધવાના ને દીક્ષા આપવાની છે એટલા જ કારણથી તેઓ રહ્યા હતા ! આ રહેવામાં પણ મહત્તા તો દીક્ષાની જ છે. નાગીલાના પતિને દીક્ષા આપી તેમાં આપનો શો અભિપ્રાય છે ? એ દીક્ષા તો ખરાબ કહેવાય જ કે નહીં ? અમારો પોતાનો અભિપ્રાય કોઇપણ શાસ્ત્રીય બાબતમાં કામ ન જ આવે. શાસ્ત્રનો અભિપ્રાય તે જ પ્રમાણ. ભવદેવને વૈરાગ્ય નહોતો. તેને તે છતાં દીક્ષા આપી હતી જે દીક્ષા માટે શ્રી અવધિજ્ઞાની સાગરચંદ્રજીએ કહ્યું છે કે હિતૈષી એવા તમારા ભાઇએ (મેં) તમને પહેલા ભવમાં દીક્ષા અપાવી હતી. આવી બિના પરિશિષ્ટ પર્વમાં સ્પષ્ટપણે છે.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy