________________
૪૫૯
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ છે એમ માનતો નથી. તેને એવી શંકા થાય કે આ તે ચાંદી છે કે છીપલી છે? વસ્તુની સિદ્ધ તો માનવી જ પડશે. “મોક્ષ” એ સત્ય છે અને એ જ કલ્યાણ પ્રદ છે, એમ માનવું તો પડશે જ. પછી તેવું માન્યા પછી એ મોક્ષ મને મળશે કે નહિ મળે એવી જે શંકા કરે છે તેને આ શાસન મોક્ષ મેળવી આપવાની પ્રતિજ્ઞા કરે છે.
પણ આવી શંકાઓ કોને હોય? અભવ્ય જીવોને કે ભવ્ય જીવોને?હું મોક્ષ લાયક હોઇશ કે નહિ, એ શંકા અભવ્યને હોતી નથી, પ્રાપ્તિની શંકા કોને થાય? પદાર્થને જાણે. જાણ્યા પછી માને. માન્યા પછી ઈષ્ટ ગણે ઈષ્ટ ગણ્યા પછી એ પદાર્થ ન મળે તો ઠીક નહિ, મળે તો જ ઠીક એવી ધારણા થાય. એ ધારણામાં આ સંજોગો ન મળવાના છે, મળવાના સંજોગો તો આવા હોય એમ જુએ. પોતાના ન મળવાના સંજોગો ઉપર મુખ્ય મદાર ન બાંધે, મળવાના સંજોગો ઉપર નજર જાય, ત્યારે જ શંકા થાય કે મને મોક્ષ મળશે કે નહિ? આ શંકાના સ્થાનવાળાને શાસ્ત્રકારો મોક્ષે જવાને લાયક ભવ્ય જીવ ગણે છે.
કેવળી હોય તે ભવ્યઅભવ્યપણું જાણે છે તેથી તે જીવનું ભવ્યપણું જણાવે તો જ મોક્ષ માટે પ્રવૃત્તિ કરવી અને તે પહેલાંની પ્રવૃત્તિ નિષ્ફળ છે એ શંકા આ રીતે ઉડી જાય છે. પરજીવમાં રહેલું ભવ્યાભવ્યપણું તો સાક્ષાત્ કેવળી જાણીને કહી શકે છે, બીજો તે જાણી શકે નહિ, પણ પોતાનો જીવ ભવ્ય છે કે નહિ તે વાત મોક્ષની ઈચ્છા દ્વારાએ જીવ પોતે નક્કી કરી શકે છે, અને એ માર્ગે પ્રવૃત્તિ કરી શકે છે, બીજાની અંદર પણ રહેલું ભવ્યપણું તીર્થકરના કુળમાં ઉત્પત્તિ, શત્રુજ્ય તીર્થે જવું ઇત્યાદિક કારણોથી નિશ્ચિત થઈ શકે છે પણ તેની અહીં વિશેષ, ઉપયોગીતા નથી, ઉપયોગીતા તો માત્ર પોતાને મોક્ષની ઇચ્છા થવાથી પોતાનું ભવ્યપણું નિશ્ચિત કરે અને તેથી જ નિઃશકપણે મોક્ષ સાધવા માટે મોક્ષના કારણોમાં યથાસ્થિત પ્રવૃત્તિ કરે તેની જ છે. સર્વમંગલ.
(S
સંપૂર્ણ.
)