________________
૪૫૮
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
ચારિત્રના ભેદ.
અભવ્ય આત્માઓએ અનંતાચારિત્રો લીધા છે, તેને પણ દ્રવ્ય-ચારિત્ર કહે છે. આવા ચારિત્રવાળાના મનમાં સંસારથી જુદા સ્વભાવવાળો મોક્ષ છે, તે મને મળો એવી ઈચ્છા હોય જ નહિ. પાંચ પાંચ વરસના ગાળામાં રમતા છોકરા મારી આબરૂ વધે કે ઘટે એ જોતા નથી, તે જ પ્રમાણે અભવ્યોને સંસારથી જુદા રૂપનો મોક્ષ મને મળો એવી ઈચ્છા થતી નથી. ભાવચારિત્ર લીધા પછી વિરાધનામાં આવી જાય તો અથવા પ્રત્યેનીકપણામાં જાય તો રસ્તો નથી. પ્રત્યેનીકપણું થયું, તો ફરી ચારિત્ર મળવું મુશ્કેલ છે. મરીચીએ પહેલવહેલું ચારિત્ર લીધું તે આત્મકલ્યાણની ઇચ્છાએ. ચક્રવર્તીની રાજગાદી છોડી દીધી અને સાધુપણું લીધું. પણ જે વખતે પ્રત્યનિક થયા તે વખતે શું? પ્રત્યનિક થયા તે વખતે ભાવચારિત્રનું બીજ નાશ પામે છે. મનમાં મોતીના ચોક પૂરો તે પણ સાચા થાય છે.
હવે મૂળ વાતમાં આવો. જૈન શાસનરૂપી કલ્પવૃક્ષ તમારા મનમાં મોતીના ચોક પુરો તેને સાચા કરી દે છે. પણ આ કલ્પવૃક્ષ તો એવું છે કે સાચા મોતી માંગો તો સાચા મોતી પણ આપે અને ખાંસડા માંગો તો ખાસડા પણ આપે. ઉત્તમ ફળ કલ્યો તો ઉત્તમ ફળ આપે, અધમફળ કલ્પો તો અધમ ફળ પણ આપે, ઉપાધિથી જુદો મોક્ષ નામનો પદાર્થ તમે માનીલો તો સાચો મોક્ષ તમને મેળવી દેવો એ આ શાસનની ફરજ થઈ પડી છે. જેમ હુંડીની જુદી જુદી મુદત હોય છે, તેમ મોક્ષની પણ જુદી જુદી મુદત છે. તમે તત્વની પ્રતીતિ કરી મોક્ષની ઈચ્છા રાખો તો અર્ધપુદગલપરાવર્તમાં મોક્ષ. તમારા નિર્વાહ ચલાવી શકે, તે સિવાય બિનજરૂરી પાપો છે તે બધાને વીસરાવો તો આઠભવની મુદત. એવા રૂપમાં આવો કે ભલે મારું જીવન અને મારા જીવનના સાધનો રહેવાના હોય તો રહે અને જવાના હોય તો જાય, પણ મારે તો મોક્ષ, મોક્ષ અને મોક્ષ જોઈએ જ, અને તેને અંગે પ્રવૃત્તિ કરવી જ જોઈએ. તે દૃષ્ટિએ સઘળા પાપોની પ્રવૃત્તિ બંધ કરો. હિંસાદિક પાંચ હથિયારો ઉપર જોર રાખીને કર્મ રાજા રાજ્ય કરી રહ્યો છે, આ પાંચ હથિયારો બુટ્ટા કરે, તેને ત્રણ ચોકડી ઊડી ગઈ, એક ચોકડી બાકી રહી ! તે એકાવતારી ગણાય, જો મનને પણ આંચકો ન આવવા દો, બીજા કશામાં (શબ્દાદિકમાં) મન ન જાય, એક જ પરિણતિમાં આવી જાય, કદાચ મોક્ષમાં ન રહે, પણ બીજા કશામાં મન ન જાય, તો તે જ ભવે મોક્ષ ! મોક્ષની આવી તરત મુદતની હુંડી નક્કી કરો, કે પછી વધારેમાં વધારે લાંબી મુદતની હૂંડી નક્કી કરો, તે તમારા પોતાના હાથમાં છે. માત્ર ઈચ્છા કરો તો એક પુદ્ગલપરાવર્તમાં જ મોક્ષ. એ લાંબામાં લાંબી મોક્ષ સંબંધી હૂંડી છે. મોક્ષની શંકા પણ મોક્ષ આપે છે.
હજી એથી આગળ વધો. શાસ્ત્રકારો તો એમ પણ કહે છે કે મને મોક્ષ મળશે કે નહિ મળે એવી શંકા કરે તો પણ આ શાસન તમોને મોક્ષ આપવા બંધાય છે, પણ તે મોક્ષ ક્યારે મળે એ નક્કી નહિ. શંકા કોને થાય ? ચાંદીને જાણતો નથી, ચાંદી છે એમ માનતો નથી, ચાંદી સારી ચીજ