SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૭ શ્રી સિદ્ધચક્ર તા. ૭-૭-૩૩ ૫૫૪ જીવનના કયા વિભાગમાં આત્માનું અવલોકન કરવાના છો ? ૫૫૫ જ્યાં તરનારા ડૂબે ત્યાં તે તરનારને પલ્લે પડનારાઓનું શું થાય? પપ૬ અભાગિણી આંખના અવગુણમાં આત્મા આગ્રહી બન્યો છે અને તેથી જ આત્મા નિર્મળ છતાં એબવાળો છે. ૫૫૭ વિવેકને વેચી ખાનારા મનુષ્યો જાનવરથી પણ હલકી કોટીના છે. ૫૫૮ સાનુકૂળ સંજોગ સામગ્રી હોવા છતાં અભાગી આત્મા બનશીબ રહે છે. ૫૫૯. બાળ વર્ગની અવગણના કરનારાને આજે પ્રોફેસરો જોઈએ છીએ ! ખરેખર ! મૂળ વગર ફળ કુલની પ્રાપ્તિ જ નથી તો પછી બાળ વર્ગ વગર ઊંચી કક્ષાએ પહોંચવાવાળા પ્રોફેસરો મળે ક્યાંથી ! ! ! પ૬૦ આત્માને ઓળખવાથી ફાયદો શો ? એ પ્રશ્ન કરનારના જવાબમાં એટલું પ્રશ્ન રૂપે કહેવું બસ છે કે હીરાને હીરા તરીકે અને કાંટાને કાંટા તરીકે ઓળખવાથી ફાયદો શો ? ૫૬ ૧ હીરાને હીરા તરીકે માનવાથી હીરાનું તેજ વધી જતું નથી, તેમ તે હીરાનું તેજ ઘટી જતું નથી. હીરાને હીરા તરીકે માનનારો મહાન લાભ પામી શકે છે તે આજની ડાહી દુનિયાની જાણ બહાર નથી. પ૬ ૨ જાણવાથી સારી યા નરસી પ્રવૃત્તિ તરફ અનુક્રમે ઉપાદેયતા અને હેયતા સહેજે સ્કુરે છે. પ૬૩ જીવે જીવને જાણ્યો નથી, તેથી જ ચારગતિની રખડપટ્ટી ચાલુ છે. પ૬૪ આંધળો આંગણું દેખી શકતો નથી તેમ અજ્ઞાની આત્મા આત્મભાવને અવલોકી શકતો નથી. પ૬૫ હું ભટકું છું, મારું ભટકવું દૂર થાય ઈત્યાદિ વિચારો ભાગ્યશાળીને આવે છે. પ૬ ૬ સંગ્રહણીના અસાધારણ રોગમાં સપડાયેલ સગીરને રોગની ભયંકરતા સમજાતી નથી. પ૬૭ મને સંગ્રહણી થઈ છે એ શબ્દ જેમ અણસમજુ સગીર બોલી શકે છે, તેવી રીતે અમે સંસારી છીએ એવું આજે અણસમજુઓ બોલે છે. ૫૬૮ સંગ્રહણી શબ્દ બોલતાં અણસમજા સગીરના હૃદયમાં ચીરાડો પડતી નથી, તેવી રીતે અણસમજુ માણસના હૃદયમાં સંસારી શબ્દ બોલતાં પણ ચીરાડો પડતી નથી.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy