________________
૪૪૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩ ૫૪૧ બૌદ્ધમતમાં શેય અને અશેય બે, વિભાગ માનેલા છે એ માન્યતાનો અસર્વશપણાને સ્વીકાર
કરે છે.
૫૪૨ ઈષ્ટ દેખવું અને અનિષ્યને ન દેખવું એવા પ્રકારનું બૌદ્ધમતમાં મનાયેલું આત્મજ્ઞાન જૈન
શાસનમાં નથી. ૫૪૩ દ્રષ્ટિવાળાની મરજી દેખીને દ્રષ્ટિ પ્રવર્તતી નથી, કારણ કે દીવો દીવો કરનારની મરજી જોઈને
પ્રવર્તતો નથી. ૫૪૪ પાંચે ચારિત્રમાં સામાયિક એટલે સમતાભાવ એક સરખો રહેલો છે. ૫૪૫ શત્રુ તરીકે જૈન શાસનમાં કુટીલ કર્મરાજા પ્રસિદ્ધ છે. ૫૪૬ સમતાભાવ એ જ સામાયિક છે. ૫૪૭ જે વિષય કષાયમાં તણાઈ જતાં હતાં અને રાગદ્વેષના રંગરાગમાં તણાઈ જતાં હતાં તેના માટે
સમતા ભાવરૂપ સામાયિક એ અવશ્યમેવ આદરણીય છે. ૫૪૮ આશ્રવના કાર્યોમાં જે મનપ્રવર્તતું હોય, તથા કર્મબંધન કરવા તત્પર થતું હોય તેથી બચવા
માટે સમતાભાવ એ પરમ સાધન છે. ૫૪૯ સમતાની સડકથી વિમુખ થયેલાના મનમાં તીર્થંકરદેવો રાગી અને દ્વેષી છે એવા વિચારો
ઘોળાયા કરે છે. ૫૫૦ ચક્રવર્તીના ચોપડામાં હાર શબ્દ હોતો જ નથી, છતાં તે ચક્રવર્તઓ હાર' શબ્દ હસ્તે મોઢે
હરદમ સાંભળે છે. ૫૫૧ હારેલા કેસમાં હાર સાંભળતાં હાયવોય થાય તેવાઓ આજે વાસ્તવિક “હાર” શબ્દ સાંભળી
શકતા નથી એ ખરેખર કમનસીબી છે. પપર ધર્મકાર્યથી કાયર બનેલાઓ જ “અમે સંસારી છીએ” એવા પ્રકારની ઢાલ ધરી બચાવ કરે
છે. ખરેખર ! તે આત્માઓને ધર્મની વાસ્તવિક કિંમત આંકી નથી. ૫૫૩ આંખ આખા જગતને જુએ છે પણ પોતાની આંખમાં રહેલ એબને જોઈ શકતી નથી, તેવી
રીતે આત્માને પરપંચાત કરવાની એવી ટેવ પડેલી છે કે તે પોતાની પંચાત પ્રબલ પ્રયત્ન પણ કરી શકતો નથી.