________________
૪૪૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩
સુધા-સાગર
(નોંધઃ સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી 5 આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હદયંગમ દેશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધા સમાન : જે વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે. જે
સંગ્રાહકઃ ચંદ્રસાગર) –
પ૩૧
સર્વવિરતિકકલ્યાણ, અવિરતિ=પાપ અને દેશવિરતિ–ઉભય (કલ્યાણ + પાપ) ત્રણ માર્ગનું યથાસ્થિત સ્વરૂપ સમજી ડાહ્યો વેપારી લાભદાયી માર્ગને સ્વીકાર્યા વગર રહેતો નથી.
પ૩૩
શ્રાવક શ્રાવિકાની ગેરહાજરીમાં પણ સાધુપણાનો સ્વીકાર શાસ્ત્રકારો કરે છે, પણ વીસમી સદીના નામધારી વિવેકીઓને એ અમૃત જેવી વાત પણ વિષ જેવી લાગે છે. શ્રાવક શ્રાવિકાની હયાતિ હોય તો જ સાધુ થઈ શકે એમ માનનારાઓએ અતીર્થ સિદ્ધ
નામના ભેદ ઉપર હડતાળ મૂકવી પડશે એ વિચાર્યું છે? ૫૩૪ જમાના પ્રમાણેનું વર્તન એ ધર્મ નથી પણ હળાહળ વિષ છે. ૫૩૫ અનાદિકાળના જુદા દસ્તાવેજ પર સહી કરનારને પ્રભુ આગમની અલૌકિક વાતો ગમતી નથી
એ પણ એક કમનશીબી છે. ૫૩૬ ધર્માસ્તિકાયાદિકને આત્મા સાથે સીધો સંબંધ હોય કે ન હોય પણ તે આત્માને વાસ્તવિક
ઉપયોગી નથી.
૫૩૭
જેનાથી અનર્થની ઉત્પત્તિ થતી હોય તે છોડવા લાયક છે અને જેનાથી અનર્થની ઉત્પત્તિ ન
હોય તે છોડવા લાયક નથી. પ૩૮ નિશ્ચય નયની અપેક્ષાએ આદરવા લાયક અને છોડવા લાયક એમ બે પ્રકારના પદાર્થો છે,
અને વ્યવહારના અપેક્ષા લઈએ તો જાણવા લાયક એવો ત્રીજો પ્રકાર ગણી શકાય છે.
પ૩૯ છોડવા લાયક, અને આદરવા લાયક પદાર્થોમાં પણ શેયપણું રહેલું છે. ૫૪૦ “મર્યાપિ ના સોશ'' એ પદાર્થનો પરમાર્થ જાણનારા સર્વવિરતિના સર્વોત્તમ માર્ગને
સહેલાઇથી સમજી શકે છે.