________________
૪૪૩
પ્રશ્ન ૪૪૯
સમાધાન
પ્રશ્ન ૪૫૦
સમાધાન
પ્રશ્ન ૪૫૧
સમાધાન
પ્રશ્ન ૪૫૨
સમાધાન
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩
બંધનું કારણ તે નિર્જરાનું કારણ ન થાય અને નિર્જરાનું કારણ તે બંધનું કારણ ન થાય તે શી રીતે ?
કર્મબંધ કરવાના પરિણામરૂપ પરિણતીની અપેક્ષાએ નિર્જરાનાં કારણો તે બંધરૂપ થઇ જાય, અને નિર્જરાની પરિણતિની અપેક્ષાએ બંધના કારણો નિર્જરારૂપ થઈ જાય. અણસણ અને જિનકલ્પઆદિ હાલ છે કે નહિ ?
નથી; ના કહેવામાં નકારના બે પ્રકાર છે ૧. કરવાની શક્તિ હોય કરો છતાં થાય નહિ. ૨. શક્તિ ન હોય અને તેથી ન થાય તે શક્તિ નથી તેથી થાય નહિ, પણ શક્તી હોય અને કરે તો શાસ્ત્રકારને અડચણ આવે છે એમ નથી. અર્થાત્ અણસણ જિનકલ્પ, કેવળજ્ઞાન આદિ કરવાની શક્તિ આત્મામાં છે. ચક્રવર્તી નથી એટલે ચક્રવર્તીના ભાગ્યવાળો હાલ કોઇ નથી તેથી ચક્રવર્તી નથી. જેમ મોક્ષ નથી, કેવળજ્ઞાન નથી અને તે પામવા બેસો, મોક્ષ પામવા માટે પ્રયત્ન કરો તો શાસ્ત્રકાર હાથ રોકતા નથી. દિગ્બરો જિનકલ્પી ખરા કે નહિ ?
ના, સ્થંડિલની શંકા થઈ શુદ્ધ જગ્યા ન મળે તો પાછા આવે, બીજા દિવસે શુદ્ધ જગ્યા ન મળે તો પાછા આવે એવી રીતે છ માસ સુધી શુદ્ધ જગ્યા ન મળે તો સ્પંડિલ કર્યા વગર જિનકલ્પીઓ પાછા આવે એવી રીતે હાલ તે દિગંબરો રહી શકતા નથી. ચોથો પહોર બેસી ગયો હોય તો ચોથે પહોરે કાંટા પર પગ આવે તે વખતે કાંટાપર પગ મૂકી કાઉસગ્ગ ધ્યાનમાં બીજા દિવસના બપોરના બાર વાગ્યા સુધી તે જિનકલ્પીઓ સ્થિર રહે છે. અને ખરી રીતે, જ્યાં દિગંબર સાધુઓ નાગા ફરે છે ત્યાં રહે છે, અને ત્યાં દિગંબર શ્રાવકો આજુબાજુ લાકડાં સળગાવે છે; લાકડાં સળગાવતાં પગ પણ દાજી જાય છે એવી વાતો પણ પ્રથમે સાંભળવામાં આવી છે. અર્થાત્ વિર કલ્પીના સામાન્ય આચાર પણ પાળી શકવાને શક્તિહીન એવાઓને જિનકલ્પી કહી દેવાં તે કેવળ મૂર્ખાઇ છે.
જમાના પ્રમાણે વર્તવું કે જમાનાની સામે વર્તવું ?
તમારા હિસાબે પણ જમાનાની સામે વર્તવું કારણકે શિયાળાના જમાનાએ ટાઢ મોકલી છતાં પટારામાંથી શાલ, દુશાલા કેમ કાઢો છો ? ઉનાળાએ ગરમી મોકલી છતાં બુટછત્રી કેમ વાપરો છો ? તમે તમારી શારીરિક સ્થિતિના બચાવ માટે જમાનાની સામે ધસો છો એ તમારી કરણી જમાના સામે ધસવાની કબુલાત કરે છે. શિયાળા અને ચોમાસામાં ગરમ કપડાં શા માટે પહેરો છો ? તમો જમાનાની સામે ધસો છો, કે જમાનાને અનુકૂળ વર્તે છો ? એ તમારા વર્તનને પૂછી જુઓ. શરીર રક્ષણના ધ્યેયને અનુસરીને જમાનાની સામે ધસો છો. જો આ નિયમ તમારે કબુલ છે તો પછી ધર્મના સંરક્ષણ માટે અધર્મની સામે ધસતાં કેમ કંપો છો ! ! !