SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ શ્રી સિદ્ધચક્ર તા. ૭-૭-૩૩ જ છે એમ કહેવાય નહિ. મુખ્ય સ્વભાવે થોરીયાનું દૂધ અંધાપો જ કરે, પણ ઘીનો સંજોગ મળે તો દવા રૂપ પણ થાય તેવી રીતે મુખ્યતાએ કર્મ બંધનના કારણે કર્મ બંધ કરે પણ બંધના કારણોની સાથે પરિણતિની શુદ્ધિ મળે તો જરૂર નિર્જરા થાય. નિજેરાના કારણ જોડે બંધની પરિણતી ભરી હોય તો સજ્જડ કરાવે અને બંધના કારણ જોડે નિર્જરાની પરિણતી ભળી હોય તો સજ્જડ નિર્જરા કરાવે. પ્રશ્ન ૪૪૩- સયોગી કેવળી મોક્ષે જાય ? સમાધાન- ના, ત્રણે કાળમાં સયોગી કેવળી મોક્ષે જતા નથી, ગયા નથી અને જશે પણ નહિ. આંખની પાંપણ હાલે ત્યાં સુધી એકવિધ બંધક, છ સાત કે અષ્ટકવિધ બંધ હોય છે; અર્થાત્ આંખની પાંપણ હાલે ત્યાં સુધી કર્મની આવક ચાલુ છે. પ્રશ્ન ૪૪૪- સમકતી, ભવ્યો, દેશવિરતિ, સર્વવિરતિ મોક્ષે જાય ? સમાધાન- હા, જાય. શું ત્યારે સમકિતી અને ભવ્યો, દેશવિરતિ, અને સર્વવિરતિઓ, સયોગી કેવળીઓ કરતા વધારે ઉચ્ચ કોટીના છે? એ બિના તમારા મનમાં આવશે તો તેમ નથી પણ સમકિતી, ભવ્ય, દેશવિરતિ, સર્વવિરતિ માટે જે નિયમ બાંધીએ છીએ તે તેની અંતિમ અવસ્થાને ધ્યાનમાં લઈને મોક્ષનો ઉપચાર કરીએ છીએ, અને સયોગી અવસ્થામાં ના કહીએ છીએ તે તેમની વર્તમાન અવસ્થા ધ્યાનમાં લઈને વિચારણા કરીએ છીએ. પ્રશ્ન ૪૪૫- ચોથા ગુણઠાણાવાળો મોક્ષે જાય ! સમાધાન- ના, ચોથા ગુણઠાણે રહ્યા છતાં મોક્ષે જાય નહિ. પ્રશ્ન ૪૪૬- સયોગી અવસ્થામાં બંધ છે તો સયોગી થવાનો વખત શી રીતે આવે ? સમાધાન- તે ગુણઠાણામાં તે યોગોથી બંધ છે તે અલ્પ છે પણ નિર્જરાનો નિર્મળ ઝરો વહે છે, તેથી શુદ્ધિ બહુ જોર શોરથી થાય છે. તેર ગુણઠાણામાં એવા એક પણ સમય નથી કે જે નિર્જરા અને બંધ વગરનો હોય ! વિ. નિર્જરાના પૂર પ્રવાહથી સયોગી અવસ્થામાંથી ખસી અયોગી થઈ શકે તે માનવા ! લેશ પણ અડચણ નથી. પ્રશ્ન ૪૪૭- ચૌદમા ગુણઠાણામાં બંધ નહિ અને નિર્જરા ઘણી એ વાત ખરી છે ? સમાધાન- હા. ગુણઠાણું નિર્જરાથી ભરપૂર છે. અને અંતમાં (પાંચ સ્વારમાં) મોક્ષ. પ્રશ્ન ૪૪૮- ઉપસર્ગ એ બંધનું કારણ અને નિર્જરાનું કારણ શી રીતે ? સમાધાન- ઉપસર્ગ એ નિર્જરાનું કારણ શ્રી વીરદેવને થયું અને તે જ ઉપસર્ગ સંગમને બંધના કારણ રૂપ થયો, જે કરણી સમકિતીને નિર્જરા રૂપ થાય તે જ કરણી પ્રત્યે રોષવાળા - મિથ્યાત્વીને બંધનું કારણ થાય-અર્થાત્ ઉપસર્ગની જેવી ચીજ બંધ અને નિર્જરાનું કારણરૂપે પરિણામે છે; તે પવિત્રા પવિત્ર પરિણામને આધીન છે.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy