________________
૪૪૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩
•••••••••••••••••••••
•••••••••• • • • • • • •
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડ અભ્યાસી
આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્રધારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન ૪૪૧- તીર્થકરનું ફેરવ્યું ફરે છે કે નહિ ? સમાધાન- ના, ફરતું જ નથી. જો ફેરવ્યું ફરતું હોય તો અધર્મ રહે જ નહિ, કારણ કે ધર્મના
સ્વરૂપમાં તીર્થકરોથી પણ પલટો થઈ શકતો જ નથી. ધર્મને અધર્મ બનાવવાની અને
અધર્મને ધર્મ બનાવવાની તાકાત તીર્થકરોમાં પણ નથી. પ્રશ્ન ૪૪૨- “આસવા તે પરિસવા અને પરિસવા તે આસવા” અર્થાત્ નિર્જરાના કારણ તે બંધના
કારણ અને બંધના કારણ તે નિર્જરાના કારણ બને છે તો પછી ધર્મ અધર્મ રૂપ કેમ
ન થાય ? સમાધાન- મહાનુભાવ ! “બંધના કારણ તે જ નિર્જરાના કારણ” એ જ શબ્દો પકડી લઇ એ
તો જગતમાં બંધ જેવો પદાર્થ નહિ રહે, અને તે નહિ રહે એટલે બંધના કારણ પણ શી રીતે બોલી શકાય ! અને તે જ પ્રમાણે નિર્જરા પદાર્થ પણ નહિ રહે, અને નિર્જરાતત્વ ન માનીએ તો નિર્જરાના કારણ એ પણ કેમ કહેવાય ! ત્યારે “આસવા તેને પરિસવા” ઈત્યાદિનો પરમાર્થ ખોટો છે? એમ તમારા દિલમાં થશે પણ તેનો પરમાર્થ જુદો છે. એ સૂત્ર કહેવાની મતલબ એ છે કે જેમ એક વૈદ્યને ઘેર ભીલ આવ્યો, અને તે બોલ્યો અરે ! મુંડા વૈદ્ય તારું નખ્ખોદ જાય કે મારી આંખો જાય છે જલ્દી દવા બતાવને !!! વૈદ્ય કોઈ બીજા કાર્યમાં ગુંથાયેલ હોવાથી, તેમજ તે વૈદ્ય કામમાં અકળાયેલ હોવાથી અને ભીલની ગાળો સાંભળીને ગુસ્સે થયેલો હોવાથી કહી દીધું કે જા ! થોરીયાનું દુધ આંખે લગાવ. જાડી બુદ્ધિના ધણી ભલે થોરીયો કાપીને દુધ આંખમાં લગાડયું. આંખો મટી ગઈ અને આંખો સાજી થઈ અને તેના બદલામાં ભેટમાં કેરીનો ટોપલો ભરીને વૈદ્યને ઘેર ગયો. કેરીઓ આપી અને બનેલી હકીકત પણ કહી.વૈદ્ય વિચારમાં પડ્યો કે થોરીયાનું દૂધ અને તે દૂધથી આંખ સાજી બને શી રીતે? તેથી તે નિર્ણય કરીને તે ભીલ સાથે કાપી લાવેલા થોરીયાનું સ્થાન જોવા ગયા. થોરીયો ઘીની બરણીમાં ઉગેલો હોવાથી વિચાર્યું કે થોરીયાની ગરમી ઘીએ હરી લીધી. આ ઉપરથી આંખની દવા થોરીયાનું દૂધ