________________
૪૪)
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩ આવી શુભભાવના ભાવમાં પાપી અગ્નિશમ દેવથી હણાયેલ ગુણસેન રાજા મરીને સૌધર્મ દેવલોકમાં ચંદ્રાનન નામના વિમાનમાં એક સાગરોપમની સ્થિતિવાળા દેવતા થયો ને ક્ષણવારમાં જ દિવ્ય દેહનો ધારણ કરનાર દેવ પ્રગટ થયા. પ્રથમ ભવનો ઉપસંહાર.
અજ્ઞાનને જ્ઞાન ભેદથી અગ્નિશર્મા એ ભુવનપતિ થયો ને ગુણસેન રાજા ગૃહસ્થ હોવા છતાં પણ દેવલોકે ગયો.
અગ્નિશર્મા ક્રોડ કોડ પૂર્વ વર્ષ સુધી માસખમણને પારણે માસખમણની ઉગ્ર તપશ્ચર્યા કર્યા છતાં અજ્ઞાનકષ્ટ હોવાને લીધે સમ્યક્દર્શનના અભાવે કઈગણું બાહ્ય તપ કર્યા છતાં પણ ભવ ભ્રમણ સિવાય બીજું કાંઈ જ ફળ મળતું નથી. અહીંયાં ક્રિયા વાંજણી નથી ભુવનપતિ દેવલોકમાં ગયેલ છે. તે અજ્ઞાન કષ્ટવાલી તપશ્ચર્યાને જ આભારી છે તપનું અજીર્ણ ક્રોધ તે આ અગ્નિશર્માનું દૃષ્ટાંત આપણને બરાબર સાક્ષી પુરે છે. સારી વસ્તુ પણ યોગ્ય રીતે ન લેવાય તો અનર્થકારી નિવડે છે એટલે વસ્તુ ખોટી નથી. આજે તો વસ્તુની આરાધનારની ખામી કે દંભના લીધે તત્ત્વ ઉપર ઘા કરનારાઓએ આ વસ્તુ ખુબ વિચારવાની છે. વારંવાર ભુલ થવા છતાં પણ સરળ સ્વભાવી ગુણસેનરાજા ધર્મ પામે છે. શુભ ભાવનામાં ઉપસર્ગને પણ સહન કરવા તૈયાર બને છે. સમ્યકત્વ ગુણ પામેલા આત્મા અને નહીં પામેલ આત્માની આવા પ્રસંગે જ કસોટી થાય છે. પોતાના માન-પાન ખાતર ધર્મ કરનાર આત્મા જે દિવસે પોતાનું માન-પાન નહીં સચવાય જે દિવસે ધર્મને કયા ખૂણામાં ફગાવી દેશે તે કલ્પવું અશક્ય છે. એવાઓ પોતાના આત્માનું કે નાયક હોય તો બીજાઓનું પણ ભલું કરી શકતા નથી. અગ્નિશર્માને પણ વૈરાગ્ય આવેલ પણ તે વૈરાગ્ય આત્મબુદ્ધિએ નથી. પણ પોતાના પરાભવને અંગે છે અને તે પદગલિક વાસનાઓ જ તેને ભવ ભ્રમણનિ કરાવનાર બલ્બ નિયાણું કરાવનાર બને છે. વળી તેવા વૈરાગ્યથી સંસાર છોડનાર પણ જો જૈન દર્શનના ગીતાર્થની નિશ્રાએ હોત તો દુષ્ટવાસના નીકળવાનો સંભવ રહેત જે પ્રસંગ આત્મધ્યાન અને નિયાણું કરવાનો આવ્યો તે જૈન સાધુના આચાર વિચાર મુજબ આવેજ નહીં. અને એટલા જ માટે ગીતાર્થની નિશ્રાએ અજ્ઞાનીને પણ સાધુપણું અને મોક્ષ માર્ગનો આરાધક ગણાવેલ છે. .
ગુણસેનરાજા ધર્મનું સ્વરૂપ જ્ઞાની ગુરુ પાસેથી બરાબર સમજેલ છે. માટે જ ઉપસર્ગના ટાઈમમાં પણ ચિત્તની સ્વાથ્યતા રાખી શકે છે. માટે આરાધક બનનાર આત્માએ જ્ઞાનીની નિશ્રાએ આત્મકલ્યાણની દ્રષ્ટિએ યથાશકિત ધર્મ કાર્ય તત્પર રહી અનાદિકાલથી આત્માને હેરાન કરનારા વિષય કષાયરૂપી શત્રુઓને જીતવા તતર બનવું જોઈએ. હવે બીજા ભવમાં વિના કારણે શત્રુ બનેલો અગ્નિશર્માગુણસેન રાજાને હેરાન કરી પોતે પાપકર્મથી ભારે બનતો જાય છે અને પુણ્યાવન એવો ગુણસેન રાજાનો જીવ સમભાવે સહન કરી ઉત્તરોત્તર સાચા સુખને મેળવે છે તે બીજા ભવોમાં આપણે જોઇશું.
इति श्री प्रधुनाचार्य विरचित समरादित्य संक्षेपे गुणसेन अग्निशर्माख्यः प्रथमभवः समाप्तः