________________
૪૩૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩ થઈ જતી અગ્નિ વડે બળી મરી જશે ત્યાંથી તે જ દાસીન પેટે પુત્રી રૂપે ૫. ભવ થશે ને ત્યાં રોગથી હાથી વડે હણાઈ ઉષદત્તની સ્ત્રી જે કાલંજની નામની તેની પુત્રી રૂપે ઉત્પન્ન થશે. ૬. ભવ તે ત્યાં ગર્ભવંતી થકી મરી જશે. ત્યાંથી મરી તે ઉષદત્તના પુત્રપણે ઉત્પન્ન થઈ નદીના કાંઠે ખેલતો ઉષદત્ત વડે કદર્થાતો (પીડાતો) જલમાં (પાણીમાં) પેસી જશે:
ત્યારે મેં પૂછયું કે=ભગવદ્ તેનો મોક્ષ થશે કે નહિ કેવલિ ભગવાને કહ્યું કેeતે પાણીમાં ડૂબી ને મરી જશે અને પછી મારી વ્યંતર દેવ થશે; ને ત્યાં આગળ આનંદ નામે તીર્થંકર ભગવાન પાસે સમ્યકત્વ પામી સંખ્યાતીત ભવે એક મહાન્ રાજા થઈ વૈરાગ્ય પામી દીક્ષા લઈ મુક્તિ જશે. એ સાંભળી ઇન્દ્રદત્ત ગણધર પાસે મેં દીક્ષા અંગીકાર કરી, હે રાજનું આપ મારું નિર્વેદનું કારણ છે. સૂરીવરનો ઉપદેશ
. . હે રાજન, જીનેશ્વર ભગવાને કહેલ ધર્મની અંદર કોણ પ્રમાદ કરે. હવે તે ધર્મનું સ્વરૂપ સાંભળો-હે ભવ્યજનો ! જ્યાં જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, રોગ નથી. અને જ્યાંથી ફરી આવવાનું નથી. તે મોક્ષ પદને તમે શાશ્વત જાણી તે મોક્ષ પદનો ઉપાય સર્વજ્ઞદેવોએ એવા ધર્મ કહેલો છે. તે ધર્મ બે પ્રકારનો છે એક ૧. શ્રમણ ધર્મ ૨. શ્રાવક ધર્મ તેમાં પ્રથમનો ધર્મ સાધુધર્મ તે દશ પ્રકારનો કહેલો છે તે આ પ્રમાણે ૧. દયા ૨. સત્ય ૩. અસ્તેય ૪. બ્રહ્મ ૫. ત્યાગ ૬. ત૫ ૭. ક્ષમા ૮. માર્દવ ૯. આર્જવ અને ૧૦. શૌચ એ દશ પ્રકારે સાધુ ધર્મ છે. •
મહાનુભાવો અત્રે વિચાર કરો કે આજકાલ કેટલાકો કહે છે તે “એકલા ત્યાગનો ઉપદેશ શું આપ્યા કરો છો” પણ આજ પ્રસંગે વિચારો કે મુનિરાજ ધર્મના બે પ્રકારમાં સાધુધર્મને પ્રથમ કહે છે, મુનિથી બીજો કયો ઉપદેશ અપાય.? લાડી વાડી ગાડીનો ? નહિં જ. કારણ કે તેમાં તો તમે સદા રહેલા છો તેનો ત્યાગ કરવાનો ઉપદેશ અપાય. જૈન શાસન ત્યાગ પ્રધાન છે એ સર્વ આ બાલવૃદ્ધ જાણે છે, છતાં પણ ત્યાગનો ઉપદેશ શા માટે ? એવા પ્રકારનો કોલાહલ કેમ કરાય છે ? જે મુનિઓ સંસારની દરેક ઉપાધિથી મુક્ત થઈ એક જ મુક્તિમાર્ગની આરાધના કરવા સદાયે, ઉદ્યત રહે છે, ને બીજા જીવોને પર્ણ એ માર્ગ તરફ પ્રેરવા સદાયે ઉપદેશ આપે છે. તે મુનિઓ પાસે બીજી વસ્તુની ઇચ્છા રાખવી તે ખરેખર ઝવેરી પાસે ગાંધીની ચીજ માંગવા સદશ છે. તીર્થંકરદેવો પાસે આવીને પણ પુત્ર વિગેર ધનની બાહ્યને પૌગલિક ચીજની પ્રાર્થના કરવી તે ખરેખર પોતાના ઘેર ઉગેલ કલ્પદ્રુમને ઉખેડી ધંતૂરાને વાવવા સરખું છે, કારણ કે જે તીર્થંકરદેવ પાસે અનંત અક્ષય ને અવ્યાબાધ મુક્ત સુખ આપવાની શક્તિ છે તે દેવની પાસે જઈ તુચ્છમાં તુચ્છ જે વસ્તુ પોતાની પાસે હતી. છતાં પણ જેને પોતે ઠોકર મારી ચાલી નીકળ્યા તે ભોગ (પૌગલીક સુખ)ની તેમની પાસે પ્રાર્થના કરવા તે સજ્જનને ઉચિત નથી.
કે અસ્તુ. આગળ ચાલો લોકમાં સૂર્યને દશ ઘોડાવાળો કહે છે ત્યારે અહીં મુનિને સૂર્યની ઉપમા આપતાં શાસ્ત્રકાર મહર્ષિ શ્રીમદ્ પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજા જણાવે છે કે -
... तमंस्तति हृतः साधुधर्मस्य दशवाजिनः। तएतेन्यक्कत स्वर्गवाबिनो दुशवाजिनः। ॥२८९॥