________________
૪૨૯
શ્રી સિદ્ધચક્ર
'તા. ૭-૭-૩૩
ટુંકા નંબર ચરમાં.
કાગળીયાના કાન ન કપાય, તેમ શંકાકારના માં પણ બંધ ન થાય. પ્રશ્નકાર તો એ જ ઉચ્ચારે કે વસ્તુતત્ત્વ સમજાવવું હોય તો સમાધાન આપો. કહો ! સુખ સ્વભાવને રોકનાર કોણ ? એનો સંતોષકારક જવાબ આપો. આચ્છાદક આચ્છાદકના રૂપમાં પણ હોય અને આચ્છાદક અભિવ્યંજકના રૂપમાં પણ હોય.
ટુંકા નંબરના ચશ્મા પહેર્યા તેથી ખુલ્લી આંખે જે પૂર્વે દેખતા હતા તે કરતાં ટુંકું દેખવા માંડયું. નંબર પ્રમાણે દૃષ્ટિ અંકુશમાં આવી.
- એક જબરજસ્ત માણસના હાથમાં સોય આપી અને લાકડું ભેદવા આપ્યું. હવે શું તે માણસમાં શક્તિ નથી ? એમ તો ન કહેવાય, પણ ખરી રીતે તો સાધન સાનુકૂળ નથી; તેવી રીતે આત્મા અનંત સુખમય હોવા છતાં નિર્બળ સાધનરૂપ શાતાવેદનીને લીધે સુખ ભોગવીએ છીએ. શતાવેદની દ્વારાએ તે પ્રમાણમાં થતું સુખ ભોગવી શકીએ. કોઈપણ ગતિનો જીવ કોઈપણ ગતિમાં વેદની સિવાય સુખ ભોગવતો જ નથી. વેદની એ ટુંકા નંબરનાં ચમા, સોય જેવી ભેદનારી ચીજ એ પણ સબળના હાથમાં નિર્માલ્ય સાધન છે. નંબરનાં ચશ્મા દૃષ્ટિને રોકનારી ચીજ નથી, સોય એ શક્તિને ભેદનારી ચીજ નથી, છતાં ચશ્મા અને સોય પ્રમાણમાં ભેદી શકે અને દેખી શકે છે તેવી રીતે આત્માની અનંતી શક્તિ હોવા છતાં શતાવેદની એટલે ટુંકી નંબરના ચશમા દ્વારાએ સુખ અલ્પવેદી રહ્યો છે. . . પલટન સ્વભાવ.
શાતા વેદની બાંધી હોય અને તે શાતા વેદની જેટલી ઉદયમાં આવે તેટલું જ સુખ વેદાય. તીવ્ર, અલ્પ, અલ્પતરપ્રમાણ પણ વંદનીના બંધ અનુસારે છે. ચશ્માનો સ્વભાવ જોવાનો નથી પણ આત્માનો ને આંખનો સ્વભાવ છે. સોયનો સ્વભાવ ભેદવાનો નથી પણ તે આત્મા શરીરના અંગોપાંગરૂપ હસ્ત વડે ભેદી શકે છે.
બાહ્ય પદાર્થો અગર શાતા વેદનીને સુખ-સ્વભાવ જ નથી. સુખ ભલે આવે પણ દુઃખ ક્યાંથી નીકળ્યું ? સુખમાં અધિકતા અગર ન્યુનતા ભલે થાઓ પણ દુઃખ કેમ આવે?
છે કે મહાનુભાવ ! દીવાનો સ્વભાવ શુદ્ધ પ્રકાશમાન હોય છતાં ચારે બાજુ કાચ લાલ લીલા હોય તો લાલ લીલી જ્યોત દીવાની કે કાચની ?
દીવો ન હોય અને કાચ હોય તો રંગ શાથી? કાચમાં રહેલા રંગને જ્યોતિ અનુસરી, તેવી રીતે આ આત્માને અશાતાના પડલ ઘેરાઈ જાય ત્યારે સુખ પલટીને દુઃખ થાય તેમાં નવાઈ નથી પુદગલોનો પલટન સ્વભાવ અજબ છે !.