________________
૪૩૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩
ચૈતન્યનું સામ્રાજ્ય કઈ જગા પર?
દીવાની જ્યોતમાં લાલ, લીલા, પીળા કાળાપણું નથી પણ કાચને લીધે છે, તેવી રીતે આત્મા સુખવેદન સ્વરૂપ છે છતાં અશાતારૂપ કાચના પડળ વળે ત્યારે દુઃખ વેદે છે.
જ્યોત લાલ પીળા રૂપ નથી તેમ આત્મા પણ દુખવેદન રૂપ નથી.
સુખ એ આત્માનું ઘર છે અને દુઃખ એ આત્માના ઘરનું નથી. જેમ જ્યોતમાં લાલ લીલાપણું જ્યોતના ઘરનું નથી, પણ કાચના ઘરનું છે.
આ જીવને ઉદ્યમ શા માટે કરવાનો કહ્યો?
જ્યોતના અસલ રૂપને જોવાના અભિલાષીઓ બીજા કાચરૂપ પડલ ખસેડવા પડશે. જ્યોતના રૂપને ફેરફાર કરનારા કાળા-ધોળા કાચ એ અનુભવ સિદ્ધ છે.
આત્માના અજ્ઞાનથી આ દુઃખ થયેલું છે, કારણ પોતે પોતાનું સ્વરૂપ પીછાણ્યું નથી. આવેલા નોકરને માલિક બનાવનારાઓ નોકરને નોકર સવરૂપે પીછાણી શકતા નથી.
તમારે સંખેશે, તમારે વધારેલો, તમારો પોલો છતાં શેઠની હાલત શી? દુનિયા તપાસતી નથી અને અક્કલનો ફુટેલો શેઠ પણ તપાસતો નથી. દુનિયા ભલે તમારા શરીરૂપ નોકરી સાથે ભલે પ્રવૃત્તિ કરે પણ તમે કેમ ભોક્ષ બન્યા છો? આ નોકર અને અધિકારી વર્ગ તમારા આત્મિક રાજ્યનો કબજો લઈ બેઠા છે. ગીરવી મુકાયેલામાં તમારી ગરદન રેંસાઈ જશે, એ બિના જગ જાહેર છતાં આત્મારૂપ રાજા આંખો મીંચીને સહી કરે છે.
આ જગત ભલે જડને ઝંખે પણ તું ચેતન થઈ જડને જુએ અને જડને ઝંખે તો પછી ચૈતન્યનું સામ્રાજ્ય કઈ જગા પર? મોક્ષમાં (સભામાંથી)
આ ચાર ગતિમાં જે દુઃબો ભોગવવાં પડે છે તે બધાનું કારણ આત્માએ આત્માના સ્વરૂપે ઓળખ્યો નથી.
દુઃખનાશક આત્મજ્ઞાન.
ભૂલથી થયેલું નુકશાન બે પ્રકારનું છે ૧. એક નુકશાન જેમ મકાનમાં આગ લાગીને નાશ પામ્યું, જાણ્યા પછી ભૂલ સુધારો તો કાંઈ વળે નહિ. ૨. બીજુ નુકશાન એક ચીજ નાશ પામી છે, અર્થાત્ ઢંકાઈ ગઈ છે. એવી ચીજમાં થયેલી ભૂલ તેનો સુધારો થઈ શકે છે. ભૂલ સુધાશે તો દુઃખ વેદન બંધ થઈ જાય આત્માને થયેલું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે.
જેટલો કાળ સંસારમાં કાઢો છો, તેમાં તેટલો તમારો કાળ નકામો જાય છે. એ વાત તમારી જાણ બહાર ન હોય.