________________
૪૨૮
: .
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩
'' '' - શરીરરૂપ ગુન્હેગારને તપસ્યારૂપ સજા કરનાર સાત્વિક આત્મા.” *.*
२४०१३-१, आत्माज्ञानं भवं दुखमात्मज्ञानेन हन्यते। तपसाप्यात्म विज्ञान हीनेष्छेत्तुं न शक्यते॥ આત્મરૂપ મૃગ કસ્તુરીઓ.
શાસ્ત્રકાર મહારાજા કળિકાળ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના હિત માટે શાસ્ત્રની રચના કરતાં જણાવે છે કે-આ જીવ અનાદિકાળથી રખડે છે અને સર્વ જીવો એક જ વસ્તુની ઇચ્છા કરી રહ્યા છે. એકેન્દ્રી, બેઈદ્રી, તેઈકી, ચૌરેન્દ્રી અને પંચેન્દ્રી સુધીના સઘળા જીવોની એક જ ઈચ્છા છે અને તે એ જ કે સુખ !!!
મુંડે મુંડે મતિર્ભિન્ના” મસ્તકે મસ્તકે જુદી જુદી મતિ છે, પણ આ વિષયમાં મતિભિન્નવાળો કોઈ જીવ જગતમાં નથી. ચારેગતિના જીવો, યા પાંચે જાતિના જીવોને એક જ વિષયમાં એક સરખી ઇચ્છા છે. બાળ યા વૃદ્ધને આ એક જ ઇચ્છે એક સરખી છે. એક વાત ધ્યાનમાં રાખોકસ્તુરીયા મૃગની નાભિમાં કસ્તુરની સુગંધ અને કસ્તુરી પણ છે. શ્વાસ દ્વારાએ સુગંધ બહાર નીકળે છે અને પવન દ્વારાએ અંદર પેસે છે. જે બાજુની હવા જોરથી ફુકાય તે બાજુ તે સુગંધની લાલચથી દોડે છે. તે સમજે છે કે આ બાજુથી સુગંધ આવે છે, પણ પોતાની ઘૂંટીમાંથી આવે છે તે તેને માલમ નથી. . . .
. તેવી જ રીતે આ આત્મારૂપી મૃગ કસ્તુરીઓ સુખરૂપ સુગંધરસથી ભરપૂર ભરેલો છે. આ આત્મા સુખમય નહોત તો સિદ્ધ અવસ્થામાં સુખનો વખત જ નથી. શાસ્ત્રકારોએ અનંત અવ્યાબાદ સુખ સિદ્ધપણામાં છે અને તે શાસ્ત્રમાં લખાયું છે; અને યુક્તિ યુક્ત પણ સિદ્ધ છે. આ
તે શાશ્વતસુખ પાંચ ઇંદ્રિય પૈકી એક ઇંદ્રિયથી વિષય ગમ્ય નથી. ત્યારે તે સુખ કયું? અને તે સુખ અનુભવાય શાથી? આત્માનું સ્વાભાવિક સુખ સિદ્ધ છે, અને તેથી જ સિધ્ધિમાં પણ સુખ માની શક્યા. આ આત્મારૂપ મૃગ કસ્તુરીયામાં સુખરૂપ કસ્તુરી રહેલી છે. સુખ સ્વભાવ.
. . . . . . • ભ્રમિત મૃગ હવામાંથી કસ્તુરીની ગંધ દેખતો હતો તેવી રીતે આ આત્મા પણ કે પુદગલરૂપ પવનથી પ્રેરાયેલી જડમાંથી સુખનો પિપાસુ બન્યો હતો અને છે. જડમાં સુખ નથી, પણ જડદ્વારાએ સુખ માની બેઠા છે. આત્માનો સંપૂર્ણ સુખ સ્વભાવ હોવા છતાં આત્મા ભ્રમિત બન્યો છે. આત્માના ગુણો અંતરાયાદિ કર્મોએ રોક્યા છે. સુખને રોકનાર કોઈ કર્મ સુખાવરણી સુખાન્તરાય કર્મ છે ? (સભામાંથી) નહિ. આત્માનો જ્ઞાન-સ્વભાવ રોકનાર જ્ઞાનાવણી, દર્શનસ્વભાવ, રોકનાર દર્શનાવર્ણ ઈત્યાદિ પણ સુખને રોકનાર કોણ ? આઠમા કર્મમાં કેમ અગરકર્મની ઉત્તર પ્રવૃત્તિમાં એક પ્રકૃત્તિ સુખાવરણીય નથી. જો રોકનાર કર્મ સાબિત નહિં કરી શકો તો સુખ સ્વભાવ આત્માનો નથી એમ કબુલ કરવું પડશે. કાં તો સુખાવરણીય કર્મમાંનો અને કાંતો સુખસ્વભાવ આત્માનો નથી એમ માનો?