________________
• • •
૪ર૭. * શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩ ૮. પધારો જૈન શાસનના અનુપમ ઉન્નત્તિકારક સૂરીશ્વર નેહથી કરશું અમે સૌ આપને વંદન !!! ૯. શૈલાના-નરેશ, પ્રતિબોધક, પવિત્રાગમ-વાંચના-દાતા, માલવદેશોદ્ધારક, સકલશાસ-પારંગત જૈનાગમ
રહસ્યવેદી, વાદીગજ-કેશરી, સૂરીપુંગવ આચાર્ય ભગવાન શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી ભલે
પધારો. ૧૦. જડવાદના જમાનામાં સમય ધર્મની ઘેલછાનો મદ ઉતારનાર, સદ્ધર્મ-સચોટ પ્રરૂપક, શાસનના
શીરતજ, નિર્મલતરચરિત્ર સંપન, તત્વ-મહોદધી આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી ભલે
પધારો. ૧૧. પવિત્રાગમ-વાંચનદાતા, વાદીમદ અમોઘ મોગર, શાસનમાં અજોડ સુભટ, આગમનાં અખંડ અભ્યાસી આગમોતારક આચાર્ય ભગવાન શ્રીમદ્ સાગરાનંદ સુરીશ્વરજીને કોટીશઃ વંદન હો.
દર્શનાર્થે તેમજ જોવાને ઉત્સુક બનેલો ઉભરાતો માનવ મહાસાગર, વોલંકીઅરકોરનું બેંડ, ઠામ ઠામ ગહુલી, ચોખા, શ્રીફળ અને રૂપાં-સોનાના ફુલોની વૃષ્ટિ તેમજ-નવી ઢબના વાવટાઓ, તોરણો, આકર્ષક કમાનોથી અપૂર્વ રીતે નવાયુરાને નવીનપુરી બનાવી દીધી હતી.
તાણાના ભાઈઓ તરફથી શ્રીફળની પ્રભાવનાં તેમજ સાકરનાં પાણી પાવામાં આવ્યા હતાં. વાપુરાના શાસનરસિક ભાઈઓની ઉછળતી ઉમીનું વર્ણન કરવું અશક્ય હતું. એટલામાં ગોશીપુરાથી અનેક ભવ્ય સાંબેલા સાથે સરઘસ નવાપુરે આવી પહોંચ્યું. ડંકા, નિશાન, ઘોડેસવાર, વોલન્ટીઅર કોર તથા અનેક સાંબેલાઓથી સજજ થઈ સરઘસ મેઈનરોડ આવી પહોંચ્યું. માનવમેદનીથી રસ્તો ઉભરાઈ ગયો અને વાહનોનો વહેવાર બંધ કરવો પડ્યો. નવાપુરામાં પ્રવેશ કરતાં જ શાસનરસિક આત્માઓની ગહેલીઓની શરૂઆત થઈ ચુકી જે વખતનો દેખાવ વર્ણવ્યો જાય નહિ તેવો હતો. તેમાં વળી અધિક આશ્ચર્ય કરતો એક દેખાવ તો સહુનું ધ્યાન ખેંચતો હતો. શ્રી આચાર્ય ભગવાનની અમોઘ દેશનાના પ્રતાપથી પ્રતિબોધ પામેલા જાણીતા ક્ષત્રી-કુલનાં વખારિયા કુટુંબના નબીરા ભાઈ શ્રી જેક્ટીસનભાઈ લલ્લુભાઈ વખારિયા પોતે જાતે પૂ. શ્રી આચાર્યદેવની ગહુલી કરવાને આવ્યા. તે વખતના દેખાવે સહુને ધ્યાનસ્થ બનાવી દીધો હતો. ભાઈ શ્રી જેકીશનભાઈએ આચાર્ય ભગવાનની ગંહલી સોનાની ગિની મુકીને કરી હતી, તેમજ મોતીના હીરા તેમજ માણેકથી વધાવીને શ્રી આચાર્યદેવનું પૂજન કર્યું હતું તે દેખાવ સહુને અજબ આકર્ષક હતો. ત્યાંથી અનેક ગંડુલીઓથી સ્વાગત કરાતાં સૂરીસમ્રાટ નવાપુરાને ઉપાશ્રયે પધાર્યા હતા. જ્યાં અમૃતમય દેશના આપી.
નવાપુરાને ઉપાશ્રયે આવતાં તે પરાના સંભાવિત ગૃહસ્થો શ્રવણના અભિલાષી હોવાથી તે ઉપાશ્રયમાં નીચે મુજબ દેશના દીધી હતી.
વેદની એ ટુંક નંબરના ચશમા. હૃદયભેદક દુઃખની ઉત્પત્તિ ક્યાંથી?