________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩
શાસ્ત્રકાર ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીજી ભવ્ય જીવોના હિતને માટે ધર્મોપદેશ દેતાં જણાવે છે કે આ સંસારમાં તરણ તારણહાર ચીજ એક જ છે અને તે ધર્મ, ધર્મ એ નથી તો ખાવાની ચીજ નથી પીવાની ચીજ, નથી ઓઢવાની ચીજ ત્યારે ધર્મ એ છે શું ?
૪૨૬
દુર્ગતિમાંથી પડતા જીવોને ધારણ કરી સદ્ગતિમાં સ્થાપન કરવાનું સામર્થ્ય જો કોઈમાં પણ હોય તો તે ધર્મ.
તે ધર્મ તીર્થંકરદેવના વચન અનુસરતો હોય, કશ, છેદ અને તાપ આદિથી વિશુધ્ધ અને મૈત્ર્યાદિ ભાવ સંયુક્ત હોય તે ધર્મ કહેવાય છે. તે ધર્મની સિદ્ધિમાં અનેક દાખલા, દલીલ, હેતુ, યુક્તિ પુરસ્કરની સિદ્ધિ વિસ્તારપૂર્વક કથન કરી હતી, પણ સ્થળ સંકોચને લીધે અમે તે અત્રે આપી નથી.
ઉપર મુજબ દેશના પૂરી થયા બાદ આવેલ શ્રોતાઓને પ્રભાવના આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રભુ મહાવીરદેવના જયનાદ સાથે સર્વ સામૈયામાં આગળ ચાલ્યા.
હરીપુરાથી નવાપુરા એક સરખી રીતે શણગારવામાં આવ્યા હતાં. જેમાં નીચેના એક પછી એક સ્વાગત-તોરણોરૂપે દૃષ્ટિગોચર થતાં હતાં, સ્વાગતના તોરણો રંગબેરંગી અને એટલાં બધાં હતાં કે આકાશ અવલોકન મુશ્કેલ હતું.
૧. શાસનનાં સાચા સમ્રાટ, નિર્મળતર ચારિત્ર સંપન્ન, શાસન માન્ય, પરમતારક શાસન-શિરતા જ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વર જયવંતા વર્તો.
૨. શાસન-સંરક્ષક દિવ્યજ્યોતિર્મયી કુમતભંજક, પરમગુરૂદેવ, વર્તમાન શ્રુતના માલીક આચાર્ય મહારાજાધિરાજને કોટીશઃ વંદન હો.
૩. ભવ્યનેત્રામૃતાંજન નાસ્તિકમત-ખંડક શાસન-શિરતાજ જગત્રયવ્યાપી યશવર્તી પરમતારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજધિરાજ જયવંતા વર્તો.
૪.
સકલશાસ્ર-પારંગત, જૈનાગમ-રહસ્યવેદી, વાદીગજ-કેશરી, સૂરીપુંગવ, તીર્થરક્ષક, મહાન જૈનાચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી ચીરંકાલ જયવંતા વર્તો.
૫. જંગમકલ્પતરૂ, પરમપ્રતાપી સ્વનામ-ધન્ય, સ્યાદ્વાદ-સિદ્ધાંત-સુધાસ્રાવી, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી જયવંતા વર્તો.
૬. આત્મિક સ્વરાજ્યના સેનાનાયક શાસન સમ્રાટ પરમપ્રતાપી સ્વનામ ધન્ય પૂજ્યપાદ આચાર્ય ભગવાન ચીરંકાલ જયવંતા વર્તો.
૭.
વીસમી સદીના જડવાદના જમાનામાં સમયધર્મની ઘેલછાનો મદ ઉતારનાર, આત્મવાદની પ્રરૂપણા કરનાર શાસન સંરક્ષક પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવાન શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી ભલે પધારો.