________________
જીવનને જીવી જાણનારા !!!
નાગરિકો વગરનું સર્વ સમૃદ્ધિથી ભરપુર નગર તે નગર નથી પણ સૂનું મશાન અગર ભયંકર વેરાન છે, જીવ વગરનું સુંદર લાવણ્યમય સર્વ ઈદ્રિયોથી સંપૂર્ણ શરીર તે મનુષ્ય? ના, ના, મનુષ્ય નહિ પણ મશાણમાં જવા લાયક મડદું, પર્વત પરથી નીકળતો નિરંકુશ પાણીનો પ્રવાહ ગામ, નગર, મહેલ, મનુષ્ય વિગેરેને જમીનદોસ્ત કરનાર તે જીવન પ્રવાહ નહિ પણ પ્રચંડ પ્રલયકાળ છે, તેવી રીતે આત્મિક શારીરિક અને આર્થિક શક્તિનો વ્યય કરીને વધારેલો અને વર્તમાનમાં વૃદ્ધિ પામતો વિદ્યાભ્યાસ વિવેક અને વિશુદ્ધ વર્તનથી વિમુખ રહેલો હોય તો તે વાસ્તવિક વિદ્યાભ્યાસ નથી પણ વગર નોંતરેલો વિનાશકાળ છે !!!
જગત્મસિદ્ધી પામેલ વિવિધ વિદ્યાઓ, વિશાળ વિજ્ઞાનો અને ક્રોડો કળાઓનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થયું બલ્ક અપ્રસિદ્ધ એવા યંત્ર મંત્ર અને તંત્રના અનેકવિધ પ્રયોગોના તીક્ષ્ણ જ્ઞાનમાં નિષ્ણાત થયેલ વિવેક અને વર્તનથી વિમુખ થયેલા કેળવાયેલા કુનેહબાજો પણ ડગલે અને પગલે પરાજ્યની પરંપરા પામ્યા, પામે છે અને પામશે તે સર્વને અનુભવ ગમ્ય છે.
જે સુખની પાછળ દુઃખ ડોકીયા કરે-તે સુખ નહી પણ દુઃખ, જે યશની પાછળ અપયશ આંટા મારે-એ-યશ નહી પણ અપયશ, જે ઉદયની પાછળ અસ્તની અણધારી આફતો ઉભરાય તે એ ઉદય નહિ પણ અસ્ત, તેવી જ રીતે જે વિજયની પાછળ વગર વિલંબે પરાજયનાં પનોતાં પગલાં પધારે એ વિજય નહી પણ પરાજય, માટે વસ્તુતઃ વિજય વરમાળને વરેલા વિદ્યાભ્યાસીઓએ વિતરાગ પ્રણિત વિવેકી વર્તનની પ્રાથમિક પ્રાપ્તિથી પરિસમાપ્તિ સુધી તદનુસાર પરિશીલન અને સંરક્ષણ કઈ હદમાં મુકવા જોઈએ; કે જે પ્રભુમાર્ગ પ્રણિત વિવેક અને વર્તનકારાએ વિજયની વિવિધ પરંપરાઓને પ્રાપ્ત કરી સર્વદા સર્વત્ર સ્થાને અખ્ખલિતપણે વિજયના વધામણાંથી વશીકરણ કરે.
વિશુદ્ધ વિદ્વાન વસુધાને વિવેક વાયરાથી વાસિત થયેલું અને વિશુદ્ધ વર્તનના વારિ પ્રવાહથી વિમળ થયેલા જીવનને જીવી જાણનારા પુણ્યાત્માઓની આજે પ્રભુ શાસનના સમર્થ સંચાલકો સુવર્ણાક્ષરે નોંધ લેશે.
ચંદ્રસા.