________________
ડૉ સમાલોચના
નોંધઃ-દૈનિક સાપ્તાહિક, પાક્ષિક, માસિક પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો, આક્ષેપો, અને જિજ્ઞાસાના સમાધાનો અત્રે છે. તમારા પ્રશ્નનો જવાબ નીચે મુજબ છે.
શ્રી ઉત્તરાધ્યયનના ૨૩ માં અધ્યયનમાં જ વેષની વાતમાં બન્ને પક્ષકારોએ મહત્તા સ્વીકારી છે, અને તેઓમાં અચેલક ચેલકપણાનો જ માત્ર વિવાદ હતો; અર્થાત્ સમ્યગ્દર્શનાદિ અને મોક્ષ કહેનારાઓએ જ મોક્ષનો રાજમાર્ગ સમ્યગ્ દર્શનાદિ સાથેનો સાધુવેષ જ માનેલ છે એ વાત વિચારવાથી વેષની વાતમાં તમોને થતી વિડંબના શમી જશે.
૧
૨
૩.
૪
૫
તમને ખબર નહિ હોય કે ગૃહસ્થ અન અન્ય લિંગવાળાને જે મોક્ષ ગણ્યો છે તે આકસ્મિક સંયોગ, વર્તન વિચારમાં આસ્માન જમીનનું અંતર, એ બેને આભારી હોવા સાથે માત્ર ટુંક સમયને માટે ન હોઇ તેમજ વધુ ટાઇમ થાય તો સાધુવેષ લેવો પડે એવું દરેક જૈન શાસ્ત્રકારોએ મુખ્યમાર્ગે સંસાર ત્યાગવાળા સાધુલિંગથી મોક્ષ માન્યો છે.
મોક્ષ પ્રાપ્તિની સાથે ઉચ્ચતર સદગતિને પ્રાપ્ત કરવાનો અધિકાર પણ ગુણસંપન્ન એવા સાધુવેષવાળાઓએ હસ્તગત કર્યો છે.
એટલું તો તમારે જરૂર માનવું પડશે કે ગૃહસ્થનું જીવન અને ગૃહસ્થનો વેષ સાચી સાધુતાને પૂરેપૂરો બાધક છે. કદાચ તેમ માનવા ન દોરાઇએ તો પણ તે સાધુતાના સાધકો તો નથી જ. જ્યારે સાધુપણાનો વેષ સાચી સાધુતાને કાંઈપણ અંશે બાધક ન થતાં સંપૂર્ણ રીતે સાધક જ છે અને જો એમ છે તો પછી સાધુતાના અર્થિને સાધુવેષ જરૂર લેવાલાયક છે એમ કહેવામાં જ
ડહાપણ છે.
૬
તમારું આ સ્થાને એ હકીકત ઉપર ધ્યાન ખેંચવું જરૂરી છે કે ભગવાન મહાવીરે અઠ્ઠાવીસ વર્ષ થયા પછી બે વર્ષ ત્યાગ કર્યા વિના ઊંચી ભાવના અને ઉચ્ચ વર્તન રાખ્યું છતાં શાસ્ત્રકારોએ તે વર્ષો સાધુપણાના હિસાબમાં ન ગણ્યાં. કુદરતથી સાધુપણાની સાથે થનાર મન:પર્યાય જ્ઞાન પણ ન જ થયું. એ વાત જો તમે સમજ્યા હોત તો સાધુતાના ચિહ્નરૂપ સાધુના વેષ કે તેના ત્યાગ અને જ્ઞાનની કિંમત બરોબર જ કરત.
શાસનપ્રેમી લોકોને સત્યની પ્રીતિને ગવેષણા તેનો હજારમો ભાગ પણ સુધારકના નામ સગવડીઓ પંથ સાચવી શાસન અને તેના સેવકોને ખોટી અને અધમ રીતે અસભ્યતા અને અસત્ય રસ્તે સતાવનારાઓમાં જણાવ્યો નથી, જણાતો નથી અને જણાવવાનો સંભવ પણ નથી. જો આ વાત ખોટી કરવા તમે સુધારકોના અત્યાર સુધીના લેખોની સત્યતા સાબિત કરી આપવા જોખમદારી લઈ આવતો હો તો ખરેખર ખાસ ખુશીનો પાર રહેશે નહિ.
૭ વડોદરાનો મુસદ્દો વાંચવાને તસ્દી ન લીધી હોય તો તસ્દી લઈને વાંચી જોવાની જરૂર છે અને બરોબર ધ્યાન દઇને વાંચવાથી તમને માલમ પડશે કે તે મુસદ્દો નાટકીયાના વેષને રોકતો કે શિક્ષાપાત્ર ઠરાવતો નથી પણ જેથી સંસાર ત્યાગ થાય અને ધર્મ ધ્યાનમાં રહેવાને પ્રતિજ્ઞા થાય એવા વેષવાળી દીક્ષાને જ રોકે છે.
આ હકીકત વિચારતાં જો તમો પ્રભુ મહાવીરના માર્ગને ઓળખો તો સમાલોચક પ્રયત્નની (રાજનગર-પત્ર.)
આપાક્ષિક ધી ‘જૈન વિજયાનંદ’પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્રપ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.
સફળતા ગણે.