________________
૪૨૪
શ્રી સિદ્ધચક
તા. ૨૩-૬-૩૩ સમાધાન- છુટો ન હોવો જોઈએ એવી શાસ્ત્ર મર્યાદા છે. પ્રશ્ન ૪૩૩- સામાયિક લીધા પછી બે ઘડી બેસવું પડે છે પરંતુ કદાચ કોઈને બે કલાક બેસવું હોય
ને એકજ સામાયિકથી જ ચલાવવું હોય તો ચાલી શકે કે નહિ ? સમાધાન- ચાલી શકે અને કરેમિ ભંતેમાં “જાવ સાહુ”નો પાઠ અંગીકાર કરે. પ્રશ્ન ૪૩૪- ધારણા વગર ત્રણ કલાક બેસી રહે તો ચાલી શકે ? સમાધાન- ના; પાપમય કાર્ય પરિહરવાની અને રત્નત્રયી આરાધવાની પ્રતિજ્ઞા તો થવી જ જોઈએ. પ્રશ્ન ૪૩૫- પોસહ લીધા પછી સામાયિક શા માટે ઉચ્ચરાવાય છે ? સમાધાન- સામાયિકના લાભથી વંચિત ન રહે તે માટે. પ્રશ્ન ૪૩૬- પોસહમાં તમામ પાપકાર્ય બંધ થાય છે છતાં સામાયિક ઉચ્ચરવાની જરૂર શી? સમાધાન- એક જ અનુષ્ઠાનમાં બે વ્રતની સાથે આરાધના કરવાની જોગવાઈ શાસ્ત્રકારે રાખી છે. પ્રશ્ન ૪૩૭- દ્વારિકાનો દાહ કરનાર દ્વિપાયન ઋષિ ઓગણીસમો તીર્થકર સમજવો કે કેમ? તીર્થંકર
થવાના હોય તે પણ શું આવું પાપ કરે કે કેમ? સમાધાન- તીર્થંકર થવાના છે તે ઉપર્યુક્ત દ્વિપાયન નહિ પણ બીજા દ્વિપાયન છે, પ્રાતઃ તીર્થંકરો
તેવા પાપ કરવાવાળા હોતા નથી. પ્રશ્ન ૪૩૮- આવતી ચોવીશીમાં શ્રી આણંદ શ્રાવકનો જીવ આઠમા પેઢાલ તીર્થકરે થશે એવું જે લખ્યું
છે તે આણદાંદિ દશ શ્રાવકો તો દેવલોકમાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહમાં અવતરી દિક્ષા લઈ મોક્ષે જશે એમ જણાવ્યું છે તો પછી તીર્થંકર થશે
તે આણંદ કયા ? સમાધાન- દશ શ્રાવક પૈકીના આણંદ શ્રાવક તીર્થંકર થવાના નથી. પ્રશ્ન ૪૩૯- દેવના મનુષ્યની સ્ત્રી સાથે સંજોગ કરી ઔદારિક પુદગલો પરિણાવી. ગર્ભ ઉત્પન્ન
કરી શકે કે કેમ? સમાધાન- ઔદારિક પુદગલો લઈ તે કાર્ય કરવાની તાકાત તે દેવોમાં છે. પ્રશ્ન ૪૪ - વાસુદેવની બોતેર હજાર સ્ત્રીઓ અને સુબાહુ કુમારને પાંચસો સ્ત્રીઓનો ભોગવટો
કરનાર તે પુરુષો તમામ વૈક્રિય લબ્ધીવાળા પ્રાયઃ નહોતા તો પછી તમામ સ્ત્રીઓ પાસે
કેવી રીતે જઈ શકે? વાસુદેવ માટે તો ભારે? આશ્ચર્ય છે તેનું કેમ. સમાધાન- ઉપરની બિનમાં વાસુદેવ નહિં પણ વસુદેવ છે; તપથી જેમ લબ્ધિ થાય છે તેમ તપથી
શક્તિ થાય તો આશ્ચર્ય શું?