________________
૪૨૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૩-૬-૩૩ પ્રશ્ન ૪૨૪- સ્વરૂપ સમજ્યા વગર હા ભણે તો વાંધો શો ? સમાધાન- સ્વરૂપનો અજાણ સોનાને પિત્તળ કહે પિત્તળને સોનું કહે તો વાંધો શો? અર્થાત્ વાંધો છે. પ્રશ્ન ૪૨૫- સ્વરૂપ સમજ્યા વગર જ્ઞાની ઉપર વિશ્વાસ રાખવો તે શું ઉચીત નથી ? સમાધાન- જે જ્ઞાની ઉપર વિશ્વાસ રાખીએ તે સ્વરૂપ સમજે છે એવો નિર્ધાર હોવાથી તે જ્ઞાની
ઉપર વિશ્વાસ રાખવામાં લવલેશ વાંધો નથી. જેમ જગમશહૂર ચાર્ટર બેંક સો ટચ સોના
ઉપર જ પોતાની છાપ મારે છે. પ્રશ્ન ૪ર૬- દેવવંદન માળામાં ચૈત્રીના દેવવંદનમાં શ્રી જ્ઞાનવિમલસૂરિજી “દશ વીસ ત્રીસ ચાલીસ
પસાસ.” આ પ્રમાણે પાંચ જોડામાં પાંચવાર ચડતા ચડતા લાવ્યા છે તો તે કોઈ
શાસ્ત્રમાં છે કે પોતાની ઈચ્છાનુસાર છે ? સમાધાન- તે બિના શ્રી શત્રુજ્ય કલ્પમાં છે. પ્રશ્ન ૪૨૭- કૃષ્ણ મહારાજ ક્ષાયક સમ્યકત્વના માલિક હોવા છતાં બલભદ્રને અહીં મોકલી
મિથ્યાત્વની વૃદ્ધિ કેમ કરાવી ? લાયક સમકિતી મિથ્યાત્વની વૃદ્ધિ કરાવે ખરા ? સમાધાન- દેખાવ માટે એટલે નરક સંબંધી પીડા વગેરે દેખીને શત્રુઓ રાજી થતા હતા તેથી
શત્રુઓને અંગે બલભદ્ર પાસે મિથ્યાત્વીની વૃદ્ધિ, કરાવી હતી. પ્રશ્ન ૪૨૮. વંદન લતાં બીજી વાર આવર્સીટીઆએ નહિ બોલવું તેનું કારણ શું? આવસહીઆએ
એનો અર્થ તો વંદારૂ = વૃત્તિમાં અવશ્યકાર્ય, વિ.જે. ક્રિયા તે હેતુ વડે આસેવાના
ઈત્યાદિક છે તો તે બીજી વાર વાંદણામાં આવસ્યહીઆએ કહેવામાં શી હરકત છે ? સમાધાન- કારણ પુરસ્સર નીકળવાનું હોવાથી, અને બીજી વખત અવગ્રહમાં રહેવાનું હોવાથી
આવસ્સીહાએ પદ ન કહેવાનું ફરમાન ઉચીત જ છે. પ્રશ્ન ૪૨૯- ચોલપટ્ટા આગરણ એમ જે બતાવ્યું છે તો ગૃહસ્થ આવે તો ચોલપટ્ટો ઉભો થઈને પણ
લે તે પચ્ચખાણ ન ભાંગે એ અર્થ પ્રમાણે મુનિઓ આહાર કરતાં નગ્ન રહેતા હશે
કે કેમ ? અથવા ચોલપટ્ટા આગાર કયા ઉપયોગમાં લેવો ? સમાધાન- અપ્રાવરણના અભિગ્રહવાળા માટે આ “ચોલપટ્ટા આગાર” ઉપયોગમાં લેવાનો છે. પ્રશ્ન ૪૩૦- ઉપવાસના પચ્ચખાણમાં સૂરે ઉગ્ગએ અભટ્ટ અને એકાસણાદિમાં ઉગ્ગએ સૂરે એ
બેમાં ફેરશો ? સમાધાન- સૂર્ય-ઉદય પહેલાં જે પચ્ચખાણ ધારી શકાય તેમાં “ઉગ્ગએ સૂરે” અને સૂર્ય ઉદય
પછી પણ ધારી શકાય તેમાં “સૂરે ઉગ્ગએ” કહેવાય છે. પ્રશ્ર ૪૩૧- દિવસના પૌષધમાં ઓછામાં ઓછું પચ્ચખાણ એકાસણું કરવાની પ્રવૃત્તિ છે છતાં
કદાચ કોઈ બેસણું કરે તો તેનાથી પૌષધ થાય કે નહિ ? સમાધાન- તેને (તપસ્યા) લીધે જો પૌષધ રોકાય તો જ કરાવાય છે. પ્રશ્ન ૪૩૨- સાંજે પૌષધ કરનારને ઓછામાં ઓછું એકાસણું જોઇએ કે બેસણું, અગર છુટો હોય
અને પૌષધ કરે તો પણ ચાલે ? શાસ્ત્રમર્યાદા શી છે ?