________________
૩૯૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩ સમાધાન - પુત્ર સમાધિ કરાવે એવું ક્યાંથી લાવ્યા? છોકરો તો ધર્મ સંભળાવશે કે કર્મ સંભળાવશે,
એ જરા શાંતિથી વિચારો તો મારે સમાધાન પણ નહિ આપવું પડે. પ્રતિક્રમણ, સામાયિક, પૂજા ઉપધાન કરતાં શીખવો ત્યાં સુધી મહારાજ આવ્યા તે સારું થયું પણ ચોપાટ અણી શુદ્ધ રહે ત્યાં સુધી પણ જો તેમાં જરાક આઘીપાછી થાય ચતુર્થવ્રતાદિ લેવા તૈયાર થાય પછી જુઓ ! ! ! એ ભાવના કેમ નથી આવતી કે હું તો ન તૈયાર થવા પ ળરો તૈયાર થયો તે સારું થયું, મારું કુળ ઉધર્યું એ કલ્પના આવવી મુશ્કેલ છે જીરણ શેઠના ફળની ઇચ્છા થાય છે છતાં તેમની નિસરણી જુદી હતી એ કેમ લક્ષમાં આવતું નથી ? કહો કે આપણી નિસરણી કુદી છે જે જીવોને પોતાના
આશ્રિતોને ધર્મ માર્ગે જોડવાની બુદ્ધિ નથી તે બધા વિશ્વાસ ઘાતી છે, . જે જીવ જગતના સર્વ સાનુકૂળ સંજોગને લાત મારીને તમારે ત્યાં તમારા કુળમાં આવે છે તેવા સગીરોના વિશ્વાસના આજે તમે ઘાત કર્યો છે. શ્રાવક, જૈનકુળ વિગેરે વિશેષણની જાહેરાત કરનારા આજે વિશ્વાસઘાત કરે છે એ વાડ ચીભડાં ગળે છે તેના જેવું છે. છોકરાં કહે છે કે મામા હું માંદો પડ્યો હતો તે વખત તેં કીધું હતું કે જો તું સાજો થાય તો હું આભ જેસી રોટી ચડાઉં. સાજો થયાં છતાં રોટી કેમ ચડાવતી નથી? બેટા ! ખુદા આભ જેસા તવા ભેજ જબ મેં રોટી કરકે ચડાઉ, આભ જેવો તેવો મોકલે ત્યારે ખુદા રોટી મેળવે. માટે રોટી લેવી હોય તો ખુદાએ તેવો તવો મોકલવો જોઈએ ત્યારે તે મુસલમાન બાઇ કહે કે બેટા ! ખુદાને મેં ફોસલાવ્યા હતા. ખુદાને ફોસલાવવાવાળા પણ જન્મે છે ! ! ! તેવી રીતે આપણે પણ ત્યાગમાં કલ્યાણ, સંયમમાં કલ્યાણ પણ એ બધું કહેવાનું પણ કરવાનું નહિ. ભોગની છાયા પડી ન પડી એટલામાં તો સગીરોને જબરજસ્તીથી ભોગના સંસ્કાર આપી દઈએ છીએ આનું કારણ શું ? ત્યાગના સંસ્કાર અને કલ્યાણ દ્રષ્ટિ ખસી ગઈ છે તેથી જ ! છોકરાં ન હોય તો શું વિચારો છો ? હોય તો ભગવાનના શાસનની સેવામાં સમર્પણ કર્યું અને જન્મ એટલે ? બીજી જ આભિલાષા. આજે ભાવદયા નાસી ગઈ છે. ભવ્ય મનોરથો
આ ભાવદયાની ગેરહાજરીમાં આજે આ બધુ તોફાન મચી રહ્યું છે !!! | : ચારગતિના સકંજામાંથી કેમ છુટી જવાય સંપૂર્ણ ગુણ કેવી રીતે પ્રગટ કરાય કર્મની જાળમાં ન સપડાઇએ એ બધા ભાવદયાળુંના ભવ્ય મનોરથો છે.
- જૈન તેનું નામ કે જે ભાવદયાને અગ્ર પદ આપે. દ્રવ્યદયા તે જ કે જે ભાવદયાનો ભોગ ન લે, અને તે જ દ્રવ્યદયા પણ તે કર્તવ્યરૂપ છે કે જે ભાવદયાને આંચકો ન આપે અને આથી કુટુંબ સંભાળવું, ઘર સાચવવું તે આર્તધ્યાન અને દેરાસરો સાચવવાં તે ધર્મધ્યાન, દેરાની છાપ મારવા માત્રથી ધર્મધ્યાન નથી થયું પણ જિનેશ્વરની આ ત્યાગ મૂર્તિ દેખીને હું ત્યાગી થાઉં બીજા દેખીને પણ તે જ રસ્તે જાય આવી ભાવના વાળાઓની ભાવના ધર્મ ધ્યાનમાં છે આ ધ્યેય કેટલામાં છે.
મંદિર ચણાવવું, મૂર્તિ બનાવવી તે નકામી નથી કારણ લીટા કાઢે તે વખત નકામું નથી. પણ કહેવાય લીટા. એવા લીટા કાઢનારને નામું કરનારો ન કહેવાય. જો કે નામું કરનારાઓ પણ લીટા વગર નામું કરવાવાળા થયા નથી. લીટાને લીટા સ્વરૂપે, હિસાબને હિસાબ સ્વરૂપે અને નામાને