________________
૩૯૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩ બનાવરાવી અને આપણે પ્રતિષ્ઠિત કરી પણ તે શા માટે? એક જ મુદાથી કે તે યોગમાર્ગના નેતા છે, ત્યાગમય જીવન ઝળહળતી સ્વરૂપ મૂર્તિ છે. એટલા માટે જ હું પૂજા કરું છું. ત્યાગ ધ્યેય પ્રધાન પ્રભુ માર્ગમાં સર્વ ક્રિયાઓ છે. માટે જ ભાવદયા
દેવીની ભાવપૂર્વક ઉપાસના કરો !!! ગુણઠાણાની ગહનતા.
ફલાણા દાવામાં હુકમનામું થઈ જાય, ફલાણા કેસમાં ફાવટ થઈ જાય તેવા ઇરાદાથી
પૂજનારા પ્રભુ માર્ગના ધ્યેયને ચૂકે છે. પ્રશ્ન - દાગીનાથી ભક્તિ શી ? સમાધાન - દાગીના મેળવવા માટે દાગીના પહેરાવતા નથી પણ દેવાધિદેવને દાગીના વિગેરેથી
પૂજીએ છીએ, તે ભાવદયાના લક્ષ્યથી પૂજીએ છીએ. ભાવદયાને સમજી શક્યો હોય તે જ ભાવદયાનું ફળ લઈ શકે છે. પણ અભવ્ય ભાવદયામાં આવી શકે જ નહિ. આપણા કુટુંબ માટે ધનનો કેવો વિચાર કરીએ છીએ. જો કે પુત્રાદિને આપ્યા પછી તેની શી દશા થશે ! એ તો આપણે અનુભવીએ છીએ. અભવ્યો પણ કુટુંબકબીલા માટે પૈસા માલ મિલકત વધારવા માંગે છે. ફલાણી જગાએ જવાથી કામ થશે એટલે ભવાંતરથી જે જીવો આવે છે તે તમારે ઘેર ત્યાગના ધ્યેયથી આવે છે. તેવાઓના વિશ્વાસઘાત કરવાનું કામ તમે આજે ઉપાડી લીધું છે !!! તમારું દરિદ્રીકુલ તે ભવ્યાત્માઓ શા માટે કબુલ કરે છે ? ફક્ત તમારે ત્યાંથી ધર્મ પામવા માટે હું ચક્રવર્તી પણ ન થાઉં એવી ભાવનાપૂર્વક આવે છે. તમે સંસારની કંડીના કકડા જેવા છો. કારણ કે માલમિલકતમાં, શરીરમાં, નિરોગીપણામાં બીજાઓ ધ્યાન દે તેમ તમો પણ દો છો. તમારે ત્યાં ભવાંતરથી તે જીવો કયા ભરોસે આવે છે ? ત્યાગ પામીશ. ત્યાગ પામવાના સાધનો છે એમ ધારી આવે છે ત્યાગ પણ ચૂકી જાય તેવા રસ્તા તમે ગોઠવો છો. તમારા સરકલમાં રહીને ત્યાગ કરે તો ઇષ્ટ તે સિવાય અનિષ્ટજુઠચોરી, હિંસાબંધ કરાવવા માગો તે બધું કયાં સુધી ? સંસારના સરકલનું રક્ષણ કરે ત્યાં સુધી. મહાજન મારા માથા પર પણ ખીલી મારી ખસે નહિ. સંસાર ચોપાટના ચાર ખૂણા અખંડ રહે તે સિવાય મારે પાલવે નહિ; ચોપાટનો ખૂણો ખસેડે તે દેવ ન જોઇએ, તેવા ગુરુ અને ધર્મ પણ ન જોઈએ. જગતભરના જીવો ત્યાગ માર્ગે જાઓ, અને જાય તે માટે જે રાજી છે તેવાઓને ચોથે પાંચમે કહી શકાય ત્યાગમાર્ગ પણ જાય તે સારું ન મનાય ત્યાં ચોથાના ચોક ન પુરાય. અર્થાત્ ત્યાગના ધ્યેય વગરની પોસહાદિ ક્રિયા કરે છતાં તે પહેલે ગુણઠાણે છે એમ કહેવું પડશે. ભોગની ભાવનાવાળા બધા
પહેલે જ છે. ગુણગણાની ગહનતા ગુરુગમ વગર સમજાતી નથી. ભાવદયાની ગેરહાજરી. પ્રશ્ન - સમાધિમરણ કરાવે માટે છોકરાંને દીક્ષા આપવી નથી ! એમ કહે તો?