________________
૩૯૭
નામાસ્વરૂપે ઓળખો ! ! ! કંટાળો શો ?
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩
ભવ્ય મનોરથવાંળાને પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ સમજવું પડશે.
ત્યાગમય ભાવના આવિર્ભાવ કરનાર મંદિર, મૂર્તિ અને આકાર સંપન્ન મુનિવરોની અખંડ અવ્યાબાધ રહો ! ! ! આ બધાં ત્યાગના બગીચા છે. આત્માને અખંડ શાંતિ સંપાદન કરવાના પરમધામો છે. સમજો કે કુટુંબોના માણસોને તમારે ઘેર તે જ માટે નોતર્યાં છે કે ત્યાગ કરો ! ત્યાગ કરો! બલ્કે ત્યાગની ભાવના કેળવો ! ! ! inો નિજ્ઞાારે એકાંત નિર્જરા કોણ કરાવે ? ઉપર પ્રમાણે પ્રશિપાદન પૂર્વક ભાવનાવાળું દાન હોય તો જ ભાવદયા આવે ત્યારે ચાર ગતિમાંથી કંટાળો આવે. ચાર પતિનો કંટાળો તેનું નામ નિર્વેદ છે. શું નિર્વેદનો અર્થ બે ગતિનો કંટાળો એમ કરવો છે ? દેવરિધ્ધિ અને વૈમાનિકદેવની સાહિબી ઉપર કંટાળો શી રીતે આવશે. જ્યારે ફૂટા હાંલ્લા, ભાંગીતૂટી ઝૂંપડી છોડવાનું મન નથી થતું તો પછી ઉચ્ચ પદવીઓમાં તો તમારું થાય શું ? કહેનારા દિવાના થાય પણ સાંભળનારા દિવાના ન થાય. એ ન્યાય નસેનસે તપાસજો કે આજની દુનિયાથી તમને કંટાળો ન લાગે પછી વૈજ્ઞાનિક દેવતાના ભવમાં તમને કંટાળો શો ?
મન ગમતાં લક્ષણો.
ભોગલાલસાની તીવ્ર ઇચ્છા રાખવાવાળાને મનુષ્યગતિ કંટાળારૂપ લાગે કેવી રીતે ? ચાલુ મનુષ્યભવ જેલ સમાન નથી લાગતો તેને આવતો ભવ જેલ સમાન શી રીતે લાગશે ? અને જેલ સમાન નહિ લાગે તો પછી દેવલોકમાં શી રીતે કંટાળો માનશો ? સીમમાં ખેતર નથી અને ગામમાં ઘર નથી, શરીરપર પુરાં લુગડાં નથી, પેટ પૂરતું અન્ન નથી છતાં મનુષ્યગતિ પર પણ કંટાળો આવતો નથી. સમજી રાખજો કે આજના રાજ્યોમાં તમો જે ગામમાં ઘર ચણો છો અને જેમાં રહો છો ત્યાં સુધી રહો પણ જાઓ ત્યારે મુકીને જાઓ. જેમ પાલીતાણા વિગેરે ગામમાં ખોરડાં ઝૂંપડાં પણ તમારાં નથી. તમે ધર્મને શાસ્ત્રકારોને ઠગો છો, લેવા દેવાનાં કાટલાં જુદાં રાખ્યાં છે. ત્યાગને મુખેથી વખાણો પણ કરવાનો વખત આવે ત્યારે ડુબકી મારી જાઓ.
સભામાંથી.
પ્રશ્ન-આચાર્યના ગોઠવેલા શબ્દો બોલીએ છીએ.
સમાધાન-આચાર્યના ગોઠવેલા છે તે શબ્દો બોલતાં નથી તે બોલો તો તે શાસ્ત્ર રીવાજને અંગિકાર કરવો પડે પરણવા જાઓ ત્યારે વરરાજાને શીખવાડીને માંડવાપર મા મોકલે પણ નાક ખીચે
તો ખસે નહિ અને કન્યા લાવે, પણ તમે તો અવસરે ભાગી જાઓ છો આથી કહેવું પડશે કે તમે કહેવાથી કરતા નથી, પણ ફાવટથી કરો છો; અને તમારે તેમ માનવું પડશે. નિર્વેદના ઝેરી ઝોકાં હોય ત્યાં સંવેગના સૂર નીકળે ક્યાંથી ? સમ્યક્ત્વના આચારથી પરાઙ મુખ થયાની જેમ તમારી પ્રવૃત્તિ શરૂ છે પછી મોક્ષ સિવાય તમો માંગતા નથી એ શા ઉપરથી માનવું, કારણ કે સમકીતના લક્ષણપૂર્વકની ક્રિયાઓ પૈકી એક ક્રિયા તમારામાં નથી. તમારે સમકીતના કેવા લક્ષણ પાડવા છે અનુકંપા ચાલુ જીવનમાં કંઇ હેરાનગીત ન થાય નિવર્વેદમાં નારકી અને તિર્યંચ ગતિના દુઃખોથી કંટાળો આવે, આસ્તિકતા પુણ્ય બંધાય તે સારું પાપ ન બંધાય આવી રીતના મનગમતા લક્ષણ સિવાય બીજા લક્ષણ