________________
૩૯૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩ અનુકંપા આવે પછી નિર્વેદ આવે પછી સંવેગ આવે અને પછી શમ રસમાં ઝીલે. તેજસ્વી કોણ?
દુનિયામાં દયા પામવાવાળા જીવો ઘણા છે દ્રવ્ય દયાના સાગર સમાન વિશેષણમાં ખપી શકે તેવાં ઘણા છે, બબ્બે બચ્ચાંને દુઃખી દેખી હરકોઈ રડે છે અને કકળે છે તો પછી માણસમાં દ્રવ્ય દયા હોય તેમાં નવાઈ જ નથી. સામાન્યથી દ્રવ્યદયા જગતમાં પ્રસરેલી છે. પણ દ્રવ્યદયાથી કંઇક ગુણી લાભદાયી ભાવદયા લાવવા માટે જૈન દર્શનનું ચારિત્ર આવવું જોઈએ-અર્થાત્ ભાવદયાના નિઝરણાં ઝરાવવા માટે જૈન દર્શન જગતમાં જન્મે છે.
દ્રવ્યદયા અને ભાવદયા આ બંનેમાં એજંસ્વી કોણ? જૈનશાસનમાં પ્રશ્ન કરવાનો હક સર્વને એક સરખો છે. શ્રી મહાવીર મહારાજા સરખા કથક અને ગૌતમ સ્વામી સરખા પ્રમ્રકાર. કદાચ તમે કહેશો કે સ્વયંશાસ્ત્ર રચનારા, ચાર જ્ઞાનના ધણી, ચૌદ પૂર્વી પ્રશ્નકાર અને જવાબ આપનાર કેવળ જ્ઞાની કેવળ દશ હોય ત્યાં શું જોઈને પ્રશ્ન કરતો હશે. પ્રશ્નને સ્થાન જ ક્યાં છે? ભગવતી આદિ સૂત્રમાં ઠામ ઠામ પર વેળા ઇત્યાદિ આ ઉપરથી સમજી શકશો કે તત્વબુદ્ધિથી, જીજ્ઞાસા વૃત્તિથી, લોકના ઉપકાર માટે પ્રશ્ન પૂછવાની હરકોઈને છૂટ છે. પ્રશ્રકાર તરીકે તમો ખુશીથી પૂછી શકશો કે ભાવદયા અને દ્રવ્ય દયામાં ફેર શો ? ભાવદયાનો ભાવવાહી ભરમ.
દ્રવ્યદયા કોને કહેવાય દ્રવ્યદયા તે જ કે જે કર્મથી આવી પડેલા દુઃખો દેખીને તેને ટાળવાનું મન થાય, ટાળવાના પ્રયત્નો થાય, અને તે દુઃખો સર્વથા દૂર કરાય તે દ્રવ્યદયા!તમે કદાચ કહેશો કે દુઃખ દુર કરવા માટે થતી દયા તે ભાવદયા કહેવી જોઈએ. કારણ કે દુઃખ એ ગુણ હોય તો તે ગુણ ભાવ પ્રધાન છે માટે તેને ભાવદયા કહેવી જોઈએ. અગર દ્રવ્ય એટલે પદાર્થ અને પદાર્થની દયા એટલે દ્રવ્યદયા હોવી જોઇએ તે તો નથી. ભાવ અને દ્રવ્ય શબ્દ અહીં પણ પ્રધાન તથા ગૌણની અપેક્ષાએ છે. આ વસ્તુ જ્યારે સમજશો ત્યારે માલમ પડશે કે તીર્થકરોએ લોચ, વિહારને ચોવિહાર વિગેરે, કેટલું સહન કરવાનું કહ્યું તે દુઃખના દરિયા ખડા કર્યા નથી? ભૂખ લાગી હોય ત્યાં ભૂખ્યા રહો, તરસ્યા થયા હો તો તરસ્યા રહે! અર્થાત્ દ્રવ્યદયામાં દીન થયેલા અને કંગાળ બનેલાને તે દુઃખમાંથી છૂટવાનું ન કીધું. ભૂખ લાગે તો બીજાને ખવડાવો પણ તમે ભૂખ્યા રહો, રોગ આવે તો રોગની દવા ન કરો પણ સહન કરો, દુઃખનો દરિયો સામે જઈને લાવવાનો કીધો, આવેલો હોય તો વારવાની મના કરી, અંત અવસ્થામાં પણ સંલક્ષણા કરી કાળધર્મ પામવા જણાવ્યું. ભાવદયાને જો ન સમજીએ તો તીર્થકરોનું આ કલ્યાણકારી કથન કાંતો જાલ્મી ગણીએ, પાણી હોય તો પીશો નહિ, ખાવાનું હોય તો ખાશો નહિ, હજામ હોય છતાં વાળ ઉખેડી નાંખજો. ભગવાન કેવા ! શરણે આવેલા પર દુઃખના દરિયા ઠલવે, મંગળ માનનારા, ચાર શરણ સ્વીકારનારાને આમ તરછોડે તેવાઓને ઉપકારી કઈ રીતે માની શકાય? કહે છે કે દુઃખના સામા પૂરે સામી છાતીએ જવામાં જ તમારું હીત છે બલ્ક જીવવાની પણ ઈચ્છા કરશો નહિ. આના જેવું બીજ ઘાતકીપણું કર્યું? આ બધી વાતનો ખુલાસામાં તો તેઓ ભાવદયાજ ભારપૂર્વક સમજાવે છે. માબાપ પોતાના એકના એક છોકરાને દેશપાર, દરિયાપાર મોકલે મરણ જીવનના જોખમ ખેડે, શા સારુ?પૈસાના લાભથી !દયા ખાઈને માબાપ છોકરાંઓને