________________
૩૮૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩ જીવાસ્તિકાયાદિ છ દ્રવ્યો નિત્ય માનીએ છીએ, તેનું કારણ ફક્ત એક જ છે કે તે કશા કારણથી બનેલાં જ નથી. છ દ્રવ્યો કોઈ કારણથી બનેલાં નથી માટે તે બધા નિત્ય છે. કોઈપણ કારણથી ન બને તે નિત્ય છે અને તેનો નાશ થતો નથી અને કોઈ કરી શકતો પણ નથી. અનાદિકાળથી આત્માનું રખડવું વગર કારણે છે કે સકારણે તે તપાસવું પ્રથમ જરૂરી છે.
સંસારમાં રખડવાનું કોઈ કારણ હોય તો જ આ આત્મા રખડે છે અને તે કારણને નાશ કરવાના યોગ્ય કારણ મળે તો જ રખડપટ્ટીનો નાશ થઈ જાય. આત્મા કોઈ કારણથી રખડે છે એ વાત સાચી છે, અને તેથી મોક્ષ પામ્યા એવું કહી શકાય છે. ભૂતકાળમાં મોક્ષ પામ્યા, ભવિષ્યકાળમાં મોક્ષ પામશે અને વર્તમાનમાં મોક્ષ પામે છે. જૈન આસ્તિક્ય
આ ઉપરથી આત્માનું રખડવું કારણસર છે અને તેથી રખડવું તથા તેના કારણે નાશ પામે છે. આથી સ્પષ્ટ થાય છે કે મોક્ષ નામનું તત્વ જે જુદું માન્યું છે તે પણ સકારણ છે. જીવનું વાસ્તવિક સ્વરૂપ એટલે મોક્ષ અને જીવ માન્યો એટલે શું મોક્ષ મનાઈ ગયો? જેમ સોનું માને તેને પીળાશ જુદી માનવી પડતી નથી. તેમજ જીવ સ્વરૂપ માને તેને મોક્ષ માનવાની જરૂર નથી એવું કહેશો તે કામ નહિ આવે. આત્માસંબંધી ધાર્મિક પ્રવૃત્તિ કોઈપણ માનો તે બધી મોક્ષ પર અવલંબેલી છે, જીવનું અનાદિથી રખડવાનું મટી શકે છે, તે રખટપટ્ટી મટાડવાના ઉપાયો છે, અનાદિ જીવોએ એ રખડવું મટાડયું છે સ્વર્ગ-નર્ક-પુણ્ય-પાપ અને જીવ માનો તો લૌકિક આસ્તિક્યથી જૈન દર્શનકારનું આસ્તિક્ય આગળ વધે છે. અર્થાત્ છ સ્થાનક માને ત્યારે ૧ જીવ, ૨ જીવ નિત્ય ૩ કર્તા, ૪ ભોક્તા, ૫ મોક્ષ, અને ૬ મોક્ષના ઉપાયો આ છ સ્થાનક વિશેષ માનવાથી જૈનદર્શનનું આસ્તિક્ય આવી શકે છે. જીવને માનવા માત્રથી, પુણ્ય પાપ ભાવ માનવા માત્રથી સ્વર્ગ નર્ક માનવા માત્રથી જૈન દર્શનનું આસ્તિક્ય નથી. . શમ રસમાં ઝીલે.
આસ્તિક ગણાવવામાં છ સ્થાન સ્વીકારવા પડશે. પદાર્થનું સ્વરૂપ જણાય અને તેમાં લાભ સમજાય એટલે તે લેવાની ઇચ્છા થાય છે. લેવાની ઈચ્છાના કારણે પદાર્થનું સુંદરપણું જાણવું છે અને છોડવામાં પદાર્થનું અસુંદરપણું જાણવું તે જ ગ્રહણ કરવાપણું અને છોડવાપણું છે. આ જ કારણથી માનવાની જરૂર પડે છે કે સમ્યકત્વની જડમાં પહેલું લક્ષણ આસ્તિક્યતા થવી જોઈએ.
જૈન દર્શનની આસ્તિકતા થયા વગર બીજા અનુકંપા નિર્વેદ સંવેગ અને સમ લક્ષણ પણ કામકરી શકતાં નથી. કહેવાની રીતિએ મુખ્ય તરીકે સમથીગૌણ સંવેગ, સંવેગથી નિર્વેદ ગૌણ, અને નિર્વેદથી અનુકંપા ગૌણ અનુકંપાથી આસ્તિક્યતા ગૌણ, અર્થાત્ મુખ્ય ગૌણ તરીકે તે શાસ્ત્રકથન અનુક્રમે છે; પણ ઉત્પત્તિની અપેક્ષાએ પશ્ચાનુપૂર્વીએ એટલે પહેલી આસ્તિક્યતા આવે પછી,