________________
૩૯૧.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩ ઘેર કેટલાએ રાખ્યા? ખાવા પીવાનું દુઃખ વેપારી વેપારમાં ગણતો નથી. ટાઢમાં, તડકામાં, ચોમાસામાં, રાત્રે અગર દિવસમાં, યુદ્ધમાં, દરિયાપાર મોકલવામાં પૈસાનો અથી બાપ હિત સમજે છે અને તે બાપ હિતસ્વી કહેવાય છે. સંસારના નાશવંત લાભ માટે જીવલેણ દુઃખો ભોગવો છો અને છોકરા પાસે જોરજાલમથી ભોગવાવરાવો છો. ભાવિ લાભ એટલે એક ભવના લાભ માટે નિશાળ ગયેલા છોકરાને ન આવડે તો સોટીના માર તમે ખવરાવો છો, ઘડિયા પૂછો ને જવાબ ન આપે તો ત્રણ ધોલ ઠોકો છો. નિશાળમાં નપાસ થાય અને બળાપો કરી દરિયામાં ઝંપાપાત પણ તમે કરાવો છો. તમે એક “નિર્વાહ' શબ્દ આગળ બધી જાલ્મી કાર્યવાહીને લાભદાયી માની છે. નિર્વાહ આદિ લાભ કાર્યોની નજર જો તમોને ખસી જાય તો તમો કાંઈ પણ દોડધામ ન કરો, તેવી રીતે ભાવદયાનું તત્વ ખસી જાય તો જૈન ધર્મ જાહ્મગાર લાગે. ચાર છ વર્ષના છોકરાં ચોવિહાર કરે તરફડે તે તમે પંપાળીને સમજાવીને પણ ચોવિહાર કરો કરાવો, છોકરાંને થાબડીને પહાડ પર ચાલીને જાત્રા કરાવો અને લાભ મનાવો હજુ આગળ ચાલો પૂજામાં મંદિર અને મૂર્તિ એટલે પૃથ્વી કાયની હિંસા, કળશ વખતે પાણીની હિંસા, ચામર વીંજો એટલે વાપરવાની હિંસા, ધુપ કરો એટલે અગ્નિ કાયની હિંસા, અને પૂજામાં ફળ વનસ્પતિકાયની હિંસા કરો, અસંખ્યાત અગ્નિ વાયુ વનસ્પતિ જીવો મારીએ છીએ. જ્યાં સુધી જિનેશ્વર માર્ગના ભાવદયાના ભવ્ય પાયાને નિહાળનારા નહિ થાઓ ત્યાં સુધી પ્રભુમાર્ગની બધી કાર્યવાહી અનર્થમય લાગશે. બધે જાલ્ય કાર્યવાહી લાગશે. નિર્વાહ, બુધ્ધિમાં વધવાપણું વિગેરે માનવાથી નિશાળે છોકરાં જાય, માર ખાય છતાં, મા બાપને, ઉપકારી માને, એક ભવમાં નિર્વાહ માટે ઉપકારી માની શકીએ તો પછી ભવોભવના નિર્વાહના સાધન મેળવી આપે બેડો પાર કરાવી શકે તેનો ઉપકાર કેમ ભૂલી શકીએ !!! ભાવદયાના ભાવવાહી ભરમ ભગવંતો જ ભાળી શકે છે. ભવ્ય સ્વીકારી શકે છે. ભાવયાનું ભેદી રૂપ પિછાણ્યા વગર જૈન દર્શનમાં દ્રવ્યદયાની ફૂટી કોડીની પણ કિંમત નથી. પરમાર્થતા.
કોળી, નાળી, અને ભીલના છોકરાઓ ન ભણ્યા હોય તે ચાલે ! મજુરી કરશું ! એમ પણ કહી દે, પણ વાણીયાના છોકરાને તે ન શોભે; તેવી રીતે પ્રભુ માર્ગમાં ભાવથ ન સમજે તે પૂજામાં પાપ માને, સાધુને બિચારા કહે, વિગેરે વિગેરે આત્મઘાતક પ્રવૃત્તિ મન-વચન-કાયાથી કરવા લલચાય તે નિશંક છે. દ્રવ્યદયા બધી અપ્રધાન છે, ભાવ દયા વગરની દ્રવ્યદયા વસ્તુતઃ કામની નથી. બલ્ક ભાવદયા વગરની દ્રવ્યદયા જૈન શાસનમાં જાગતી જીવતી રહી શકતી નથી. દ્રવ્યદયા=મહેતલ અને ભાવદયા=માફી.
કોઈ પાસે આપણા પાંચસો રૂપિયા લેણા છે, મુદત થઈ ગઈ પછી તેને કહે કે પાંચ દિવસ પછી આપજે. એટલે હાલ આપવાના નથી પણ વાયદે આપવાના છે. તેવી રીતે દ્રવ્ય દયા મહેતલ છે. એક દુઃખી મનુષ્યનું દુ:ખ દુર કરવા પ્રયત્ન કર્યો, દુઃખ દૂર પણ કર્યું પણ દુઃખ સર્વથા જતું નથી, દ્રવ્યદયા કરનારો દુઃખની મર્યાદાનો ફેરફાર કરી શકે છે પણ સર્વથા દુઃખ નાશ કરી શકતો નથી. ભૂખ્યાને અન્ન આપીને ભૂખરહિત કર્યો પણ તેથી અશાતા વેદનીય આદિકર્મની પરંપરા તોડી શકાતી નથી. દ્રવ્ય દયાને અંગે માત્ર મહેતલ મળે છે, પણ માફી મળતી જ નથી ભાવ દયા એટલે દુખ આવ્યું હોય તેનો નાશ અને ભવિષ્યમાં ફરી ઉત્પન્ન ન થાય તે માટે તૈયારી કરવી તે છે. દ્રવ્યદયા એટલે કાંટો ખાંડવો અને ભાવદયા એટલે બાવલીઓ મૂળમાંથી ઉખેડવો. કાંટાને ખાંડવા માત્રથી