________________
૩૮૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩
૫૧૨ દુઃખથી દુભાયેલાઓને દેખીને દુઃખ ગર્ભિત વૈરાગ્યવાન કહેવા લલચાઓ નહીં કારણ કે તે વાણી વિલાસરૂપ લાલચની પાછળ લખલૂંટ ચારિત્રાવર્ણી આદિ કર્મના બંધનો છે.
૫૧૩
૫૧૪
૫૧૫
૫૧૬
૫૧૭
૫૧૮
૫૧૯
ત્યાગ માર્ગમાંથી ભોગ માર્ગ પ્રત્યે ઈચ્છા પૂર્વક જનારાઓને પણ પરાણે યુક્તિ-પ્રયુક્તિપૂર્વક રોકવાનું વિધાન જૈનશાસ્ત્રકાર કહે છે.
૫૨૧
અસીલની અરજી વગર ન્યાય મંદિરના ન્યાયાધીશો ધ્યાન આપતા નથી, પણ આ સર્વજ્ઞ સ્થાપિત નિર્મળ ન્યાયમંદિરની. ન્યાય નીતિ એથી તદ્દન ન્યારી છે.
એ
પ્રભુ માર્ગની પાટ પરંપરાએ આવનારાઓએ પ્રભુમાર્ગની પ્રણાલિકાને આધીન થવું એ જ જરૂરી છે.
ઉન્માર્ગમાં ધસી પડતાં હરકોઇ જીવને ધર્મજીવે સ્થિર કરવા માટે તન-મન-ધનથી ઉદ્યમ કરવો જરૂરી છે.
વગર ઈચ્છાએ, વિરુદ્ધ ઇચ્છાએ, અજ્ઞાનતાથી, બળાત્કારથી કરાતો ધર્મ દુર્ગતિથી બચાવે જ્યારે સમજીને હર્ષપૂર્વક ધર્મનું સેવન કરનારાઓને મનગમતું મેળવી આપે તેમાં તો નવાઈ નથી; માટે હરકોઇ અવસ્થામાં ધર્મનું સેવન જરૂરી છે ! ! !
અભયકુમારની દીક્ષાને લીધે રાજગૃહમાં વિનાશી વાયરા વાયા છતાં શાસ્ત્રકારોએ તે દીક્ષાના યશોગાન ગાયાં છે ! ! ! માટે જ ભાવદયાની ભવ્યતાનું અવલંબન કરો.
હૈયામાં હોળી અને હાથમાં કળશ રાખનારા અભવ્ય આત્માઓ પણ કંઈકને પ્રભુ માર્ગમાં સ્થિર કરે છે. ખરેખર ! પ્રભુ માર્ગનો પરમાર્થ પામવો મુશ્કેલ છે ! ! !
૫૨૦ દુઃખગર્ભિત વૈરાગ્યવાનોનેય શાસ્ત્રકાર મહર્ષિઓ પણ વંદન નમસ્કાર કરે અને વિસમી સદીના વાચાળ મનુષ્યો દૂર ભાગે એ કર્મની કઠિનતા નહિ તો બીજું શું ?
નજીવા નુકશાનની નોંધ દેખાડવા માત્રથી દીક્ષા અકર્તવ્ય કોટિમાં મુકી શકાતી નથી, કારણ કે દીક્ષાની પાછળ થયેલ પારાવાર નાશવંત પદાર્થોના નુકસાનની ગણતરી જૈનશાસને સ્વીકારી નથી અર્થાત્ યેન કેન પ્રકારેણ દીક્ષા એ કર્તવ્ય કોટીમાં મૂકવા લાયક છે એ કબુલ કર્યા વગર છુટકો જ નથી.