________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩
૫૨૨ નાપાસ થવા માત્રથી ગળે ફાંસો ખાનાર છોકરાનો બાપ ડાહી દુનિયામાં ગુન્હેગાર નથી, તો પછી પાસ થવાની પૂરી કબુલાતની પંથે ચાલનારનું કુટુંબ લેનારની પ્રવૃત્તિમાં સંભવ માત્ર લાગે તેથી દીક્ષા જેવું પવિત્ર અને પ્રધાનકાર્ય રોકી શકતું નથી એવો શાસ્ત્રસિદ્ધ નિયમ હોવા છતાં લેનાર કરતાં નહિ લેનારાઓનો બળાપો તે પણ કઠણ કર્મનું દિગ્દર્શન નહિ તો બીજું શું ? દીક્ષાના પરિણામવાળા હોય તેને દીક્ષા આપવા સિવાય તેની પાછળના કુટુંબનું શું થશે તે જોવાનું કામ ગુરુઓનું નથી જ ! ! !
૩૮૭
૫૨૩
૫૨૪
૫૨૫
૫૨૬
૫૨૭
૫૨૮
૫૨૯
૫૩૦
ન સાંભળી શકાય, ન લખી શકાય, ન કથન કરી શકાય તેવા પ્રકારની હિલચાલ પૂજ્ય સાધુ સંસ્થા પાસે કરાવવાની ઉમેદ રાખે છે, બલ્કે તે માટે અનેક વિધ તરંગો ઉઠાવે છે, પણ તેવાઓના મુડદાલ મનોરથો વંધ્યા વનિતાઓની જેમ કોઇપણ કાળે ફળિભૂત થવાનાં નથી, થયા નથી અને થશે પણ નહિ માટે પાપમય પ્રવૃત્તિનો પવન ફુંકાય તે વખતે પ્રભુ માર્ગના પૂજારીઓએ પોતાના કાર્યમાં ઉદ્યમવંત રહેવું.
પરિણામથી પતિત થયેલા અને ચારિત્રથી ચૂકેલા પ્રત્યે પાટુ મારવાનું કામ પ્રભુ શાસનના પૂજારીઓ કરે નહિ, પ્રભુ માર્ગથી પડતા પ્રત્યે વૈરાગ્યાદિ આલંબનો ટેકારૂપે ધરવા તે જ ઉચીત છે. ધર્મ સારહોળ પદના પરમાર્થને આજનો જૈન સમાજ઼ પિછાણી શકે તો સંગઠ્ઠન સહેજે થવા સંભવ છે.
શાસનપતિના અભિગ્રહનું શાસ્ત્રદૃષ્ટિએ અવલોકન નહિ કરનારાઓએ આજે સમાજમાં ઉત્પાત મચાવ્યો છે.
આગળ વાંચે અને પાછળ ભૂલે એવાઓ શાસ્ત્ર વચનને સંગત કરી શકતા નથી.
મોહના ઉદયથી કરેલ અભિગ્રહ એ કર્મોદય છે અને કર્મોદયના દરેકે દરેક કાર્યને અનુસરવા માટે શાસ્ત્રકાર કોઇ પણ શાસ્ત્રમાં સંમતિ, અગર ભલામણ પણ કરતા નથી.
તે કાળમાં સંમતિ વગર દીક્ષા થતી હતી, એ જ વાતને અભિગ્રહ ચરિતાર્થ કરે છે.
"