________________
૩૮૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩
સુધા-સાગર
... (નોંધઃ-સકલ શાસ પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી ... - આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી ઉદ્ભૂત કરેલ કેટલાક સુધા સમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે.
સંગ્રાહક ચંદ્રસાગર) છે
૫૦૨
સલાહના સ્થાનરૂપ શ્રાવક સંસ્થામાંથી નીકળેલા સત્તાના સૂરે આજે શાસનમાં બે વિભાગ પાડયા
૫૦૩ સત્તાના સ્વરૂપમાં રહેલી સલાહ, સલાહ સ્વરૂપે પ્રગટ થશે તે દિવસે વિભાગ-ભાગલાનું નામ
નિશાન પણ નહી રહે !!! ૫૦૪ દીક્ષાની અટકાયત કરનારાઓના હાથમાં સત્તા સોંપવી તે નાશની નોબત વગાડવા જેવું છે. ૫૦૫ ના કહેવામાં જેને લેશભર નુકસાન જવાનું નથી, જેને ભાવિ વર્તમાનના નુકશાનની માલમ
નથી તેવાઓની હા અગર ના પર દોડધામ કરવી તે મૂર્ખની અવધિ છે !!! ૫૦૬ સર્વસ્વના ભોગે પણ તત્ત્વ ઉપર તો સમકિતીને અરૂચી ન જ થાય. ૫૦૭ ભયંકરે જુલ્મમાં દીક્ષા ઉપર અરૂચી ન થાય તે સાધુત્વ પ્રત્યે કેટલો રંગાયો હશે ? ૫૦૮ દુઃખ ગર્ભિત વૈરાગ્યવાનને સાધુપણામાં સ્થિર રહેવાની સૂચના માત્ર શ્રેણિક કરે છે. પણ
જમાઈના ખૂની પ્રત્યે વેરની વસુલાત કરતો નથી. કારણ સમ્યકત્વની અપૂર્વતા અઘટિત કાર્ય
કરાવી શકતી નથી. ૫૦૯ અન્યાયથી અગર ન્યાયથી મહાવીરનો ધ્વજ (રજોહરણ) આવ્યો તેનો વાંકો વાળ પણ મારી
રાજધાનીમાં ન થાય એટલું જ નહિ પણ મારાથી સાંભળ્યું પણ જાય નહિ. ૫૧૦ દુનિયાદારીનાં દુઃખો એ પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્યને જગાડનાર છે. ૫૧૧ દુનિયાદારીનાં દુઃખોથી ત્રાસ પામીને કલ્યાણ માર્ગે સંચરનારાઓ પણ શાન ગર્ભિત વૈરાગ્યવાનો
છે એવું બોલતાં શીખો.