________________
उ७८
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩ અનાદિનો જૈનમત.
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજજી ભવ્યજીવોના હિતને માટે શ્રી અષ્ટકજી નામના પ્રકરણની રચના કરતાં શ્રી મહાદેવ નામના પ્રથમ અષ્ટકમાં જણાવે છે કે જગતમાં દરેકે દરેક મતની પ્રવૃત્તિ, તે તે મતનું ધ્યેય વિગેરે તે તે મતના અધિષ્ઠાતાને અવલંબીને હોય છે.
વિષ્ણુદેવને માનનારા વૈષ્ણવ, શિવ નામના દેવને માનનારા શૈવ અને કબીરને માનનારા કબીરપંથી છે. તેવી રીતે આપણે પણ જિન દેવને માનનારા હોવાથી જૈન કહેવાઇએ છીએ, આ તેમજ અનેક મતોના નામ દેવને આશ્રીને પડેલાં હોય છે. અને તે વર્તમાનમાં પ્રાયઃ બધાને અનુભવ ગમ્ય છે. દેવના દેવત્વને લક્ષીને પૂજન, નમન, વંદન શરૂ રહે છે. તે તે મતની માન્યતાઓ અગર મુરાદો તે તે મતના અધિષ્ઠાતા દેવો તરફથી પ્રસિદ્ધ થયેલી હોય છે. આથી કોઈપણ મતને તપાસતાં પહેલાં તેમાં ત્રણ તત્વ માલમ પડે છે અને તે ત્રણ તત્ત્વ ૧. દેવ, ૨. ગુરુ અને ત્રીજો ધર્મ. શંકા- દેવ તત્ત્વ આધારે જ મતની ઉત્પતિ હોવા છતાં ઉત્પાદક લાંબો કાળ જીવતો નથી, અને
સંચાલક ગુરુવર્યોથી તે મત લાંબો કાળ ટકી શકે છે, હયાતિ ભોગવી શકે છે, તો પછી તે
ગુરુઓના નામની તે ધર્મ અને ધર્મઓ કેમ ઓળખાતા નથી ? સમાધાન-પ્રથમ તો મતની ઉત્પત્તિ દેવથી છે એટલે ઉત્પત્તિ અને સ્થાપનાના હિસાબે પ્રથમના નામથી
ચાલે છે, પ્રથમના જેવી પ્રભાવિકતા પ્રાયઃ બીજામાં હોતી નથી. વિશેષમાં કોઇપણ જગા પર ધર્મતત્ત્વ ચાલ્યું અને પછી દેવ થયા અને ગુરુ થયા એમ નથી. તેમજ કોઈપણ જગા પર પ્રથમ ગુરુતત્વ ચાલ્યું અને પછી દેવતત્વ અને ધર્મતત્વ ચાલ્યું એવું પ્રાયઃ બન્યું નથી બનતું નથી અને બનશે પણ નહિ. અને આપણા જૈન-મતમાં પણ જગતવંદ્ય જિનેશ્વરની ઉત્પત્તિ વગર ગુરુતત્ત્વ તથા ધર્મતત્ત્વની ઉત્પત્તિ નથી. ફરક એટલો છે કે આપણે આપણા મતને અનાદિપણે માનીએ છીએ જ્યારે બીજાઓ અનાદિ માનતા નથી, કદાચ માનવા જાય તો પણ આદિ તરીકેની માન્યતા સ્વીકારવી પડે છે. આપણો મત જાતિને અવલંબીને પ્રવર્તેલો છે, અને બીજાઓના મત વ્યક્તિને અવલંબીને પ્રવર્તેલો છે. વ્યક્તિની અપેક્ષાએ વિષ્ણુને માનનારા વૈષ્ણવો, શિવના અનુયાયીઓ શૈવો વિગેરે. જેવી રીતે બધા મત વ્યક્તિની જોખમદારી પર છે, અને તેને વ્યક્તિનું અનાદિપણું નથી બલકે આદિપણું હોવાથી તે તે મતો આદિપણાને અંગિકાર કરે છે; અર્થાત્ જગતભરનાં બધા મતો આદિપણાનો હેજે સ્વીકાર કરે છે. જેમ વિષ્ણુની ઉત્પત્તિ પછી વૈષ્ણવે વિગેરે વિગેરે અનેક પુરાવાથી આદિપણું સિદ્ધ કરવામાં વધુ દલીલ-યુક્તિઓની જરૂર નથી; પણ જૈન મતા આદિપણાને સ્વીકારતો નથી, બલ્ક કાંઈપણ દલીલથી આદિપણાની સિદ્ધિ થતી નથી. અનાદિકાળનો જૈનમત છે, અને કોઇપણ વ્યક્તિ મુખ્ય સંચાલક તરીકે હોવા છતાં દરેકે દરેક તીર્થકરના સમયમાં બધાએ જૈન તરીકે મશહૂર છે, હતા અને રહેશે અને અનાદિપણાની સાક્ષી જૈનશબ્દપૂરતો હતો,પૂરે છે અને પૂરશે તેમાં શંકાનેલેશભરસ્થાન
નથી. જીતવાની એકસરખી પદ્ધતિ.
વ્યક્તિઓનો સ્થાપેલો ધર્મ, વ્યક્તિઓએ કહેલો ધર્મ વ્યક્તિઓએ ચલાવેલો ધર્મ તે તે