________________
૩૭૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩ વ્યક્તિના જન્મ પછી જ હોય છે, અને તે વ્યક્તિ અનાદિનો હોય પણ નહિ અને તેથી જ તેને કથન કરેલો ધર્મ પણ અનાદિનો હોય જ નહીં. આ બિનાને આપણે પૂર્વ વિસ્તારથી વિચારી ગયા, હવે અહીં જૈન શાસનમાં શ્રી ઋષભમત, શ્રી શાંતિમત, શ્રી પાર્શ્વમત, અને શ્રી વીરમત એવા નામથી મત ચાલ્યા નથી. પ્રશ્ન - વીર શાસન-કહેવાય છે ને? સમાધાન -
વીર શાસનને સેવવાવાળા ને શ્રી ઋષભદેવનના અનુયાયી નહીં એમ કહી શકાય જ નહીં, જેમ વિષ્ણુના અનુયાયી તે શૈવ નહીં તેવી રીતે અહીં શ્રી વીરપ્રભુનાં અનુયાયી હોય તે એકલા પ્રભુ વીરને જ માને એમ નહિ પણ ભૂતકાળનાં તીર્થકરો અને વર્તમાનકાળના વિહરમાનો તથા ભવિષ્યકાળમાં થનારા બધાના અનુયાયી ગણાય, અને તેથી ભૂત-વર્તમાન અને ભવિષ્યકાળમાં તે કોઈપણ તીર્થંકરના શાસનમાં આરાધના કરનાર વ્યક્તિ તે જૈન તરીકે ગણી શકાશે. અર્થાત્ આથી તમારા પ્રશ્નનો ઉકેલ સહેલાઇથી આવી ગયો અને તે સમજાઈ ગયો કે પ્રભુ મહાવીરે આચ્છાદિત થયેલું તત્વ પ્રકાશિત કર્યું તેથી વરશાસનના અનુયાયીઓ જેવા પ્રભુ મહાવીર દેવને માને પૂજે તેવી રીતે સઘળા તીર્થકરોને માને અને પૂજે છે. વીરશાસન એટલે જૈન શાસન કહેવામાં
લેશભર દોષ નથી. વસ્તુતઃ વીરશાસનજૈનશાસન.
આ બાબતની વધુ સાક્ષી શ્રી પંચમંગળ મહાકૃત સ્કંધ શ્રી નવકાર મંત્ર પૂરે છે, અને શ્રી નવકાર મહામંત્રમાં એ ખુબી છે કે ત્યાં પ્રથમ પદમાં નમો અરિહંતાનું કીધું પણ ત્યાં નમો વદ્ધમાન નમો ઋષમ પૂ. ગુરુપદના સ્થાને નમો ગોમ નમો મંજુસ ઈત્યાદિ નામો ન રાખ્યાં, આ નામો નહીં રાખવાનું કારણ વિચારાય તો સહજે સમજાઈ જાય તેમ છે કે પ્રભુમાર્ગમાં વ્યક્તિની એટલી બધી વિશિષ્ટતા નથી કે જેટલી વિશિષ્ટતા જાતિની છે. વ્યક્તિના સંબંધે રાગવાળા થવું એ પણ એક વિષ છે. વ્યક્તિનો રાગી નિરાગી બનવા જતાં રાગી બની જવાનો સંભવ છે, તેની જાતિની અધિકતા ગણી અને જાતિમાં પણ ગુણને લીધે જ અધિકતા છે. છે. આ વ્યક્તિનું શાસન નથી, જીન એ જાતિવાચક નામ છે. વ્યક્તિવાચક જિન શબ્દ નથી. જિન એટલે રાગદ્વેષને જીતનાર, એવો કોઇપણ કાળ નથી જે કાળમાં રાગદ્વેષ જીતાતા ન હોય. અનાદિ કાળથી રાગદ્વેષ જીતવાની એક સરખી પદ્ધતિ આવી છે; હતી, અને છે. શ્રી ઋષભદેવથી, શ્રી મહાવીરદેવ સુધીના બધાએ વ્યકિતગત તીર્થંકરો ખરા પણ તે બધાની ગણના નમો અરિહંતાણું જાતિવાચકપદમાં અંતર્ગત છે. અનાદિકાળમાં રાગદ્વેષને જીતનારા એકલા પ્રભુમહાવીર હતા. પ્રભુ ઋષભદેવ હતા એમ નહિં પણ પૂર્વે ઘણા હતા વર્તમાનમાં વિદ્યમાન છે અને ભવિષ્યમાં જીતનારા થશે અને બધાની રાગદ્વેષ જીતવાની પદ્ધતિ એક સરખી છે. એક દેવદીપક.
અનાદિનું તીર્થ હોવા છતાં રાગદ્વેષ જીતવાની પ્રવૃત્તિ પૂ. તીર્થકરો જન્મ અને જમ્યા બાદ દીક્ષા લઈ ઉગ્ર તપશ્ચર્યાનું સેવન કરી કૈવલ્ય જ્ઞાન પામી તીર્થ સ્થાપે ત્યારે, ત્યાર બાદ રાગદ્વેષ જીતવાની