________________
(
શ્રી સિદ્ધચક્ર. ઉપર
(પાક્ષિક)
-::: ઉદેશ ::વાર્ષિક લવાજમ રૂા. ૨-૦%
છુટક નકલ રૂા. ૦-૧-૬ આ પાક્ષિક પત્ર મુખ્યતાએ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે -
दुष्कर्मसानुभिद्वगं सर्वसंपत्तिसाधकं ।
आगमोपनिषद्भूतं सिद्धचक्रं सदाऽऽद्रिये ॥१॥ ભાવાર્થ- દુષ્કર્મોને ભેદવામાં વજસમાન, સર્વ સંપત્તિનું સાધક,
આગમોના સારભૂત શ્રી સિદ્ધચક્રનો સર્વદા આદર કરું છું. “આગમોદ્ધારક.”
પ્રથમ વર્ષ અંક ૧૭ મો
|
મુંબઈ, તા. ૨૨-૬-૩૩, ગુરૂવાર.
જેઠ વદ ૦)) - |
વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯
श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः
“આગમોદ્ધારકની અમોઘ દેશના.”
નોંધ:-શ્રી છાયાપુરી મધેના વિશાળ ઉપાશ્રયમાં પ્રાતઃ સ્મરણીય શાસન પ્રભાવક, શાસન સંરક્ષક, તીર્થોદ્ધારક, સકળશાસ્ત્ર પારંગત શૈલાણા નરેશ પ્રતિબોધક, આગમ-શાનદાતા-આગમના અખંડ અભ્યાસી, આગમોદ્ધારક આચાર્યદેવે આપેલી આ અમોઘ દેશનાનું સારભૂત અવતરણ રોચક, અભિનવ શાન સંપાદક, અને મનનીય તેમજ આરાધકોની આરાધનામાં અનેરો ઉત્સાહ આવિર્ભાવ કરનાર હોવાથી અત્રે અપાય છે.
દેવની ઉત્પત્તિ વગર ગુરૂધર્માદિક તત્વોના સદભાવ સૃષ્ટિમાં પણ નથી જ. શત્રુઓને જીતવાની એક સરખી પદ્ધતિ સ્વીકારનારા
દેવાધિદેવરૂપી દિપકમાં રહેલું અલૌકિક સામર્થ્ય.
અલૌકિક-દીપક. यस्य चाराधनोपायः, सदाज्ञाभ्यास एवहि । यथाशक्ति विधानेन, नियमात् स फलप्रदः ॥६॥