________________
••••
उ६८
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ ૪૭૭ સ્થાવર જંગમ મિલકતની માલિકી સમય માત્રમાં તૂટે છે-એક જ સમયમાં મીંડું વળે છે તે
ભૂલવા જેવું નથી. ૪૩૮ આખી જીંદગીની મહેનત બલ્ક અનંતકાળના અનંતાભવોની મહેનત એકજ સમયમાં નાશ
પામે છે છતાં એક જીવવિરામ પામતો નથી જ્યારે બીજો જીવ એકજ સમયની મહેનત કાંઈપણ કાળે નાશ પામે નહિ એવી માન્યતા ધરાવી ઉદ્યમી થઈ પગભર થતો આગળ વધે
છે આ બે કાર્યવાહીમાંથી સારી લાગે તે આદરો. ૪૭૯ શાણા વેપારી વધુ લોભ તરફ ઢળે તેવાઓને લાભદાયી કાર્યવાહી ચીંધવામાં જરાયે અહીત
• નથી.
૪૮૦ દ્વાદશ ગુણસ્થાનની પૂર્ણાહુતિમાં મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાન હોય કિંવા ન પણ હોય
અને ત્રયોદશની પ્રાપ્તિના પ્રથમ સમયમાં કેવળજ્ઞાન છે માટે કલ્યાણ માર્ગે સંચરો. ૪૮૧ મોહમાં મુંઝાયેલા જીવનું ધ્યેય નક્કી થતું નથી. ૪૮૨ મારે શું કર્તવ્ય જોઈએ છે એ પ્રથમ વિચારો ? ૪૮૩ વરસે વરસે ખોટ જાય તો તિજોરીનું તળિયું કાણું થાય એ વાત યાદ છે ને તો ચાલુ જીંદગી
નફામાં છે કે ખોટમાં ? ૪૮૪ જાણીબુઝીને ખોટના વેપારમાં પ્રવૃત્તિ કરનારા આત્માઓ આજે ઘણા છે. ૪૮૫ આત્માને પૂછો કે કાળજવું છે કે નહિ? વસ્તુતઃ નથી કારણ કે અનંતી વખતની મહેનત નકામી
ગઈ છતાં તેને તે જે રસ્તે ફેર ફેર નકામી મહેનત કેમ કરીએ છીએ. ૪૮૬ મોતની માન્યતાવાળા કઈ નાસ્તિક નથી. ૪૮૭ કોડની સંખ્યાને ભણવી, જાણવી અને માનવી જેટલી હેલી છે તેટલી મેળવવામાં સહેલાઈ
નથી. ૪૮૭/૧ ભણવું, ગણવું જાણવું અને માનવું જેટલું સહેલું છે. તેથી કંઇક ગંગું વર્તનમાં મુકવું
મુશ્કેલ છે. ૪૮૮ વીતરાગપણે આવ્યા સિવાય સર્વશપણું સીધી રીતે આવતું નથી. ૪૮૯ જૈન શાસન વીતરાગપણું પ્રાપ્ત કરાવવા માટે જ જન્મે છે. આ ૪૯૦ સર્વશપણું વીતરાગપણની વાંસે પડેલું છે. ૪૯૧ સર્વજ્ઞપણાનો ઉદ્યમ પ્રભુ શાસનમાં નથી. ૪૯૨ સર્વજ્ઞપણું એ બેય નથી પણ વીતરાગપણું તે જ ધ્યેય છે.