________________
૩૬૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ ૪૬૪ આપણે પાપની સજાને નથી ઇચ્છતા છતાં પાપને ઇચ્છીએ છીએ એથી જ પાપની સજા ચાલુ
છે ! ભૂતકાળમાં હતી અને ભવિષ્યકાળમાં રહેશે, માટે પાપનો પલ્લો છોડો ! ! ! ૪૬૫ આહાર છે ત્યાં સુધી જ શરીર છે, શરીર છે ત્યાં સુધી દુઃખની લેવડ દેવડ કરવી પડશે. ૪૬ ૬ શરીર, ઇંદ્રિયો, વિષયો અને સાધનો વિગેરે મોટાં બારકસોનું મૂળ માત્ર આહારની ઈચ્છા છે. ૪૬૭ ઇંદ્રિયો અને તેના વિષયોના સાધનોની પ્રાપ્તિના પ્રયત્નોમાં આગળ વધવું એને આજની દુનિયા
પ્રગતિ, ઉન્નતિ, ઉત્ક્રાંતિ વિગેરે શબ્દોથી સંબોધે છે, જ્યારે શાસ્ત્રકાર મહારાજા તો જડ પદાર્થમાં રાચ્યા રહેવાની પાજીબાજીમાં જરા પણ રાજી નહિ થતાં, તેનાથી સંદતર ફારગ થવા
ફરમાવે છે. એટલું જ નહિ પણ જડ પદાર્થમાં જોખમ ખેડનારા પુનિત પ્રગતિના રોધક છે. ૪૬૮ ધાડપાડુનું નિર્બલપણું જગતને આશીર્વાદરૂપ છે, ધાડપાડુનું બલ જગત માટે શ્રાપ સમાન છે
તેવીજ રીતે ધર્મિષ્ઠોનાં બલ, બુદ્ધિ, આરોગ્યતા, ઉદ્યમ વિગેરે આશીર્વાદરૂપ સારાં અને
અધર્મીઓનાં શ્રાપરૂપ ખોટાં! ૪૬૯ ઉન્માર્ગે થતો ઉદ્યમ જીવને મોક્ષથી વધારે દૂર ફેંકી દે છે. ૪૭૦ ઇંદ્રિયોના વિષયોમાં અલમસ્ત જીવો આત્મહિતનાં નાશ માટે ભયંકર બળવાખોરો છે. ૪૭૧ પોતાને કીડી, માખી જેવા નાના જંતુથી લેશ પણ કલેશ થવો જોઈએ નહિ અને પોતે સેંકડો
હજારો જીવોનો કચ્ચરઘાણ કાઢે તેની પરવા નહિ આ રીતે લેવા દેવાનાં કાટલાં જુદા રાખનાર
શું ઓછી સજાને પાત્ર છે ? ૪૭૨ શ્રી સમરાદિત્ય ચરિત્ર જેવી સંવેગરંગની ભૂમિ પ્રાય બીજા કોઇ ચરિત્રમાં નથી. ૪૭૩ વેરની પરંપરા વડવૃક્ષની જેમ વિસ્તરે છે માટે વેરના બીજને વાવશો જ નહિ. ૪૭૪ મુક્તિ પામેલો જીવ ફરીને સંસારમાં આવતો જ નથી; ફરીને સંસારમાં આવે તેને મુક્તિ કઈ
રીતિએ કહી શકાય? ૪૭૫ સંવરના સત્તાવન ભેદમાંથી એક પણ ભેદમાં દેશવિરતિને સ્થાન નથી, અર્થાત્ દેશવિરતિ એ
વિધેય તરીકે નથી. સર્વવિરતિના અસામર્થ્ય દેશવિરતિ છે. ચુકતે દેવું ન ભરી શકનારા માટે દયાની ખાતર કાંધા તો છે, બાકી કાંધાથી દેવું ચૂકવવું એવો કાયદો નથી, અર્થાત્ સિદ્ધિનો
રાજમાર્ગ સર્વવિરતિ છે. ૪૭૬ હાય જેટલી મહેનતથી મેળવેલી મીલ્કત હોય છતાં તેને છોડતાં સમયથી વધુવાર લાગતી
નથી.