________________
૩૬૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩
સુધા-સાગર A (નોંધઃ સકલ શાસ પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી
આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હૃદયંગમ દેશનામાંથી કેટલાક ઉષ્કૃત કરેલ સુધા સમાન જે વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે. જે
સંગ્રાહક ચંદ્રસાગર)
૪૫૪ ઇન્દ્રિયોના વિષય માત્રના હુકમો તો શરીરની ઓફીસ (કાર્યાલય) માંથી છુટે છે;
જ્યારે આત્માની ઓફીસમાંથી તો માત્ર તેની ડીલીવરી થાય છે. આયુષ્ય ખતમ થયે આત્માને એક ક્ષણ પણ રાખવા તૈયાર નથી તેવા કૃતઘ્ન મિત્રરૂપ શરીર
માટે પાયમાલ થનાર આત્માની મૂર્ખાઈ ખરેખર શોચનીય છે ! ૪૫૬ શ્રીજીનેશ્વર મહારાજની વાણી સિવાય કોઈ પણ આત્મા સાચી સ્વતંત્રતા હાથ કરી શકતો નથી. ૪૫૭ શ્રીજીનેશ્વર મહારાજને બળવાખોર કહે, શ્રીજિનઆગમને અભરાઇએ મુકવાનું કહે તેને પ્રભુના
શાસનમાં ભક્ત તરીકે ગણાવવાનો હક છે જ ક્યાં ? એ તો સ્વયમ્ ભ્રષ્ટ છે ! એવાઓ
ને તો શ્રીજિનેશ્વરના શાસનનું ખૂન જ કરવું છે ! ! ! ૪૫૮ પ્રભુભક્તિમાં ઓતપ્રોત થયેલા પુણ્યાત્માઓએ ત્યાં સુધી કહ્યું છે કે “હે ભગવન્! અમારે
મોક્ષ પણ નથી જોઇતો વસ્તુતઃ તારી ભક્તિ જોઈએ છે. આવા ભક્તોને મોક્ષ જ છે અર્થાત્
ભક્તિ મોક્ષ અપાવે છે. ૪૫૯ અશાતા વેદનીયના ઉદય પ્રસંગે સમકિતીની ત્યાં નોબત વાગવી જોઈએ. ૪૬૦ આ જીવને પૌગોલિક પ્રેમનું વ્યસન અનાદિપરંપરાથી વળગાડની (ભૂતની) જેમ વળગ્યું છે. ૪૬૧ વિયોગોનાં કારણો એ પહેલાંના કર્મો છે. ૪૬ ૨ શરીર નાશવંત છે માટે કાયમ રહેવાનું નથી, આયુષ્ય ક્ષણભંગુર છે, મળેલા સંયોગોનો
વિયોગ જરૂર છે, પરિવાર વિગેરે પણ પંખીના મેળા જેવું છે. અને રાખવા ઇચ્છા છતાં પણ
રહેતું નથી આ બધાને માટે ફોગટ પાપ કેમ ? ૪૬૩ સ્વતંત્રતાની વાતો કરનારા ત્યાગના ઉમેદવારોની આડે દીવાલો ચણે તો એમના જેવા સાચી
સ્વતંત્રતાનો નાશ કરનાર જાલીમ જાલમગાર બીજા કોણ ?