________________
,
,
,
,
,
,
૩૬૫ ,
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ પ્રશ્ન ૪00 શ્રી તીર્થકર દેવ કેટલો ભોજનમાં હોય તો સાધુ સાધ્વીએ વાંચવા જવું જ પડે ? સમાધાન- આવશ્યક સૂત્રની ટીકામાં લખે છે કે-બાર યોજન છેટે રહેલા તીર્થંકર દેવનાં દર્શન જો
પોતે ન કર્યા હોય તો તે સાધુ સાધ્વીએ સમવસરણમાં જરૂર જવું જોઇએ. ન જાય
તો પ્રાયશ્ચિતક આવે. પ્રશ્ન ૪૦૧- રોચક સમ્યકત્વ ક્યારે કહેવાય ? સમાધાન- જ્યારે જિનેશ્વર કથિત તત્ત્વોમાં વાસ્તવિક રૂચિ હોય ત્યારે તેને રોચક સમકિત કહેવાય છે. પ્રશ્ન ૪૦૨- કારક સમ્યકત્વનું લક્ષણ શું ? સમાધાન- શાસ્ત્રમાં કહેલા સદનુષ્ઠાનોની જેવી રૂચી તેવી જ ક્રીયા તેનું નામ કારક સમ્યકત્વ અને
તે અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. પ્રશ્ન ૪૦૩- દીપક સમ્યકત્વ શું કામ કરે અને એ કોને હોય ? સમાધાન- દીપક સમ્યકત્વ દીવાનું કામ કરે એટલે દીવો જેમ જેવી વસ્તુ હોય તેવી રીતે બીજાને
બતાવી દે. પણ પોતે તો દેખે નહિ દીપક સમક્તિવાળો શાસ્ત્રમાં જેવી રીતની વસ્તુ સ્થિતિ વિગેરે હોય તે કહે ને બીજાઓને શ્રદ્ધાવાળા કરે પણ પોતાના આત્મામાં વસ્તુ તત્વની શ્રદ્ધાનું શુન્યપણું હોવાથી અંધારું હોય અને એ દીપક સમક્તિ અભવ્ય
મિથ્યાષ્ટિને હોય છે. પ્રશ્ન ૪૦૪- શું દીપક સમ્યકત્વનું પણ દેવાળું હોઈ શકે ખરું ? સમાધાન- હા ! કમલપ્રભા નામના આચાર્ય (જે પાછળથી સાવદ્યાચાર્ય કહેવાણા) કે જેઓ ચૈિત્ય
વાસીઓને માન્ય હતા, ને તે માટે તેઓએ પ્રસંગોપાત નિર્ણય માટે બોલાવ્યા. બધા ચૈત્ય વાસી વિગેરે સામા ગયા ત્યાં-ચૈત્ય વાસીની (યતિની) નો સંઘટ્ટો થયો; પછી સભામાં બધાએ પૂછ્યું કે ચૈત્ય પૂજા વધે કે સાધુપણું ? એ આચાર્યે જણાવ્યું કે : “સાધુપણા કરતાં ચૈત્ય પૂજા કોઈ દિવસ પણ વધી શકે જ નહિ.” આ રીતે ચોખ્ખો નિડરપણે શાસ્ત્રસિદ્ધ જવાબ દીધો. વળી તેઓશ્રીને માટે એક ચૈત્ય કરવાની વિનંતિના ઉત્તરમાં જણાવ્યું કે તમે કરવા ધારેલ દરેક જિન ચૈત્ય છે છતાં સાવદ્ય એટલે પાપનું સ્થાનક છે. આવા મોટા મુશ્કેલીના પ્રસંગમાં આટલો શાસ્ત્રસિદ્ધ જવાબ આપવાથી તીર્થંકરનામ કર્મ બાંધ્યું. પછી ચૈત્યવાસીઓએ પુછયું : “પહેલાં જે સાધ્વી પગે પડી હતી અને જે સંઘટ્ટો થયો હતો તેનું કેમ? આમ ચૈત્યવાસીઓએ પુછ્યું ત્યારે પોતાની ખામીને છુપાવવા માટે કહ્યું: “ભાઈ ! આ જૈન-દર્શન સ્યાદ્વાદ છે; સંઘટ્ટો થાય પણ ખરો ને ન પણ થાય. આટલું શાસ્ત્ર વિરુદ્ધ કહેવાથી તીર્થકર નામ કર્મનાં દળીયાં વિખરાઇ ગયાં
અને કંઈ ચોવીશીઓ સુધી સંસારમાં રખડવું પડયું એટલે કે દીપક સમતિવાળા મિથ્યાત્વિપણામાં રહ્યા છતાં સાચી પ્રરૂપણા કરે, પણ પ્રસંગ પડે પલટાઈ જનારા આવા સૂત્ર વિરુદ્ધ ભાષણ કરનારા તો તે સૂત્ર વિરુદ્ધ ભાષણ વખતે જ એલફેલ બોલી નાંખે
છે; કારણ કે દીપક સમ્યકત્વમાં પણ દેવાળું હોય છે. પ્રશ્ન ૪૦૫- ચૈત્યવાસી સાધુઓ જે દહેરામાં પૂજા વગેરે કરતા હોય તે દહેરાં શું સાવદ્ય ગણાય? સમાધાન- હા, તેવાં દહેરાં સાવદ્ય કહેવાય; જે માટે શ્રી મહાનિશીથ સૂત્રમાં કથન છે.
-
છપાવવા માટે કહ્યુ