________________
૩૬ ૨
તા. ૨૪-૫-૩૩
શ્રી સિદ્ધચક્ર "श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
સાગર સમાધાન
સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડ અભ્યાસી
આગમોદ્ધારક-આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્ર દ્વારાએ પૂછાયેલા પ્રશ્નો.) સંચયકાર- પૂ. મુનિવર્ય શ્રી ચંદ્રસાગરજી મહારાજ.
પ્રશ્ન ૩૭૭- સૌધર્મ દેવલોક મનુષ્યલોકથી કેટલે છેટે છે? ' સમાધાન- અસંખ્યાત ક્રોડાકોડ યોજના પ્રશ્ન ૩૭૮- અભિગમ શ્રાવકો પોતાનાં છોકરાંઓને સાધુ સાધ્વીને સોંપતા હતા આ અધિકાર શેમાં છે? સમાધાન- શ્રી આવશ્યક ચૂર્ણિમાં છે.' પ્રશ્ન ૩૭૯- જઘન્યથી કેટલી ઉંમરવાળો અનુત્તર વિમાનમાં જાય? સમાધાન- જઘન્યથી ગર્ભથી નવવર્ષની વયવાળો જીવ અનુત્તર વિમાનમાં જાય. પ્રશ્ન ૩૮૦- શાસ્ત્રમાં ચિંતા કેટલા પ્રકારની કહી છે. સમાધાન- સાહિત્રાવિંત મોર્જિતા ૪ મધ્યમ
अधमा कामचिंताच, परचिंताऽधमाधम ॥ १॥ ચિંતા ચાર પ્રકારની છે. પહેલી આત્મચિંતા ઉત્તમ છે, બીજી મોહચિંતા મધ્યમ છે,
ત્રીજી કામચિંતા અધમ છે અને ચોથી પારકી ચિંતા એ અધમાધમ છે. પ્રશ્ન ૩૮૧- દેવતા ક્યારે આહાર કરે ? સમાધાન- મનોમક્ષિો લેવા દેવતાઓ મનોભક્ષી છે. આહારની ઇચ્છા થવા માત્રથી તેઓ
ધરાઈ જાય છે. પ્રશ્ન ૩૮૨- બાદરહિંસાનો ત્યાગ કર્યા વિના સૂમહિંસાનો ત્યાગ કરી શકાય? સમાધાન- ના, ત્રસની હિંસાથી વિરમ્યા વિના સ્થાવરની હિંસાથી વિરમવાની વાતો કરવી એ
દુનિયાને છેતરવાનો જ ધંધો છે. જેમ કોઈ માણસ કહે કે મારે દિવસે ન ખાવું, (એટલે કે રાત્રે ખાવું) તેવા પચ્ચખાણ આપો અગર કોઈ મુસલમાન અનાજ ન ખાવું અને