________________
૩૬૩
પ્રશ્ન ૩૮૩
સમાધાન
પ્રશ્ન ૩૮૪
સમાધાન
પ્રશ્ન ૩૮૫
સમાધાન
પ્રશ્ન ૩૮૬સમાધાન
પ્રશ્ન ૩૮૭સમાધાન
પ્રશ્ન ૩૮૮
સમાધાન
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩
માંસ ખાવું તેવા પચ્ચખ્ખાણ માગે તો તેવા પચ્ચખ્ખાણ અપાય જ નહિ. કારણ કે રાત્રિભોજનનો ત્યાગ કર્યા વિના દિવસે ખાવાના પચ્ચખ્ખાણ અને માંસનો ત્યાગ કર્યા વિના અનાજ ખાવાનાં કરેલાં પચ્ચખ્ખાણ તે પચ્ચખ્ખાણ નથી પણ ધર્મનો ઉચ્છેદ કરનારાં જ પચ્ચખ્ખાણ છે, તેવી રીતે ત્રસની હિંસા છોડયા વગર સ્થાવર સૂક્ષ્મનો ત્યાગ પણ તેવો જ સમજવો.
દુઃખી જીવોને દેખીને જેને દયા ન આવે તેનામાં સમ્યક્ત્વ હોય ખરું ?
ના, દુઃખથી રીબાતા પ્રાણીઓને દેખી જેને દયા ન આવે તેનામાં સમ્યક્ત્વ હોય જ નહિં. શ્રી તીર્થંકરનો જીવ અવધિ તથા મન:પર્યવજ્ઞાન વગરનો હોય ખરો ?
ના ! શ્રી તીર્થંકરનો જીવ દીક્ષા લીધા પહેલાં અવધિ જ્ઞાનવાળો જ હોય અને દીક્ષા લીધા પછી મન:પર્યવજ્ઞાનવાળો જ હોય.
સંયમના ભોગે અહિંસા કરવા લાયક ખરી કે નહિ ?
સંયમના ભોગે અહિંસા કરવા લાયક છે જ નહિ; જો તેમ હોય તો નદી આદિકમાં સાધુઓથી ઊતરી શકાય જ નહિ. ગ્લાનાદિકને માટે વરસતા વર્ષાદમાં ગોચરી લાવી શકાય જ નહિ. ભાવદયા વિના આવેલો સંસારનો કંટાળો તે નિર્વેદ કહેવાય કે નહિ ?
ભાવદયા વગરનો આવેલો સંસારનો કંટાળો તે નિર્વેદ કહેવાય નહિ, પણ રાજા, ચક્રવર્તી વાસુદેવ, પ્રતિ વાસુદેવપણાનાં તથા દેવતાઈ સુખ વિગેરે, સંસારમાં ઉચ્ચમાં ઉચ્ચ સુખનાં સ્થાન મળે તો પણ જેને ઉદ્વેગ જ રહ્યા કરે, આધિ વ્યાધિ ઉપાધિ જેને ડગલેને પગલે કાંટાની માફક ચાલ્યા કરે અને દુઃખની ખાણરૂપ સંસારથી ક્યારે છુટાય આવી ભાવદયા આવે ત્યારે જ નિર્વેદ કહેવાય.
કયા ગુણો ફરસે ત્યારે સમ્યદ્રષ્ટિ મનાય ?
પંચાશક સૂત્રમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કહે છે શુશ્રુપતિ મુળ સ્વશાં:
સાંભળવાની ઈચ્છા આદિગુણોને ફરસનારો જે આત્મા તે સમ્યદ્રષ્ટિ છે.
કઈ કરણીથી શ્રાવક કહેવાય ?
સંપત્ત વંસાફ ઇત્યાદિ સમ્યગ્દર્શનાદિ પામ્યો હોય, ઉત્કૃષ્ટ આચાર વિગેરેને સાંભળે
અને કેવલ વિરતિ એજ ધર્મ એમ માને તે શ્રાવક કહેવાય.
પ્રશ્ન ૩૮૯-મોક્ષની બુદ્ધિએ ભાવ સાધુપણું આવ્યું એમ જણાવવાની નિશાની કંઇ છે ? સમાધાન- હા, છે ! આ સર્વોત્કૃષ્ટ જૈન શાસન એ જ અર્થ છે એટલું જ નહિ પણ એ શાસન જ પરમાર્થ (પરમોત્કૃષ્ટ અર્થ) છે આવી માન્યતા થયા પછી બાકીની બધી દુનિયાદારીની વસ્તુઓને અનર્થકર, આત્માને ડુબાવનાર માનો. આ ત્રણ (અર્થ, પરમાર્થ અને અનર્થરૂપ) પ્રકારની બુદ્ધિ મુખ્ય હોય અને સાધુપણું પળાતું હોય તો તે જ ભાવ સાધુપણાની નિશાની છે.