________________
૩૬૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ હોય તો આ ચારિત્ર લ્યો !! તીર્થંકર મહારાજાએ કર્યું અને તે જ પ્રમાણે કરવાનું કહ્યું. તે પ્રમાણે વર્તે તે ગુરુ. ગુરુતત્વને ધર્મતત્વનો આધાર પણ દેવતત્વ પર છે. આપણે વ્યક્તિના પૂજારી નથી પણ ગુણના પૂજારી છીએ
આસ્તિક માત્ર દેવાદિ ત્રણે તત્વોને માને છે. બત્રીસ પૈકી એકે અષ્ટકમાં “શ્રી ઋષભાદિ નામવાળું અષ્ટક ન રાખતાં “મહાદેવ' અષ્ટક કેમ રાખ્યું? એનું કારણ એ જ કે આપણે શ્રી ઋષભદેવને શ્રી ઋષભદેવ તરીકે કે શ્રી મહાવીરદેવને શ્રી મહાવીર તરીકે પૂજતા નથી પણ તેઓએ ઘાતિ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન ઉપજાવી જગતના ઉદ્ધાર માટે ઉપદેશ આપ્યો તે તરીકે તેમને પૂજીએ છીએ. એકની પૂજામાં અનંતાની પૂજા, અને એકની આશાતનામાં અનંતાની આશાતના શાથી ! આથી જ ! અહીં વ્યક્તિ રૂપે પૂજન નથી. સરકારનો પટો ધરાવનાર એક સિપાઈના અપમાનથી સરકારની સમગ્ર શહેનશાહતનું અપમાન થાય છે. એટલે તે કેસ સીપાઈના અપમાનનો ચાલતો નથી પણ સરકારના અપમાનનો ચાલે છે. તેવી જ રીતે શ્રી રીખદેવજી તથા શ્રી મહાવીરદેવને આપણે શ્રી રીખવદેવ તથા શ્રી મહાવીરદેવ તરીકે નથી માનતા પણ તીર્થકર તરીકે માનીએ છીએ. વ્યક્તિનું પૂજન તે જાતિ માટે છે. વ્યક્તિની મુખ્યતા નહિં રાખતા જાતિમાં ગુણની મુખ્યતા રાખેલી હોવાથી એકની પૂજામાં સર્વની પૂજા છે, એકની આશાતનામાં સર્વની આશાતના છે. આપણે વ્યક્તિના રોગી નથી પણ ગુણના રાગી છીએ. આ શ્લોક દ્વારા શાસ્ત્રની વિશિષ્ટ વ્યસ્થિત ઉત્પતિ કેવી રીતે આવિર્ભાવ પામી, તે શાસ્ત્ર ત્રણ કોટિ વિશુદ્ધ છે અને આથી મહાદેવ અષ્ટકની મહત્ત્વત્તા મધુરપણે ગાયી છે તે યથાર્થ છે, લાભદાયી છે બલ્ક જગતના જીવો માટે પરમ આશીર્વાદ રૂપ ભાવ પ્રવર્ધક છે.