________________
૩૫૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ ભગવાનની ભવ્યતા.
કદાચ તમે કહેશો કે દીક્ષાના વરઘોડામાં શું કલ્યાણ છે? કહેશો કે નથી તો તે વરઘોડામાં ન જવાની બાધા કેમ ન આપી ? કેમ ? “એ તો માંકો” અર્થાત્ તમારો પોતાનો પ્રસંગ છે. છેવટે તમારો સાધુ મરી જાય તે વખતે માંડવી કાઢો છો તે માંડવી પ્રસંગે નહિ જવાની બાધા આપી ? એ આરંભ નજરે આવે છે તો તેની બાધા કેમ નથી આપી ? એથી આગળ જ્યાં તમે જાવ ત્યાં હજારો શ્રાવકો એકઠા થાય છે ત્યાં ભઠ્ઠીઓ સળગે છે તેને રાંધવું નહિ એવી બાધા આપી ? એક જ વસ્તુ અડે કે મને ગોરી ગાયને અડે. મારી એક પણ ચીજ હિંસા કે વગર હિંસા હોય તેમાં ઓછી કરવાની નથી. આવી આવી કંઈક બિનાઓ આજના સુધરેલા ઊંધા સ્વરૂપે સમજે છે અને સમજની ધૂનમાં અન્યને સમજાવીને શું કહે છે કે ધાડ પાડવી તો સર્વશને ઘેર ! ! તમારી તિજોરી ખોલી કોઈ આપી દે તો ત્યાં સાત ભૈયા અને સો પોલીસ પણ પૂનિત સંસ્થાઓ એટલે બોડી બ્રાહ્મણીનું ખેતર અને તેવું ખેતર ખોળવું અને લુંટારાએ છૂટે હાથે લુંટવું કારણ મૌને ભગવાન બોલે કે ચાલે નહિ. એ તીર્થંકરદેવ ખુદને તમે ઉઠાવી ફેંકી દો તો પણ એ કંઈ બોલવાના નથી. જે પોતાનું રક્ષણ નહિ કરે તે તમારું શું રક્ષણ કરશે? આમ બોલનારા આર્યસમાજીઓ છે. બે આર્યસમાજીના વિચારોથી રંગાયેલા છે. મૂર્તિ ઉપર ઉંદર દોડી રહ્યા છે, કબુતર ચાંચ મારી રહ્યા છે. એવા દેવો જો પોતાનું રક્ષણ કરી શકતા નથી તો તમારું શું રક્ષણ કરશે ? પણ પ્રશ્નના જવાબમાં કહેજો કે જો તમારા સાધુ ઉપર કૂતરું કરડવા આવે તો તારા સંતો શું કરે? લાકડી લે કે પથ્થરો લે ? કદાચ લાકડી પથ્થરો લે તો એને તું સંત માને ખરો કે? જે પોતે કુતરા બલાડાથી પોતાનો બચાવ કરતા નથી તે સંત તારું કલ્યાણ શી રીતે કરશે? આવા સમાધાનના જવાબમાં એ કદાગ્રહી થઈ જાય છે એવું બોલાય છે પણ યુક્તિહિન બોલું છું તેનું ભાવ તેઓને રહેતું નથી. અમે માનીએ છીએ કે ખુદ ભગવાન હોય તેને કોઈ ચાહ્ય જેવો ઉપદ્રવ કરે અને જો તે સહન કરે તો સહન કરવાની ઉચ્ચતમ શક્તિને લીધે જ અમે તો ભગવાન માનીએ છીએ, દુર્જનના દંડિકા ખાય છતાં દુર્જનનું લેશ પણ બુરું ન ચિંતવે તેને લીધે જ અમે ભગવાન માનીએ છીએ. વસ્તુતઃ ભગવાનની ભવ્યતા પામરો પીછાણી શકતા નથી. ટ્રસ્ટની રૂએ ટ્રસ્ટની ફરજ
ચાલો મૂળ વાતમાં આવો. ભગવાનની મૂર્તિને ખુદને ઉઠાવીને બીજે મુકી દોતો પણ તે બોલનારી નથી. એટલે સુધારક લુંટારૂએ દેવ દ્રવ્યમાં લૂંટ ચલાવી, કારણ માલિક બોલતા નથી, બીજાને બોલતાં ચૂપ કરવા, અમે ધારીએ તેમ થાય, તે સારું આ બધું તોફાન છે. તમે દેવદ્રવ્યના ટ્રસ્ટી હતા, નહિ કે માલિક? તેમાં ટ્રસ્ટીને ગેરવ્યવસ્થા કરવાનો હક્ક નથી અને કદાચ ગેરવ્યવસ્થા કરે તો તે દંડાય અને સજામાં સડવું પડે. આ દેવદ્રવ્યનું ટ્રસ્ટ થયેલું છે. આ ટ્રસ્ટથી જે વિરુદ્ધ વ્યવસ્થા કરે તે ચાહ્યા સાધુ સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા હોય તે દંડાવા લાયક છે. તમે ટ્રસ્ટને અભરાઇએ મૂક્યું છે, તે ટ્રસ્ટને ફાડી નાખે બાળી નાખે છતાં શાસનની નોંધમાં તે બિનગુનેગાર નથી. જ્યાં સુધી દાનત સાફ હોય, તાવડીના તળીયા જેવી ન હોય ત્યાં સુધી ટ્રસ્ટી ટ્રસ્ટને ઈજા કરે નહિ. ટ્રસ્ટી સુધારકોને ટ્રસ્ટ નડે છે તેને ઉડાવવા માટે ટ્રસ્ટને