________________
૩૫૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ ભાવનું વર્તન ગુરુ પાસે વ્રતનિયમ લેવું આ તીર્થંકરોએ કહ્યું કે તમે તમારી મેળે કરો છો, જો તીર્થકરોએ દેશના દ્વારાએ કહ્યું હોય તો તે તીર્થકરોએ ગુરુ પાસે વ્રતનિયમ ક્યાં લીધાં છે? તેવી રીતે ગચ્છમાં ગુરુકુળ વાસ કરવો જોઈએ તે પણ ક્યાં કર્યો છે. આ વાત તીર્થકરોએ કહેલી હોય તો તે તીર્થકરોએ ગુરુકુળ વાસ ક્યાં કર્યો છે ? વિનય ધર્મનું મૂળ છે તો તેમણે વિનય કોનો કર્યો છે ? વૈયાવચ્ચથી પાતિકની પરંપરા તૂટે છે અને ક્ષાત્યાદિ શક્તિઓ આવિર્ભાવ પામે છે, અપ્પડિવાઈ ગુણ છે છતાં એ વૈયાવચ્ચની વિધિપૂર્વક પાલના તેઓશ્રીએ કયાં કરી ! આ બધા પ્રશ્નોના સમાધાનમાં સમજવું જોઈએ કે અનેક ભવમાં તે તે કમાણી થઈ ગઈ છે. પ્રોફેસર નવડાની નવીનતા બનાવે તે વખતે તે ક્યાં જાણી આવ્યા, કયા મહેતા પાસે ભણી આવ્યા એ પ્રશ્નની જેમ અસ્થાને છે. તોલ કયા કાંટે થાય ?
જે બિમાર સાધુની માવજત કરે છે. બિમાર એટલે જગતની રોગી ન લેવા પણ બિમાર સાફ લેવા. જગતના રોગી લેવામાં અડચણ શી? સાધુઓએ ધર્મલાભને અંગે લીધેલી ચીજ તે અધર્મ કે ધર્મધર્મમાં વર્તી રહ્યા હોય તેવાઓને દઈ શકાય જ નહિ. ટ્રસ્ટ ડીડ મુજબ ટ્રસ્ટી રકમ વાપરી શકે છે, ટ્રસ્ટ ડીડમાં સુધારો વધારો કરવાનો હક ટ્રસ્ટીને નથી, જગતમાં રહેલા જીવો સાવદ્યના ત્યાગ વગરના હોય ને તે જીવોની સાવદ્યના ત્યાગવાળો પોષણ કરે ત્યારે પોતાનો સાવધ-ત્યાગ ત્રિવિધ ટકે નહિ તે વિચાર જો. માંદા માણસને સારું ઔષધ કડવું લાગે છે, તેમ આ સીધી હકીકત ઊંધા માર્ગે ચાલનારને અવળી પડે છે. સાધુએ અસંત એવા વેશધારીને ન દેવું તેમનું પોષણ ન કરવું ને લેવડ દેવડ કરે તો સુવિહિત સાધુને પાપ છે. તો પછી શ્રાવકને દેવામાં પાપ કેમ ન ગણવું? આ બાળ ગોપાળ સર્વ માન્ય સાધુની સર્વ સાવધના ત્યાગની પ્રતિજ્ઞા સમજી શક્યા નથી કારણકે જો સમજ્યા હોત તો તેવાઓ સર્વ-વિરતિ ધરા અને શ્રાવકો એ બંનેને એક માર્ગે ગણના કરવાની ધૃષ્ટતા કરત જ નહિ. એમને જ પુછીએ કે સાધુઓ ઘણા પ્રમાણમાં છે અને એક સ્થાને ચોમાસુ રહ્યા છે. એક મકાનમાં બધા સાધુઓનો સમાવેશ થતો નથી. તેવી કેટલાક બીજા મકાનમાં રહ્યા છે. વ્યાખ્યાન ટાઇમ થયો એટલે વરસતા વરસાદે શ્રાવક વ્યાખ્યાને આવે છે. તેને લાભ છે કે નુકશાન? સભામાંથી તેમાં શ્રાવકને લાભ છે. સામા ઉપાશ્રયથી સાધુ વરસતે વરસાદે સાંભળવા આવે તો લાભ ખરો કે ? (સભામાંથી) પચીસ ડગલાંથી આવે લાભ કેમ નહિ ? શ્રાવકને આવતાં લાભ તો સાધુને પણ લાભ હોવો જ જોઈએ. સાધુ શ્રાવકનો એક રસ્તો માનવાવાળાઓ તો અહીં સાધુને લાભમાનો નહિતર શ્રાવકને નુકસાન થાય છે એમ માનો આવી દલીલો કરે છે. હવે એક મનુષ્ય પોતાના ઘેરથી વરસાદ વરસતાં વ્યાખ્યાન શ્રવણાદિ માટે ઉપાશ્રયે આવે છે અને એક વેપાર માટે જાય છે. આ મનુષ્યને બન્ને કાર્યમાં શું હિંસા સરખી છે ? ના જે વ્યાખ્યાનાદિ સાંભળવા આવે છે તે અને શાક લેવા જાય, વેપાર કરવા જાય, ઉઘરાણી કરવા જાય, તે બધા કાર્યમાં શું હિંસા સરખી છે ? કદી એ કાર્ય કરનારાં રસ્તામાં કાળ ધર્મપામી જાય તો સરખી ગતિએ જશેને? ના. જે લોકો પૂજા આટલી ઉંમર કરી ધોળ્યું શું આમ કહેનારને કહેવું પડશે કે આટલા વર્ષ વાસ્તવિક લાભ મેળવવો જોઈએ તે મેળવ્યો નહિ તે અપેક્ષાએ કાન ફોડયા અને ગુરુનાં ગળ્યાં સુકવ્યાં એ કહેવાય નહિ. પૂજા પ્રભાવનાદિ કરવાથી શું વળ્યું તે બતાવો? એવા પ્રશ્નકારને કહેવું પડશે કે જો ધર્મ બતાવવાની વસ્તુ નથી તો તે પૂજા કરતાં શું વળ્યું એમ શી રીતે બોલે છે ! તરણતારણ તારણહાર તીર્થંકરદેવની પૂજામાં થતી હિંસા તને નડે છે અને તારા માટે થતી હિંસા તને નડતી નથી. કારણ ઝવેરાત અને પથ્થરના તોલ કયા કાંટે થાય તેનું પણ ભાન નથી.