________________
૩૫૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ અનુસરતું ન હોય, તત્ત્વરૂપ ન હોય, શાસન માટે હિતકારી ન હોય તો તે વસ્તુતઃ ધર્મ, તત્વ, કે વાસ્તવિક સિદ્ધાંત નથી, છતાં સ્થાન સ્થાન પર “ની પત્તની પછી છાપ શા માટે મારવી ? કઈ છાપ ? જીનેશ્વરે કહેલું તત્વ આ છાપ શા માટે મારવી? ચાર્ટર બેંકમાં સોનાની લગડીઓ પર જે છાપ પડે છે તે છાપ જે સોના પર ન પડે તેટલા માત્રથી દુનિયામાં બાકી રહેલ સોનાને શું સોનું નહિ કહેવું? શું ચાર્ટર બેંકની છાપ જે તે પિત્તળ ઉપર છાપ મારી શું સોનું કરી દે છે ? છાપ શા માટે જોવાય છે ? છાપથી કંઈ પિત્તળને સોનું ગણી લેતા નથી, તો પછી ચારટર બેંકની છાપનું સોનું એમ કેમ બોલો છો? કહો અગર જરૂર કહેવું પડશે કે એનો અર્થ એક જ છે કે એ બેંક ચોખ્ખા સોના સિવાય છાપ લગાડે નહીં. જગત ભરમાં રહેલા બધા સોનાને છાપ લગાડે તેમ નથી પણ છાપ લગાડે તો જરૂર તે બેંક ચોખ્ખી સોનાને જ છાપ લગાડે છે એવી તેની (બેંકની) જગમશહુર જાહેરાત છે. ચાર્ટર બેંકની છાપ ન હોય તો સો ટચનું સોનું નહિ. ચાર્ટર બેંકની છાપનો નિયમ ચોખા સોના ઉપર છાપ. સર્વત્ર ચોખા સોના ઉપર છાપ હોય તેમ નહિ. જેમ અમૃતફળ સમર્પક આંબો એ વૃક્ષ પણ વસુધા પરના સર્ષ વૃક્ષ એ આંબો નહિ એ અચળ નિયમ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. જેમ આંબાને વૃક્ષ જ કહીએ પણ વૃક્ષ માત્રને આંબો કહેવાની તાકાત બુદ્ધિમાન ધરાવી શકતો નથી. જેવું બોલે તેવું કરે
ચાર્ટર બેંકની છાપ પડે તેથી ચોખું સોનું કહીએ, પણ છાપ ન હોય તેથી સોનું નહિ એમ કહેવાય નહિ, કારણકે બંને બાજુનો નિયમ નથી. આથી ચારટર બેંકની છાપ હોય ત્યાં ચોખ્ખું સોનું હોય છે પણ ચોખું સોનું હોય ત્યાં ચાર્ટર બેંકની છાપ હોવી જોઇએ તે નિયમ નથી. પ્રભુ માર્ગમાં બંને પ્રકારનું અવધારણ કરવાના અવિચળ નિયમ છે. જીનેશ્વરે કહેલો હોય તે ધર્મ જ હોય, અને તે ધર્મ જીનેશ્વરે કહેલો જ હોય. જે અતિતાદિ પદાર્થોને જણાવનાર વાક્યો તે જીનેશ્વરે જ કહેલા જ છે એમ એક બાજુ અવધારણ કરવાનો નિયમ હતો જ નહિ. પણ બંને બાજુ અવધારણ કરવાનો નિયમ હતો. ધર્મ હોય તે જ જીનેશ્વરો કહે અને જીનેશ્વરો કહે તે ધર્મ જ હોય આ ઉપરથી
જીનેશ્વરના કથનમાં બંને બાજુ અવધારણપૂર્વકનો નિયમ. તત્વ શાસન અને ધર્મ વગેરેમાં બંને બાજુ અવધારણ પૂર્વકનો નિયમ હોવાથી કથની અને કરણીમાં ભેદ પડતા નથી. સર્વજ્ઞપણું શાથી જાણ્યું? કોઈ પણ જીવની હિંસાદિ કરનારા ન હોય, અને તે જ પ્રમાણે કહેનારા હોય. જીનેશ્વરોને સર્વજ્ઞ જાણવામાં બીજો નિયમ કયો રાખ્યો? જેવું કહેવાવાળા તેવું જ કરનારા “નાહવા તારિ" જેવું બોલે તેવું જ કરે.
અહીં જરા શાંતિથી વિચાર કરવાનો છે કે જીનેશ્વરો ક્ષાયિક ભાવમાં હોય તેથી ક્ષાયિક ભાવને લાયકનું કર્થન વર્તન કરે. એટલે જગતવંદ્ય તીર્થંકર દેવો તેમને અંગે જેવું કહે તેવું જ કરે, અને જેવું કરે તેવું જ કહે, અઢારે દોષ રહિત તીર્થંકર. દેશના પણ અઢાર દોષના પરિહારની દે, પોતે ક્ષાયિક ભાવમાં ભીંજાયેલા હોવાથી ક્ષાયિક ભાવને લાયકનું વર્તન કહે અને કરે તેથી તેમને તેમ થવામાં અડચણ આવતી નથી; પણ આપણે ક્ષાયોપથમિકભાવને અંગે જે વર્તન કરીએ છીએ તે કહેલું કરીએ છીએ કે કક્ષ વગરનું? ક્ષાયિક ભાવમાં “યથાવાદી તથાકારી” એ માનવામાં અડચણ નથી, પણ ક્ષાયોપથમિક