________________
श्रीशंखश्वरपार्श्वनाथाय नमः
“આગમોદ્ધારકની અમોઘ દેશના.”
નોંધઃ- શ્રી ઘાટકોપર મધેના ઉપાશ્રયમાં શ્રી ઉપધાન મહોત્સવ પ્રસંગ પ્રાતઃસ્મરણીય શાસનપ્રભાવક શાસન સંરક્ષક તીર્થોદ્ધારક શૈલાણા નરેશ પ્રતિબોધક સકલશાસ્ત્ર પારંગત આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક આચાર્યદેવે આપેલી આ અમોઘ દેશનાનું અવતરણ સારભૂત રોચક અને મનનીય તેમજ આરાધકોની આરાધનામાં અનેરો ઉત્સાહ આર્વિભાવ કરનાર હોવાથી અત્રે અપાય છે...... ...તંત્રી.]
કે પ્રથમ વર્ષ છે. મુંબઈ, તા. ૨૪-૫-૩૩, બુધવાર
અંક ૧૬ મો િવૈશાખ વદ ૦))
વિીર સંવત્ ૨૪૫૯ વિક્રમ , ૧૯૮૯
આત્માની માલિકીની અને કબજાની ચીજ ધર્મ.
છાપ મારનારા ચાલાક અને ચકોર છે. આંબો એ વૃક્ષ પણ વૃક્ષ એ આંબો નહિ !!! લુંટારાઓનીં છૂટે હાથે લુંટ!!! અને શાસન ભક્તોની આડક્તરી મદદ ! ! ! તોલ કયા કાંટે થાય તે વિચારો !!!
एवं सद्वत युक्ते न येनशास्त्रामुदाहृतं ।
शिववर्ता परंज्योतिस्त्रिकोटि दोषवर्जितं ॥५॥ આંબો એ વૃક્ષ પણ વૃક્ષ એ આંબો નહિ !!!
શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં થકાં અનેક વખત સૂચવી ગયા કે ધર્મ એ આત્માની માલીકીની અને કબજાની ચીજ છે છતાં તેનો સદુપયોગ દુરૂપયોગ કે અનુપયોગ કયા કયા પરિણામને નિપજાવે છે, તેનો ઉપયોગ કેવી કેવી રીતે કરવાનો છે તે સમજમાં આવ્યું નથી. અથવા સંમજમાં આવ્યા છતાં તેનો યોગ્ય ઉપયોગ કરાતો નથી. આત્માને પોતાની માલિકી -ને કબજાનો ધર્મ છતાં તેને વ્યવસ્થા કરવાનો હક્ક મળતો નથી, તેથી જ આ આત્માને બોલવું પડે છે કે “ની પરંત'' કેવળી ભગવંત પ્રરૂપતિ ધર્મ, અનંતજ્ઞાની પ્રરૂપિત શાસ્ત્ર તત્ત્વ છે જે રૂપે હોય તે રૂપે જ હોવાનું. જીનેશ્વરના કહેવાથી ધર્મ ન હોય તે ધર્મ બની જવાનો નથી. તત્વ ન હોય તે તત્વ બનવાનું નથી, જે ધર્મ હોય તે અધર્મ થઈ જવાનો નથી. કેવળીએ ન કહ્યું હોય કેવળીના કથનને