SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૭. શ્રી સિદ્ધચક્ર તા. ૨૪-૫-૩૩ અભરાઇએ મૂકો. એ શાસ્ત્રને આધારે આવેલું દેવદ્રવ્ય તે તો કેવું છે ને ટ્રસ્ટ માનવું નથી. ટ્રસ્ટને આધારે આવેલી રકમ તમે કેમ વસૂલ કરો છો? વસૂલ કરવામાં ગોટાળા કરવાનું કામ બેઇમાન સિવાય કોઈથી પણ બની શકે નહિ. ' એ ભગવાનના આગમ રૂપી ટ્રસ્ટને ફેંકી દેવા માગે છે ને તેને આધારે આવેલી રકમો ઓઈયાં કરવા માગે છે. તેમાં આજે શાસન પ્રેમીઓ આડકતરી રીતે મદદ આપે છે કઈ રીતે શાસન પ્રેમીઓ મદદ આપે છે તે સમજો રાજીનામાને નામે લુંટારાને ધર્મીઓ મદદ દઈ રહ્યા છે. લુંટવાને માટે કટિબદ્ધ થયેલા તે લેભાગુઓ છે તમે લુગડાં ખંખેરવા તૈયાર થાવ છો, પણ સમજજો કે તમારા જેવા પાંચ સાત સદગૃહસ્થો નીકળી જાય તો એ લેભાગુઓને દિવાળી થાય જ્યાં સુધી ધર્મિષ્ઠ લોકો સર્વોત્તમ કલ્યાણ-પ્રદ સંસ્થાઓમાં મેમ્બર ટ્રસ્ટી તરીકે છે. ત્યાં સુધી હંમેશાં તમે એ શબ્દ કાઢો છો કે “આપણે તો હવે ખસી જવું છે” આ શબ્દો તમારા જેવા કુળવાનને ન શોભે, પ્રભુત પુણ્ય સંજોગે સાંપડેલી કાર્યવાહી નજીવા શબ્દ માત્રથી હાથમાંથી સરી પડે નહિ એ માટે કાળજી રાખજો. દેવ દ્રવ્યનું રક્ષણ તીર્થનું રક્ષણ તેનું નામ ભાંજગડ, ટંટો, બખેડો. પાડોશીની સાથે વેંત જગાની તકરાર હોય તેમાં બખેડો ટંટો નથી લાગતો એ તમારા જેવા વિચારકોના મુખમાં આ શબ્દો શોભતા નથી. આડકતરી મદદ - ઘરમાં પહેલું રાજીનામું કે પછી અહીં ધર્મસ્થાનમાં રાજીનામું દે. ઘરમાં કશી પંચાતમાં હું નહિ પડું, ઘર અને દુકાનને વીસરાવે પછી અહીં રાજીનામું દે તે કદાચ હક્કથી છે એમ માની લઇએ પણ ત્યાં તો છેલ્લા ડચકા સુધી સંભાળવું છે. ધર્માદા ખાતાના અંગે આ ટંટો બખેડો કોણ કહે ? વસ્તુ ન સમજે તે. આ લુંટારુ સુધારકોને શાસનપ્રેમીઓ તરફથી આડકતરી મદદ કે બીજું કંઈ ? ચૌદની લડાઇમાં ઇરાને સીધી મદદ નથી કરી પણ હું તારા લશ્કરને જવામાં આડો નહિ પડું, એ મદદ જબરદસ્ત છે. જો સામા પક્ષને એટલી આડકતરી મદદ મળી ન હોત તો આટલી લડાઇ લંબાઈ તે લંબાત જ નહિ બેલ્જિયમ કબુલ કરે છે કે હું આડો નહિ આવું, તો પાંચ વર્ષ લડાઈ લંબાવવાની જરૂર ન હતી. ધર્માદા ખાતાના આબરૂદાર ટ્રસ્ટીઓ રાજીનામું દેવા તૈયાર થાય તે સુધારક લુટારૂને મદદ કરનાર છે. તમારા ધરે તે ધાડ પાડી શકતા નથી, પણ ભગવાનને ઘેર હાથ નાખવામાં આ રીતે ફાવી જાય છે. પૂર્વે આપણે કહી ગયા કે પોતાના ખાવામાં, પીવામાં, ભક્તોમાં, દીક્ષામાં, મરણમાં, તેમાં હિંસાના બાને કશો નિષધ કર્યો નહિ પણ નિષેધ માત્ર ભગવાનની પૂજામાં શ્રાવક પુજન કરે ને સાધુ પૂજન ન કરે, જો પૂજામાં લાભ છે તો સાધુ નથી કરતાં છતાં તેમને નુકસાન નહિ અને શ્રાવક પૂજન ન કરે તો પૂજાનો લાભ જાય અને નુકસાન મેળવે તે શી રીતે ? રોગી સમાધાનમાં ઔષધ ખાય તેથી નિરોગીએ ખાવું એ નિયમ નથી. તો સાધુ વરસાદમાં વ્યાખ્યાન સાંભળવા કેમ ન આવ્યા?ને શ્રાવકને સાંભળવા આવવામાં લાભ કેમ ગણ્યો? સાધુ શ્રાવકના રસ્તા જુદા છે કે નહિ તે તપાસી લો. અર્થાત્ પાપ પંકથી ખરડાયેલા પ્રક્ષાલન કરે અને તે સિવાયના ન કરે તેમાં આશ્ચર્ય જેવું નથી !!
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy