________________
૩૪૮
શ્રી સિદ્ધચક્ર
તા.૯-૫-૩૩ તે જે નહીં અને સ્વીકારવાલાયક સ્થાનને તે સ્વીકારે નહીં તેની અથડામણ શી રીતે ટળે બર્લ્ડ આસ્તિક કે નાસ્તિક હો તો તેવાઓના ઉધ્ધાર કરવાને અજવાળું તો પણ અસમર્થ જ છે. આસ્તિક નહિ તે નાસ્તિક એમ નહિ !
જગતમાં આસ્તિક માત્ર દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણે તત્ત્વોને માન્યાં છે. આસ્તિક ગણાવાતો કોઈ પણ મત એવો નથી કે જેમાં આ ત્રણે તત્ત્વો ન હોય. આ તત્ત્વોમાં આધાર કોણ તથા આધેય કોણ? આધારના સંરક્ષણની પ્રથમ જરૂર છે. જો આધારની રક્ષાનો પ્રબંધ ન હોય, અને કદાચ રક્ષાનો પ્રબંધ છતાં સુંદર તથા સુદ્રઢ ન હોય તો આધેય મેળવવા છતાંયે તે ટકી શકે નહિ. આ ત્રણ તત્ત્વોમાં પરસ્પર આધાર આધેય કોણ છે તે વિચારવું આવશ્યક છે. આસ્તિક માત્ર ભવાંતર માનનારા હોય છે. જીવ ન માને તે નાસ્તિક આવું કથન દુનિયામાં પ્રચલિત છતાં શાસ્ત્રકારોએ તત્સંબંધી વધારે સ્પષ્ટ કર્યું કે નાસ્તિપત્નોતિિિતતિંરણ્ય સ નાતિવા જે પરલોક વિગેરેને ન માને તે નાસ્તિક. “આસ્તિક નહિ તે નાસ્તિક” આવી વ્યાખ્યા કોઈ પણ વ્યાકરણ શાસ્ત્રકાર માનતા નથી કે જો એમ કહીએ તો અજીવ પણ નાસ્તિકની કોટીમાં ગણાય. જીવ પરલોક, પુણ્ય પાપાદિને માને છે તે આસ્તિક. જડ પદાર્થ આ બધાને (જીવ, પરલોક, પુણ્યાદિ) માનતો નથી તો તેને
આસ્તિક કહેવો? ન જ, કહેવો. આટલા માટે “આસ્તિક નહિ'ને નાસ્તિક આવી વ્યાખ્યા ન રાખતાં “પરલોક વિગેરે નથી' આવી બુધ્ધિવાળો તે જ નાસ્તિક કહેવાય એમ વ્યાખ્યા રાખી. આસ્તિક નાસ્તિક બંન્નેને સ્વતંત્ર સિધ્ધ કરવા પડ્યા. જાનવરો જડ નથી પણ ચેતન છે, તેમને જીવ, પરલોક, પુણ્ય પાપાદિનો વિચાર નથી તો તેમને નાસ્તિક માનવા? જેની બુધ્ધિમાં પરલોક છે કે નથી એ બાબતનો વિચાર નથી તેમની તો એકમાં ગણત્રી નથી. જાનવરો તો માત્ર જન્મ જ પૂરો કરે છે. તે જન્મમાં તેઓ પોતાનો માલિક જે ખોરાક આપે તે ખાય, તેનું કામ કરે, પોતાનાં સંતાનનું પાલન કરે અને આયુષ્ય પૂર્ણ થયે જીંદગી પૂરી કરી ચાલતા થાય. તેવી રીતે જ મનુષ્યોને પરભવનો ખ્યાલ ન હોય તેઓ પણ એ રીતે જાનવરની જેમ જીંદગી પૂરી કરે છે. જન્મવું, ખાવું પીવું, વેપાર કે નોકરી કરવી, કુટુંબનું પોષણ કરવું, જીંદગી પુરી કરી આયુષ્ય ખતમ થયે ચાલ્યા જવું એટલું જ થાય તો પછી મનુષ્ય પશુની માફક જીંદગી પૂરી કરી એમ કહેવામાં જરાયે ખોટું નથી. વિષયોનું વિવેકીપણું પશુભવમાં પણ છે.
કદાચ કોઈ કહેશે કે જાનવરને વિવેક નથી; ઊંડા ઊતરી વિચારશો તો જરૂર જણાશે કે ઇંદ્રિયોના વિષયોનો વિવેક જાનવરને પણ છે. જાનવર પાસે તમે પાણીનું અને મૂતરનું કુંડું મૂકો, તે પાણીનું કુંડું ખાલી કરશે (પીશે) અને મૂતરના કુંડાને પડી રહેવા દેશે. તમાકુના ખેતરને વાડ ભરવી (કરવી) પડતી નથી. કેમકે એને કોઈ જાનવર ખાતું નથી એટલે કે શું ખાવા લાયક તથા શું નહિ ખાવા લાયક, શું પેય તથા અપેય તેનો વિવેક જાનવરને પણ છે. ઠંડીના દિવસમાં છાંયેથી તડકે જવાનો તથા ગરમીના દિવસોમાં તડકેથી છાંયે જવાનો વિવેક પણ જાનવરમાં છે. અનુકુળ મધુરો શબ્દ, સ્વર સાંભળીને તે છેટેથી નજીક આવે છે જ્યારે ભયંકર શબ્દ સાંભળીને તે (જાનવર) નાસી જાય છે. ઇંદ્રિય સંબંધી વિષયોના સારા નરસાપણાનો વિવેક તો જાનવરોમાં પણ રહેલો છે એટલું જ નહિ પણ કેટલાક ગુણોમાં તો મનુષ્યથી પણ જાનવર તે વિષય વિવેકની બાબતમાં ચઢીયાતા છે. ગમે તેટલે દૂર સાકર હોય તો પણ કીડીને તે તરત માલુમ પડે છે. ગંધને ગ્રહણ કરવાની કીડીની શક્તિ અતિ તીવ્ર છે. કૂતરાઓ પણ ગંધને આધારે ચાલે છે. મનુષ્યો ભૂલા પડે છે પણ કૂતરાઓ ભૂલા પડતા નથી. અરધા ગાઉ ઉપર મનુષ્યોનો પગરવ થતો જાણી કૂતરાઓ ભસવા માંડે છે. મતલબ કે ઈદ્રિયોના વિષયોના