________________
૩૪૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૯-૫-૩૩ મધ્યમગુણો એ ત્રણ કારણ અંગિકાર કરવા તે પોતાના વિવેકનું કામ છે. દેવતાપણું તો અકામ નિર્જરાથી પણ મળી જાય છે. આટલું છતાં દેવપણું મુશ્કેલીથી મળે તેની સાથે શાસ્ત્રકારને લેવાદેવા નથીઃ શાસ્ત્રકારે મનુષ્યપણાને એટલા માટે જ મુશ્કેલ કહ્યું છે કે ધર્મ સાધનનું સ્થાન હોય તો મનુષ્યપણું છે માટે તે ફરી ફરીને મળવું મુશ્કેલ છે. શ્રી તીર્થંકરદેવે મનુષ્ય ભવને દશ દૃષ્ટાંતે દુર્લભ કહેલ છે તે આટલા માટે જ. કાંઇ વિષય કષાય માટે મનુષ્યભવને દુર્લભ કહ્યો નથી. એના એ જ દશ દૃષ્ટાંતે ઉત્તમકુળ, આર્યક્ષેત્ર બધું દુર્લભ કહ્યું છે. ધર્મનું સાધન મનુષ્યગતિ સિવાય બીજી ગતિમાં બનતું જ નથી, માટે શાસ્ત્રકારે મનુષ્યગતિએ દુર્લભતા ઉપદેશી છે શાસ્ત્રકારે દેવતાના ભવોને સારા ગણ્યા, ત્યાંની સુખ સમૃદ્ધિ વિગેરે બધાનું વર્ણન કર્યું પણ દેવતાના ભવને દુર્લભ કહ્યો નહિ. બેદરકાર દર્દી માટે વૈદ્ય જવાબદાર નથી !
ખસની ચળમાં માત્ર ખણાયા જ કરે અને દવા ન લાગે તો ધારું પડી જવાનું. દેવતાનો ભવ ઘારાં પાડનારો છે અને ધર્મવિહોણો (ધર્મની પ્રાપ્તિ વિનાનો) મનુષ્યભવ પણ ઘારાં પાડનારો છે. તેથી શાસ્ત્રકારોએ રિદ્ધિસિદ્ધિના લાભનો આશીર્વાદ ન આપતાં ધર્મલાભનો આશીર્વાદ રાખ્યો છે. સામા પાસે લીધેલું દાન પણ ધર્મની સાધનામાં સહાયક છે માટે ધર્મલાભ જ એ વચન ન્યાયસંગત છે. ધનવ , પુત્રવાળા, વિગેરે થવાનો આશીર્વાદ આપ્યો પણ તેમ ન થાય તો ? કહેનાર મૃષાવાદી ! ચિરંજીવ'નો આશીર્વાદ દીધો અને સામો તરત મરી જાય તો ! આશીર્વાદ દેનારો મૃષાવાદી થાય ! છોકરાને ખસ ન હોય તો માબાપ ખસ ઊભી કરતા નથી. ખણવાની મોજ માટે ખસ ઊભી કરવાનું કોઈ ઇચ્છતું નથી તેમ દુનિયાદારીએ માનેલા સુખને માટે શાસ્ત્રકારો વિષય કષાયનો ઉપદેશ આપતા નથી. આશીર્વાદ, દેનારો આશીર્વાદ દે છે તેમ થાય છે એમ નક્કી નથી. આપણને કોઈ આશીર્વાદ દે ત્યારે આપણે હર્ષ પામીએ છીએ અને કોઇ ગાળ દે તો તપી જઈએ છીએ. જો કે જાણીએ છીએ આ બન્ને ખોટા છે છતાં ખુશ નાખુશ કેમ થઇએ છીએ? આશીર્વાદ પર પ્રીતિ અને ગાળ પર અપ્રીતિ છે. જે વસ્તુ વહાલી હોય તેના ખોટા શબ્દો વહાલા લાગે છે અને અળખામણી વસ્તુના ખોટા યા બનાવટી શબ્દો પણ અળખામણા લાગે છે. તેથી આર્યક્ષેત્રમાં ધર્મપદાર્થને બધા સારો ગણે છે. કોઈ માણસ ધર્મ ન કરતો હોય તેને બીજો માણસ ધર્મિષ્ઠ કહે તો તે ખુશ થાય છે. એક મનુષ્ય પૂરેપૂરો ધર્મ કરતો હોય છતાં તેને કોઈ પાપી કહેતો તે નાખુશ થાય છે. બોલેલું બધું સાચું પડે છે એમ નથી પણ પ્રિય વસ્તુના અંગેના જુઠા શબ્દો પણ પ્રિય લાગે છે. આર્યક્ષેત્રમાં સામાન્યથી દરેકને ધર્મપરત્વે પ્રીતિ છે પણ “ધર્મ' એ શબ્દની પ્રીતિએ કામ ન થાય. જેમ “દુઃખ જાય, રોગ જાય,’ એવા જાપથી દુઃખ કે રોગ જતાં નથી પણ રોગ તથા દુઃખને કાઢવા પ્રયત્નો કરવા પડે છે તેવી રીતે “ધર્મ, ધર્મ' ના પોકારથી ધર્મ થવાનો નથી, અધર્મનો નાશ થવાના પોકાર માત્રથી અધર્મ નાશ પામવાનો નથી. જેમ ખસ કાઢવા ઇચ્છનારે વૈધે કહ્યા મુજબ વર્તવું જોઈએ, દવા લેવી જોઈએ, કુપથ્ય ઢાળવું જોઈએ આ તે જ કરે કે જે વૈદ્ય ઉપર વિશ્વાસ રાખે ! અહીં પણ અનાદિના ભયંકર ચેપી કર્મરોગને ટાળવા ધર્મ ઔષધ આપનાર જો કોઈ મહાન વૈદ્ય હોય તો એક જ શ્રી તીર્થંકરદેવ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે ત્યારે એ દેવાધિ દેવ-એ પરમવૈદ્ય આખા જગતના રોગો કેમ ટાળતા નથી ? જો બીજા તરે એમાં જ તેઓનું કર્તવ્ય સમાય તો જગતનો ઉદ્ધાર થાય તેવું તેઓ કેમ નથી કરતા ? આખા જગતનું અંધારું ટળે તે માટે જ સૂર્યનો ઉદય છે એ વાત ખરી છે પણ સૂર્યોદય થયા છતાં જે મનુષ્ય આંખો ન ઉઘાડે તેનું અંધારું શી રીતે જાય? સૂર્યોદય થયા છતાં, આંખો ઉઘાડી રાખ્યા છતાં, ત્યાગ કરવા લાયક સ્થાનને