________________
૩૪૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૯-૫-૩૩ ધર્મસાધન લભ્ય નથી એટલે હક નથી એ સ્પષ્ટ થાય છે. મનુષ્યભવનો તે જીવનસિધ્ધ હક છે. પ્રમાદી, મૂર્ખ, વિલાસી પોતાનો હક ન મેળવે, ન વસુલ કરે ત્યાં શો ઉપાય ? મોક્ષના ત્રણ રસ્તા છે. સમ્યગ દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચરિત્ર. તેમાં સમ્મદર્શન અને સમ્યગુજ્ઞાન તો ચારે ગતિમાં છે. નારકીમાંયે તેવા જીવો અસંખ્યાતા છે, અને દેવલોકમાં પણ અસંખ્યાતા છે. તિર્યંચમાં દેશવિરતિરૂપ ચારિત્ર પણ છે. ગૃહસ્થાશ્રમ સમો ન તો ન ભવિષ્યતિય' ગૃહસ્થાશ્રમ સરખો ધર્મ થયો નથી અને થવાનો નથી, વ્રત ગ્રહણ કરવામાં કાયર લોકો આવું મન્તવ્ય ઉચ્ચારે છે પણ તેવી માન્યતાવાળાઓએ વિચારવું જોઈએ કે દેશવિરતિપણાનો ધર્મ તિર્યચોમાં પણ રહેલો છે. તિર્યંચના ભવમાં સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન તથા અણુવ્રતરૂપ ચારિત્ર છતાં શાસ્ત્ર તેની પણ દુર્લભતા કહી નથી. ઊંડા ઊતરી જોઇએ તો ધર્મ સાધનને લાયક મનુષ્યભવ છે અર્થાત્ સંપૂર્ણ ધર્મને લાયક મનુષ્યભવ દેવતાના ભવ કરતાં પામવો વધારે દુર્લભ છે અને પામ્યા પછી ધર્મ માર્ગે સમર્પણ કરવો તે જ શ્રેયકર છે. સ્થાન થોડા અને ઉમેદવાર ઘણા તે જ વસ્તુ દુર્લભ !
દેવતાનો ભવ પામવો સહેલો છે. નારકી વિકલૈંદ્રિય. એકેંદ્રિય દેવતા થાય નહિ તેમજ દેવતા Aવીને દેવતા થાય નહિ. ફક્ત સંજ્ઞા પંચંદ્રિય દેવતાની ગતિને લાયક છે. સંશી મનુષ્ય અને તિર્યંચ જ માત્ર દેવતાની ગતિને લાયક છે, તાત્પર્ય કે દેવતાના સ્થાનક તો ઘણાં છે પણ ઉમેદવાર થોડા છે. જ્યારે મનુષ્યગતિમાં સ્થાન થોડા અને ઉમેદવાર ઘણા છે કેમકે નારકી વિકલૈંદ્રિય, એકેંદ્રિયાદિ બધા જીવો ઉમેદવાર છે અને તે મનુષ્ય થાય. જેના ઉમેદવાર ઘણા હોય અને સ્થાન થોડા હોય તે મુશ્કેલ (દુર્લભ) કે જેમાં ઉમેદવાર થોડા અને સ્થાન વધારે તે મળવું મુશ્કેલ (દુર્લભ) દેવતાપણું તો પરાણે પણ મળે છે, બીજો પરાણે મેળવવા માગે તો મેળવી દે, પણ મનુષ્યપણું પરાણે મેળવવા માગે તો પણ મેળવાતું જ નથી. દેવતાપણું એ અકામનિર્જરાથી પણ મેળવાય છે, કેમકે અકામનિર્જરામાં કર્મ ભોગવતાં દુઃખો પરાણે ભોગવાય છે. જે દુઃખો પોતાની ઈચ્છાએ ભોગવાય ત્યાં અકામનિર્જરા નથી પણ સકામનિર્જરા છે. બીજાઓ હેરાન કરે તે દ્વારાએ અકામ નિર્જરા થાય તેથી દેવપણું મેળવી શકાય પણ મનુષ્યપણું અકામ નિર્જરાથી નથી મળતું. જગતભરમાં જ્યાં જ્યાં મનુષ્યપણું, દ્રષ્ટિગોચર થાય
ત્યાં ત્યાં સમજવું જરૂરી છે કે પૂર્વ અવસ્થામાં પ્રકૃતિએ પાતળા કષાય કર્યા હોય, દાનરૂચીથી રંગાયો હોય, મધ્યમ ગુણોમાં ભીંજાયો હોય ત્યારે મનુષ્યપણાને યોગ્ય આયુષ્ય બંધાય અને મનુષ્યપણું મળે છે. પાતળા કષાયો આદિ વિના મનુષ્યપણાનું આયુષ્ય બંધાતું જ નથી !!! કયા કારણે મનુષ્યભવ મળે ?
મનુષ્યજીવન બાહ્ય સંયોગોને આધીન છે. અનુકૂળ હવા ખોરાક વિગેરે મળે તો જ જીવી શકાય. બાહ્ય સામગ્રી મેળવવા પુરતું કર્મમંદ થવું જોઈએ. મનુષ્યપણું બાંધ્યા પછી આયુષ્ય ભોગવવાનું છે; તેવો મનુષ્યપણામાં અનુકૂળ સંજોગ ક્યાંથી મળશે? “વાર મોનાનોતિ' માટે મનુષ્યપણામાં દાનની જરૂર પડશે. મનુષ્યપણામાં અમુક જવાબદારીનાં જોતરાં ગળે વળગવાનાં છે. જે પોતે સમજ છે, ઉપદેશ સાંભળે છે તેવાને અંગે આ કહેવાય છે. સ્વાભાવિક ક્ષયોપશમ થવો જોઈએ; મનુષ્યપણામાં પામવા લાયક તો પામવું જોઇશેને? બીજે દાનનાં સાધનો નથી તેથી દાનની પ્રવૃત્તિ કરે પણ નહિ પણ દાનાંતરાયનો ક્ષયોપશમ થવો જોઇએ, નહિ તો અહીં લાભાંતરાયના ક્ષયોપશમનાં સાધન મેળવશે ક્યાંથી ? મનુષ્યપણું મુખ્યતાએ વિવેકને આધીન છે. પાતળા કષાય કરવા, દાનરૂચિવાળા થવું, અને