________________
૩૪૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૯-૫-૩૩
श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः
આગદ્ધારકની અમોઘ દેશના.”
[નોંધ:-શ્રી ઘાટકોપર મધ્યેના ઉપાશ્રયમાં શ્રી ઉપધાન મહોત્સવ પ્રસંગે પ્રાતઃસ્મરણીય શાસનપ્રભાવક શાસન સંરક્ષક તીર્થોદ્ધારક શૈલાણા નરેશ પ્રતિબોધક સકલશાસ્ત્ર પારંગત આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક આચાર્યદેવે આપેલી આ અમોઘ દેશનાનું અવતરણ સારભૂત રોચક અને મનનીય તેમજ આરાધકોની આરાધનામાં અનેરો ઉત્સાહ આર્વિભાવ કરનાર હોવાથી અત્રે અપાય છે ...તંત્રી.]
સાચા જુઠા શબ્દની અપૂર્વ શક્તિ !! એકના પૂજનમાં અનંતાઓનું પૂજન
એકની આશાતનામાં અનંતાઓની આશાતના. માનવ જીવનની એક મિનિટમાં બે ક્રોડ પલ્યોપમની સરખામણી. લગ્નગ્રંથીના ઉમેદવારો જીવનપર્યત કેદની જવાબદારી ઉઠાવે છે !!!
ધૂળની કિંમત છે પણ ધરખમ જીંદગીની કિંમત નથી !! તરણ તારણ તીર્થકરદેવના વિરહકાળમાં તીર્થકર નામ કર્મની ઉપાર્જના. પ્રભુ પ્રણિત કલ્યાણ માર્ગમાં કથની કરણીનું એકીકરણ.
સમ્યકત્વ અને સર્વવિરતિનું અલૌકિક આંતરૂં.
एवं सद्वृत्त युक्तेन येनशास्त्रमुदाहतं । शिववर्ती परंज्योतिस्त्रिकोटि दोषवर्जितं॥ ५॥
જુફા શબ્દોમાં સારાપણું અને સાચા શબ્દોમાં નરસાપણું.
( શાસ્ત્રકાર મહારાજા શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી ભગવાન ભવ્યજીવોના ઉપકાર માટે પહેલાં જણાવી ગયા કે આ જગતમાં દરેક મનુષ્ય ધર્મને કિંમતી ગણે છે. કિંમતી વસ્તુના શબ્દો જુઠા પણ સારા લાગે છે અને જે વસ્તુ પરત્વે અપ્રીતિ હોય તેના સાવ સાચા શબ્દો પણ કાનને અપ્રીતિ ઉપજાવે છે.
દુનિયાએ જીંદગી, ધનધાન્ય, માલમિલકત, કુટુંબકબીલાને ઈષ્ટ ગણેલાં છે અને તેના અભાવને અનિષ્ટ ગણેલ છે તેથી એક ચપટી લોટના બદલામાં બ્રાહ્મણ આશીર્વાદ દે કે “ધન્ય ધાન્યવાળા