________________
૩૪૪
શ્રી સિદ્ધચક્ર
તા.૯-૫-૩૩ થાઓ ! પુત્ર પરિવારવાળા થાઓ ! ઘણું જીવો !!! ત્યારે આશીર્વાદ શ્રવણ કરનાર લોટ દેનારનું મન પણ ખુશી થાય છે, જો કે કોઇના કહેવાથી આશીર્વાદનું સફળપણું થવાનું નથી અને લાંબું જીવાતું યે નથી; તેમજ કોઇના કહેવાથી તેમ થઈ જાય એવી જગતમાં કોઈની માન્યતા પણ નથી. ક્રોધમાં આવીને કોઈ ગાળ દે, શ્રાપ દે તો તે મુજબ કાંઈ થઈ જાય છે એમ નથી છતાંયે સાંભળનારને આવેશ જરૂર આવે છે. આશીર્વાદને અંગે રાજીપો અને શ્રાપ કે ગાળને અંગે ઇતરાજી થાય છે. એ શબ્દોમાં છુપાયેલી વિલક્ષણ શક્તિ અજબ અને આશ્ચર્યજનક છે !!! ધર્મલાભ ! આશીર્વાદનું નિયમન કેમ?
શાસ્ત્રકારોએ આશીર્વાદમાં ધર્મલાભ' શબ્દ કેમ રાખ્યો? એ એક જ અસાધરણ આશીર્વાદ કેમ રાખ્યો ? તમે વંદન કરો તોયે “ધર્મલાભ' આહાર વહોરાવો, પાણી વહોરાવો, રસોઈ, પુસ્તક, ઔષધાદિ વહોરાવો ત્યારે દરેકે દરેક વખતે “ધર્મલાભ”.
જે કાંઈ ચીજ લેવાની છે તે સાધુએ પણ સંયમના સાધન તરીકે લેવાની છે અને શ્રાવકે પણ સંયમના સાધન તરીકે આપવાની છે. સાધુઓ ફક્ત ધર્મવ્યવહારને અંગે જ પ્રવૃત્તિવાળા છે, તેઓએ ધર્મ ને જ જીવન સમપ્યું છે એટલે ધર્મ સિવાય બીજી પ્રવૃત્તિ છે નહિ એટલે તેઓ બીજો કયો આશીર્વાદ આપે? જેનું પરિણામ નરસું હોય અને જો તે વર્તમાનમાં સુંદર દેખાય તો પણ તેને સુજ્ઞજન વખાણે નહિ. કોઈને ખસ થઈ હોય તેને ખણવું એટલું બધું સારું લાગે છે કે તેને બીજા ગમે તેવા મીઠાશવાળા પદાર્થો આપો છતાંયે ખણવાની પ્રવૃત્તિ પહેલી કરશે, છતાં એ ખણનાર, ખણવામાં પૂરી મોજ માનવા છતાંયે પોતે સારું કરે છે એમ માનતો નથી, માને છે ખોટું તો પણ તે વખતે તેનો હાથ પકડીને રાખી તો જુઓ ! એને ખણતો અટકાવી તો જાઓ ! ખસવાળો જેમ ખણવામાં મસ્ત છે તેમ દુનિયાના જીવો આરંભ સમારંભ માટે અહોનિશ તલપાપડ થઈ રહ્યા છે, તેમાં તલ્લીન બન્યા છે તેથી ખસવાળાને જેમ કોઈ રોકે તો તે અનિષ્ટ માને તેમ આરંભાજિક પ્રવૃત્તિમાં રાચી રહેલા એવા કોઈપણ જીવને કોઈ રોકે તેમાં અનિષ્ટ માને છે. ખસ થાય ત્યારે છોકરો રોક્યો ન રહે તે માટે તમે તેના હાથે લુગડાં બાંધો છે, કહો ! તમે તેના હિતૈષી કે વૈરી? ખણવાથી તમે તેને રોકો છો તેથી તેનું મન કેટલું દુઃખાય છે. અરે ! તમે તે બિચારાના નખ કાઢી નાખીને તેને સુખના સાધન રહિત બનાવો છોને ! મા બાપ આવો અંતરાય કરે ! કહો કે તે વખતે તો છોકરાને ખણવાથી સુખ લાગે છે પણ તેના દુઃખદ પરિણામને તમે જાણો છો (છોકરો નથી જાણતો) તેથી જ તમે રોકો છો. એ અણસમજુ હોઇ ખણવામાં મોજ માને પણ સમજુ મા બાપ કદી ખણવામાં અગર ખણવાના સાધન પૂરાં પાડવામાં ફાયદો ગણે ? નહિ જ!
જેના પરિણામમાં નુકસાન હોય તે વર્તમાનમાં સારું લાગે તો પણ હિતૈષી હોય તે તો તેને રોક્યા વિના રહે જ નહિ. શાસ્ત્રકારો આશીર્વાદમાં કદી પણ ધન, કુટુંબ, આરોગ્ય, લક્ષ્મી, વૈભવવાળા થવાનું કહેતા નથી તેનું કારણ સ્પષ્ટ છે. જગતને ભલે ખાવું પીવું મોજમજા માલમિલકત વિગેરે ઈષ્ટ લાગે છે પણ શાસ્ત્રકાર તેનું અનિષ્ટ ભયંકર પરિણામ પ્રત્યક્ષ દેખે છે એટલે તેવો આશીર્વાદ શી રીતે આપે? અર્થાત્ ન જ આપે. વસ્તુઃ ધર્મલાભ આશીર્વાદ એ ઉભય લોક હિતકારી વચન હોવાથી શાસ્ત્રકારોએ તે આપવાનું નિયમન કર્યું છે.