________________
૩૪૨
શ્રી સિદ્ધચક્ર
તા.૯-૫-૩૩ પર પ્રહાર ચાલુ રાખે છે. સતુથી દૂર રહેનારા અસત્ આચરે છે અને પરિણામે પતન પામે છે. એ કથન સુપ્રસિદ્ધ છે. સાક્ષર પણ જણાવે છે કે.
જગરાય જ્યારે રૂઠે, સસંગત પહેલાં તૂટે,
મળી લબાડ લોકો લૂટે, ચંડાળ ડુક્કર ચૂંથે ઓળખો! બરાબર ઓળખો !! આ જમાનાવાદીઓ પણ આ બધું ઈદંતૃતીયં માત્ર ધર્મને અંગે જ આચરે છે બાકી પોતાના દુન્યવી વ્યવહારોમાં તેઓ કેટલા સ્વતંત્ર છે, અંતર અવાજને કેટલું માન આપનારા છે, અન્યનું કેટલું ભલું કરી નાખનારા છે વિગેરે બિના જનતાથી જરા પણ છૂપી નથી.
તત્ત્વજ્ઞાની મહર્ષિઓ તો કહે છે કે ધર્મની સાધનાની ઉત્તમ સામગ્રીઓ મળી તેના જેવો વળી બીજો જમાનો કયો? જે જમાનો પોતાના આત્માને ન ફળે તે શા કામનો ? જે જમાનો ઊલટું નિકંદન વાળે તેનાથી સર્યું ! સાચી પ્રગતિ પણ ધર્મસાધના વિના કયાં છે ? દેખાતી દુન્યવિ પ્રગતિ તથા તેની સલામતી પણ ધર્મને જ આભારી છે. ધર્મવિદ્ધસંકોને આ વાત કેમ નહિ સમજાતી હોય !!!
જમાનો પ્રગતિનો છે એ વાત સાચી, માટે જ સાચી પ્રગતિ સાધી લેવી એ જ જમાનાની સાચી ઓળખાણ છે. જમાનાના શિર વ્યર્થ દોષારોપણ કરનારા સ્વચ્છંદી દોષનાં પૂતળાંઓને બરાબર ઓળખી તેવાઓથી સલામત રહેવું એ જ જમાનાની સાચી ઓળખાણ છે. માટે જ જમાનો ઓળખો બરાબર ઓળખો ! ! !
જમાનો તો મજાનો છે, સાધી લ્યો, સ્વહિત, પરહિત સધાય તેટલું સાધી લ્યો ! સાધી શકો તો દરેક જમાનો મજાનો છે, સામગ્રી સંયુક્ત દરેક જમાનો સિદ્ધિનો ખજાનો છે પણ ન સાધો તો એ જ જમાનો ભયંકર સજાનો છે !!!
ઓળખો! જમાનો ઓળખો ! તમે જો જમાનો નહિ ઓળખો (નહીં સાધો) તો યાદ રાખો કે જમાનો તમને બરાબર ઓળખશે ! ત્યાં પોપાબાઈના રાજ્ય નથી. ઉચ્ચ જીવનમાં સ્વચ્છંદી વર્તન પણ કાયદેથી ચલાવ્યું હતું એવો બચાવ બચાવી શકે તેમ નથી. જમાનો ઓળખાવનારને પણ બરાબર ઓળખો ! આત્માને (પોતાને) ઓળખો ! આગળ વધવાની સાચી કળાને-સાચી પ્રગતિને બરાબર ઓળખો! જડવાદના અખતરા (ખતરા)માં અટવાતા ના ! ચેતનવાદથી ચસકતા ના ! અને માટે જ છેલ્લે
ઓળખો ! બરાબર ઓળખો !!